Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે આ શહેરોમાં પણ કમિશનરી સિસ્ટમ લાગુ, જાણો કયા શહેરના નામ છે સામેલ

હવે આ શહેરોમાં પણ કમિશનરી સિસ્ટમ લાગુ, જાણો કયા શહેરના નામ છે સામેલ

25 November, 2022 02:24 PM IST | Uttar Pradesh
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિભિન્ન વિસ્તારોમાં પર્યટનની એક્ટિવિટીઝ વધારવા માટે હેરિટેજ હોટલ, સ્ટાફ હોટલ, હેરિટેજ હોમસ્ટે જેવી જગ્યાઓનો વિકાસ કરવામાં આવશે. તો ઇકો ટૂરિઝ્મના નવા એકમ બનશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યૂપીમાં (Uttar Pradesh) હવે આગરા (Agra), ગાઝિયાબાદ (Ghaziabada) અને પ્રયાગરાજમાં (Prayagraj) પણ પોલીસ કમિશનર પ્રણાલી (Police Commissionerate System) લાગુ પાડવામાં આવી છે. સીએમ યોગીના (CM Yogi Adityanath) સરકારી નિવાસસ્થાને શુક્રવારે સવારે 10 વાગ્યે થયેલ કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) આ પ્રસ્તાવને સ્વીકૃતિ (Approval) આપવામાં આવી. હાલ યૂપીના ચાર જિલ્લા લખનઉ, કાનપુર, ગૌતમબુદ્ધ નગર અને વારાણસીમાં કમિશનરેટ પ્રણાલી લાગુ છે. આમતો આ પ્રસ્તાવ પર સૈદ્ધાંતિક સહેમતિ પહેલાથી હતી અને સીએમ યોગીએ પણ આને સ્વીકૃતિ આપી દીધી હતી. હવે માત્ર અધિકારિક રીતે સ્વીકૃતિ આપવામાં આવી છે.

13 જાન્યુઆરી 2020ના યૂપીમાં સૌથી પહેલા લખનઉ અને નોએડામાં પોલીસ કમિશનર પ્રમાલી લાગુ થઈ હતી. લખનઉમાં સુજીત પાંડે અને નોએડામાં આલોક સિંહને પહેલા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ 26 માર્ચ 2021ના બીજા ચરણમાં કાનપુર અને વારાણસીમાં આ સિસ્ટમ લાગુ પાડવામાં આવી. કાનપુરમાં વિજય સિંહ મીણા અને વારાણસીમાં એ સતીશ ગણેશ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. હવે યોગી સરકારે ત્રીજા ચરણમાં વધુ ત્રણ શહેરોમાં આ પ્રણાલી લાગુ પાડવાનો નિર્ણય લીધો છે.



પોલીસ વિભાગ અંગે લેવાયા આ નિર્ણયો
સરકારે યૂપી પોલીસના રિસ્પૉન્સ ટાઈમ ગતિ વધારવા માટે નિર્ણય લીધો છે. યૂપી પોલીસ માટે નવા વાહન ખરીદવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે, જેથી ગાડીની સ્પીડ વધી શકે. આ સિવાય ભારત સરકાર દ્વારા પ્રસારિત મૉડલ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ બિલ, 2019ને અંગીકૃત કરવા માટે (ઉત્તર પ્રદેશ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અધ્યાદેશ  2022)ની મંજૂરી મામલે પણ મોટો નિર્ણય લેવાયો હતો.


જનપદ રામપુરમાં એટીએસ હેઠળ, સ્પૉટ પોલીસ કમાન્ડો હવે સ્થાપિત કરાવાવ માટે નિઃશુલ્ક જમીન આપવા માટેનો પ્રસ્તાવ પાસ થયો હતો. આ સિવાય સરહાનપુરમાં એટીએસના સ્પૉટ કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર સ્થાપિત કરવા માટે ફ્રીમાં ભૂમિ સિંચાઈ વિભાગ પાસેથી જમી આપવા સંબંધે નિર્ણય લેવાયો.

16 નવેમ્બરના 24 પ્રસ્તાવો પર લાગી મોહર
યોગી સરકારની છેલ્લી કેબિનેટ બેઠક 16 નવેમ્બરના થઈ હતી. આમાં કુલ 24 પ્રસ્તાવો પર મોહર લાગી હતી. બેઠકમાં પ્રદેશમાં નવી સોલાર નીતિને લઈને નિર્ણય લેવામાં આવ્યો. આગામી 5 વર્ષમાં 22,000 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે. આની સાથે જ બધા નગર નિગમ સોલાર સિટી તરીકે વિકસિત થશે. આમાં અયોધ્યા સહિત બધા નગર નિગમ સામેલ છે. આ હેઠલ ખેડૂત પોતાની ઉર્જા માટે સોલાર પ્લાન્ટ લગાડવા માગે છે અને તેમને 90 ટકાની છૂટ આપવામાં આવશે. અનુસૂચિત જાતિના ખેડૂતોને આમ કરવા પર 100 ટકા છૂટ આપવામાં આવશે.


આ પણ વાંચો : યુપી પોલીસે અદાલતને જણાવ્યું કે ઉંદર ૫૦૦ કિલો ગાંજો ખાઈ ગયા

1. આ સિવાય પ્રદેશના વિભિન્ન વિસ્તારોમાં પર્યટનની એક્ટિવિટીઝ વધારવા માટે હેરિટેજ હોટલ, સ્ટાફ હોટલ, હેરિટેજ હોમસ્ટે જેવી જગ્યાઓનો વિકાસ કરવામાં આવશે. તો ઇકો ટૂરિઝ્મના નવા એકમ બનશે.
2. ઉત્તર પ્રદેશ ખાનગી વિશ્વવિદ્યાલય અધિનિયમ 2019 હેઠલ ગાઝિયાબાદમાં HRIT વિશ્વવિદ્યાલય, મહાવીર યૂનિવર્સિટી મેરઠની સ્થાપનાનો પણ નિર્ણય લેવાયો.
3. સંજય ગાંધી સ્નાતકોત્તર આયુર્વિજ્ઞાન સંસ્થાન, લખનઉ (એસજીપીજીઆઇએમએસ)ના ક્રિટિકલ કૅર મેડિસિન વિભાગમાં 12 એક્સ્ટ્રા બેડના વિસ્તરણની યોજનાની લાગત તેમજ હાઈ ફેસિલીટિઝને મંજૂરી આપવા સંબંધે પ્રસ્તાવ પાસ થયો.
4. હાઈ કૉર્ટમાં ન્યાયિક કાર્યોના સુગમ અને સુચારૂ રૂપે સંચાલન માટે માનનીય ન્યાયમૂર્તિગણની સહાયતા માટે 135 લૉ ક્લર્ક (ટ્રેઈની)ના પદ માટે સાપેક્ષ કાર્યરત લૉ ક્લર્ક (ટ્રેઈની)નો કાર્યકાળ એક વર્ષના બદલે વધારીને બે વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી.
5. આઇટી તેમજ ઇલેક્ટ્રોનિક્સ વિભાગ ઉત્તર પ્રદેશ સૂચના પ્રૌદ્યોગિકી તેમજ સૂચના પ્રૌદ્યોગિકી સેવા નીતિ 2023 નિર્ગત કરવા સંબંધે નિર્ણય લેવામાં આવ્યો. ઉત્તર પ્રદેશ ઇલેક્ટ્રોનિક્સ વિનિર્માણ નીતિ 2020માં સંશોધનના પ્રસ્તાવને પણ સ્વીકૃતિ આપી છે.

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2022 02:24 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK