Kanwar Yatra controversy: આ અરજી 20 જુલાઈના રોજ સવારે 6 વાગ્યે ઓનલાઈન દાખલ કરવામાં આવી હતી જેના પર હવે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ આ કેસને સુનાવણી માટે લિસ્ટ કર્યો છે.
સુપ્રીમ કોર્ટ (ફાઇલ તસવીર)
પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત પહેલા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ દરમિયાન કાવડ યાત્રા શરૂ (Kanwar Yatra controversy) થઈ છે. કાવડ યાત્રા પહેલા ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કાવડ યાત્રાના માર્ગો પર આવતી દરેક દુકાનો હોટેલ તેમં જ સ્ટોલ્સ પર તેમના માલિકોના નામ અને મોબાઈલ નંબર લખવાનો આદેશ આપ્યો છે. યુપી સરકારના આદેશને લઈને હવે દેશભરમાં રાજકીય વિવાદ શરૂ થયો છે. આ વિવાદ હવે આટલો બધો વધી ગયો છે કે મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ નામની એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને યુપી સરકારના આદેશને રદ કરવાની માગણી કરી છે. આ અરજી 20 જુલાઈના રોજ સવારે 6 વાગ્યે ઓનલાઈન દાખલ કરવામાં આવી હતી જેના પર હવે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ આ કેસને સુનાવણી માટે લિસ્ટ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચ 22 જુલાઈના રોજ સોસાયટી ફોર પ્રોટેક્શન ઑફ સિવિલ રાઈટ્સની અરજી પર સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે (Kanwar Yatra controversy) કાવડ યાત્રા રૂટ પર આવતી દરેક ખાણીપીણી, ઢાબા, ફળોની દુકાનો અને ચાની દુકાનોને માલિકોની વિગતો આપતા પાટિયા લગાવવાનો આદેશ આપ્યો હતો જેને લઈને રાજ્ય સહિત દેશનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષે યુપીની યોગી આદિત્યનાથ સરકારના આ આદેશને સાંપ્રદાયિક ગણાવ્યો છે અને ભાજપ પર વિભાજનની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
વિપક્ષની ટીકા અને સવાલ પર ભાજપનું કહેવું છે કે હિંદુઓને પણ અન્ય ધર્મના લોકોની જેમ તેમની આસ્થાની પવિત્રતા જાળવવાનો અધિકાર છે. અગાઉ, આ આદેશ મુઝફ્ફરનગર પોલીસ દ્વારા માત્ર જિલ્લાના કાવડ યાત્રા માર્ગો (Kanwar Yatra controversy) પર આવતી દુકાનો અને ખાણીપીણી માટે જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશ પર વિપક્ષના વિરોધ બાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેને સમગ્ર યુપીમાં આ આદેશ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે હલાલ સર્ટિફિકેશનવાળા કોઈપણ પ્રોડક્ટ્સ વેચનારા વેપારીઓ અને દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
યોગી સરકારના આ આદેશ પર યોગ ગુરુ બાબા રામદેવે (Kanwar Yatra controversy) પણ પોતાનો મત વ્યક્ત કરતાં પ્રતિક્રિયા આપી હતી. બાબા રામદેવે કહ્યું છે કે, `જો રામદેવને પોતાની ઓળખ જાહેર કરવામાં કોઈ સમસ્યા નથી તો રહેમાનને પોતાની ઓળખ જાહેર કરવામાં કોઈ સમસ્યા કેમ થઈ રહી છે? દરેક વ્યક્તિ તેમના નામ પર ગર્વ અનુભવે છે. નામ છુપાવવાની જરૂર નથી, કામમાં શુદ્ધતા જ હોવી જોઈએ. જો કે ઈન્ડિયા ગઠબંધનની વિપક્ષ પાર્ટીઓએ આ પગલાને યુપી સરકાર દ્વારા પ્રાયોજિત `કટ્ટરતા` અને `મુસ્લિમ` દુકાનદારોને નિશાન બનાવવાની કાર્યવાહી ગણાવી છે. તેમ જ આ આદેશ ભાજપની સરકાર દ્વારા ચલાવવામાં આવતા દરેક રાજ્યોમાં લાગુ થશે એવું પણ ચર્ચા લોકો વચ્ચે શરૂ થઈ છે.

