બિહારમાં ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ગ્રીનફીલ્ડ ઍરપોર્ટ બાંધવામાં આવશે. પટના ઍરપોર્ટની ક્ષમતા વધારવામાં આવશે અને બિહતામાં બ્રાઉનફીલ્ડ ઍરપોર્ટ બાંધવામાં આવશે.
ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક) સ્કીમ
નિર્મલા સીતારમણે બજેટ-સ્પીચમાં મૉડિફાઇડ ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક) સ્કીમની જાહેરાત કરી હતી, જેમાં આગામી ૧૦ વર્ષમાં ૧૨૦ નવાં ડેસ્ટિનેશન ઉમેરવામાં આવશે અને વધારાના ચાર કરોડ સામાન્ય નાગરિકો પણ હવાઈ સેવાનો લાભ લઈ શકશે. દેશમાં રીજનલ કનેક્ટિવિટીને વધારવા પહાડી વિસ્તારોના જિલ્લા અને નૉર્થ ઈસ્ટના પ્રાદેશિક જિલ્લામાં હેલિપૅડ્સ અને નાનાં ઍરપોર્ટ બાંધવામાં આવશે. બિહારમાં ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ગ્રીનફીલ્ડ ઍરપોર્ટ બાંધવામાં આવશે. પટના ઍરપોર્ટની ક્ષમતા વધારવામાં આવશે અને બિહતામાં બ્રાઉનફીલ્ડ ઍરપોર્ટ બાંધવામાં આવશે.
૨૦૧૬માં ઉડાન સ્કીમ શરૂ કરવામાં આવી હતી જેનો દેશના ૧.૪ કરોડ આમ લોકોએ લાભ લીધો છે. આ સ્કીમ હેઠળ ૮૮ ઍરપોર્ટ્સમાં ૬૧૯ રૂટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં બે વૉટર ઍરોડ્રૉમ અને ૧૩ હેલિપોર્ટ્સનો સમાવેશ છે. આ તમામ કાર્યરત છે.

