આવતા વર્ષના અંત સુધી આ રોડ તૈયાર થઈ ગયા બાદ પોર્ટનું કામ શરૂ કરવાની ગણતરી છે
પ્રતીકાત્મક તસવીર
પાલઘરમાં બનનારા સૂચિત વાઢવણ પોર્ટને નૅશનલ હાઇવે-૪૮ સાથે કનેક્ટ કરવા માટે ૩૨ કિલોમીટરના રોડને યુનિયન કૅબિનેટની મંજૂરી મળી ગઈ છે. વાઢવણ પોર્ટનું નિર્માણ કરનાર જવાહરલાલ નેહરુ પોર્ટ ઑથોરિટી (JNPA)એ કહ્યું હતું કે ‘નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયાની લૅન્ડ ઍક્વિઝિશન કમિટીએ રોડ કનેક્ટિવિટી માટે મંજૂરી આપી દીધા બાદ હવે રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મિનિસ્ટ્રી આ રોડને નૅશનલ હાઇવે જાહેર કરશે ત્યાર બાદ જમીન અધિગ્રહણ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.’
JNPAના ચૅરમૅન ઉન્મેષ વાઘે કહ્યું હતું કે ‘પોર્ટનું કામ શરૂ કરવા માટે આ રોડ બનાવવો બહુ જરૂરી છે, કારણ કે અત્યારે પ્રૉપર રોડના અભાવે પોર્ટની સાઇટ સુધી પહોંચવામાં બહુ તકલીફ થઈ રહી છે. જે રસ્તો છે એ એકદમ નાનો અને કાચો છે.’
ADVERTISEMENT
આવતા વર્ષના અંત સુધી આ રોડ તૈયાર થઈ ગયા બાદ પોર્ટનું કામ શરૂ કરવાની ગણતરી છે.