Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સારું છે, પણ વધુ સારું થઈ શક્યું હોત

સારું છે, પણ વધુ સારું થઈ શક્યું હોત

Published : 24 July, 2024 08:15 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિર્મલા સીતારમણનું સતત સાતમું બજેટ કેવું છે?

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

બજેટ ૨૦૨૪

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ


બજેટમાં ભારતની વિકાસયાત્રાને આગળ લઈ જવા માટે રોજગાર-સર્જન, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા MSME સેક્ટર પર વિશેષ ભાર મૂકવાની સાથે ફિસ્કલ કન્સોલિડેશનના માર્ગે આગળ વધવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે; પણ અપેક્ષાથી વિપરીત કૅપિટલ ગેઇન્સ ટૅક્સમાં કરવામાં આવેલો વધારો ને પ્રૉપર્ટીના વેચાણ પરનો ઇન્ડેક્સેશનનો લાભ દૂર કરવામાં ન આવ્યો હોત તો આ અંદાજપત્રને ડ્રીમ બજેટ કહી શકાયું હોત




વિકાસશીલ ભારતને વિકસિત ભારત બનાવવાનો રોડમૅપ


આપણો દેશ ૨૦૪૭ સુધીમાં ડેવલપ્ડ નેશન બની જાય એ દિશામાં આગેકૂચ કરવા માટે સરકારની નવ પ્રાથમિકતા

(૧) કૃષિક્ષેત્રે ઉત્પાદકતા અને પ્રતિકૂળતાઓનો સામનો કરવાની શક્તિ


ઉત્પાદકતા વધારવા પર ભાર મુકાશે અને આબોહવાની પ્રતિકૂળતાઓનો સામનો કરી શકે એવી પાકની જાતો વિકસાવવામાં આવશે.

સહકાર ક્ષેત્રના પદ્ધતિસર અને સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય સહકાર નીતિ.

સરસવ, મગફળી, તલ, સોયાબીન અને સૂર્યમુખીનાં બિયાં જેવાં તેલીબિયાં માટે દેશને આત્મનિર્ભર બનાવવામાં આવશે.

શાકભાજીની સપ્લાય-ચેઇન માટે ફૂડ-પ્રોસેસિંગ ઑર્ગેનાઇઝેશન, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવશે.

પાકની ૧૦૯ નવી જાતો વિકસાવવામાં આવશે.

દેશના એક કરોડ ખેડૂતોને આગામી બે વર્ષમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરાવવામાં આવશે. એના માટે સર્ટિફિકેશન અને બ્રૅન્ડિંગની સુવિધા આપવામાં આવશે.

૪૦૦ જિલ્લાઓમાં ડિજિટલ ક્રૉપ સર્વે કરવામાં આવશે.

જનસમર્થ આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે.

(૨) રોજગાર અને કૌશલ્યવિકાસ

ઔપચારિક ક્ષેત્રે નવા કર્મચારીઓને એક મહિનાનો પગાર ત્રણ હપ્તામાં અપાશે. કુલ ૧૫,૦૦૦ રૂ​પિયા સુધીનો લાભ ચૂકવાશે. ૨.૧ કરોડ યુવાઓને આ લાભ મળશે.

નવા કર્મચારીઓ માટે સરકાર એમ્પ્લૉયરના હિસ્સાના એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશનમાં થતા કૉન્ટ્રિબ્યુશનનું રીઇમ્બર્સમેન્ટ આપશે. બે વર્ષ માટે દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું  રીઇમ્બર્સમેન્ટ મળશે.

પાંચ વર્ષના ગાળામાં ૨૦ લાખ યુવાનોને કૌશલ્ય આપવામાં આવશે.

૧૦૦૦ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે.

મહિલાઓને રોજગાર માટે સક્ષમ કરવા વર્કિંગ વિમેન હૉસ્ટેલ સ્થાપવામાં આવશે. એ ઉપરાંત ઘોડિયાઘર પણ સ્થાપવામાં આવશે.

સરકાર પ્રમોટેડ ફન્ડમાંથી ગૅરન્ટી સાથેની ૭.૫ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે, જેનાથી દર વર્ષે ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓને લાભ થશે. સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે ૧૦ લાખ રૂપિયા સુધીની લોન અર્થે આર્થિક ટેકો આપવામાં આવશે. દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ઈ-વાઉચર્સ મળશે. ત્રણ ટકાનું વાર્ષિક વ્યાજ સબવેન્શન આપવામાં આવશે.

(૩) વ્યાપક માનવસંસાધન વિકાસ અને સામાજિક ન્યાય

વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓ​ડિશા અને આંધ્ર પ્રદેશમાં આર્થિક તકો નિર્માણ કરવામાં આવશે.

અમૃતસર-કલકત્તા ઔદ્યોગિક કૉરિડોર રચાશે, જેમાં ગયા ખાતે ઔદ્યોગિક મધ્યવર્તી કેન્દ્ર સ્થપાશે.

મહિલાઓ અને કન્યાઓને લાભ આપનારી યોજનાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયા કરતાં વધુની ફાળવણી.

આંધ્ર પ્રદેશ રીઑર્ગેનાઇઝેશન ઍક્ટ હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫માં ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે. દેશમાં અન્ન સુરક્ષાની દૃષ્ટિએ પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે. વિશાખાપટનમ-ચેન્નઈ ઔદ્યોગિક કૉરિડોર પર કોપ્પરતી કેન્દ્ર અને હૈદરાબાદ-બૅગલોર ઔદ્યોગિક કૉરિડોર પર ઓર્વકલ કેન્દ્રમાં પાણી, વીજળી, રેલવે અને માર્ગો જેવી આવશ્યક માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે.

(૪) ઉત્પાદન અને સેવાઓ

ઉત્પાદન ક્ષેત્રે MSME માટે ક્રેડિટ ગૅરન્ટી સ્કીમ લાવવામાં આવશે.

MSME ધિરાણ માટે નવું આકલન મૉડલ બનાવવામાં આવશે.

‘તરુણ’ શ્રેણીમાં મુદ્રા લોન માટેની મહત્તમ મર્યાદા હાલ ૧૦ લાખ રૂપિયા છે, જે વધારીને ૨૦ લાખ રૂપિયા કરવામાં આવશે.

પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને ટોચની ૫૦૦ કંપનીઓમાં ઇન્ટર્નશિપની તકો આપવા માટેની યોજના.

ઔદ્યોગિક કામદારો માટે

ખાનગી-સરકારી ક્ષેત્રના સહયોગથી ડૉર્મિટરી પ્રકારની ભાડાના આવાસની યોજના લવાશે.

(૫) શહેરી વિકાસ

મહિલાઓએ ખરીદેલી પ્રૉપર્ટી પર ઓછી સ્ટૅમ્પડ્યુટી લાગુ કરવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે.

નિશ્ચિત શહેરોમાં સાપ્તાહિક ધોરણે હાટ એટલે કે સ્ટ્રીટ-ફૂડ કેન્દ્રો સ્થાપવાની યોજના.

૧૦૦ મોટાં શહેરોમાં બૅન્કોની સહાય મળી શકે એવા પ્રોજેક્ટ મારફત પાણીપુરવઠો, દૂષિત પાણી પરની પ્રક્રિયા અને ઘનકચરા વ્યવસ્થાપનના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

ભાડાના ઘરની ઉપલબ્ધતા વધે એવી રીતે પારદર્શક પદ્ધતિ લાવી શકાય એ અર્થે નીતિઓ અને ધારાધોરણો ઘડાશે.

૧૦ લાખ કરોડ રૂપિયાના ખર્ચે શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આવાસની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે.

(૬) ઊર્જાની ઉપલબ્ધતા

અણુઊર્જા ક્ષેત્રે ખાનગી ક્ષેત્રના સહયોગથી ભારત સ્મૉલ રીઍક્ટર્સ સ્થાપવામાં આવશે તથા ભારત સ્મૉલ મૉડ્યુલર રીઍક્ટર ઉપરાંત નવી ટેક્નૉલૉજી માટે સંશોધન અને વિકાસ હાથ ધરવામાં આવશે.

૮૦૦ મેગાવૉટનો સંપૂર્ણ કમર્શિયલ પ્લાન્ટ સ્થાપવા માટે નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન (NTPC) અને ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ (BHEL-ભેલ)નું સંયુક્ત સાહસ સ્થાપવામાં આવશે.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના હેઠળ એક કરોડ ઘરોને મફતમાં વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. દર મહિને ૩૦૦ યુનિટ જેટલી વીજળી મળશે. એના માટે અત્યાર સુધીમાં ૧.૨૮ કરોડ રજિસ્ટ્રેશન થયાં છે અને ૧૪ લાખ અરજીઓ આવી છે.

(૭) માળખાકીય સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર)

માળખાકીય સુવિધાઓ માટે જીડીપીના ૩.૪ ટકા એટલે કે ૧૧,૧૧,૧૧૧ કરોડ રૂપિયાની જોગવાઈ.

રાજ્યોને ૧.૫ લાખ કરોડ રૂપિયા લાંબા ગાળાની વ્યાજમુક્ત લોન તરીકે આપવામાં આવશે.

૨૫,૦૦૦ ગ્રામીણ વિસ્તારોને સાંકળવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ચોથા તબક્કામાં કાર્ય કરવામાં આવશે.

આસામ, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટેના પ્રોજેક્ટ્સ અર્થે સહાય કરવામાં આવશે.

હિમાચલ પ્રદેશમાં પુનઃ બાંધકામ અને પુનઃ વસન માટે સહાય કરવામાં આવશે.

વિષ્ણુપદ મંદિર કૉરિડોર અને મહાબોધિ મંદિર કૉરિડોર વિકસાવવામાં આવશે. આ વિકાસ કાશી વિશ્વનાથ મંદિર કૉરિડોરના મૉડલ પર આધારિત હશે.

હિન્દુઓ, બૌદ્ધો અને જૈનો માટે ધાર્મિક મહત્ત્વ ધરાવતા રાજગીરના સર્વાંગી વિકાસ માટેનું કાર્ય હાથ ધરવામાં આવશે.

નાલંદાનો વિકાસ પર્યટન-કેન્દ્ર તરીકે કરવામાં આવશે. ઉપરાંત નાલંદા વિદ્યાપીઠનો પુનરુદ્ધાર કરવામાં આવશે.

ઓ​ડિશાનાં મંદિરો, સુંદર સ્થળો, સ્થાપત્યો, કારીગરી, વન્ય જીવસૃષ્ટિ, દરિયાકિનારાના વિકાસ માટે સહાય કરવામાં આવશે, જેથી એને ઉત્તમ પર્યટન-સ્થળ બનાવી શકાય.

(૮) નવસર્જન અને સંશોધન-વિકાસ

અનુસંધાન રાષ્ટ્રીય સંશોધન ભંડોળ કાર્યરત કરવામાં આવશે, જે પાયાભૂત સંશોધન અને પ્રોટોટાઇપ વિકાસનું કાર્ય કરશે.

એક લાખ કરોડ રૂપિયાના ભંડોળ સાથે ખાનગી ક્ષેત્ર સંચાલિત સંશોધન અને નવસર્જન કરવામાં આવશે.

૧૦૦૦ કરોડ રૂપિયાનું વેન્ચર કૅપિટલ ફન્ડ રચવામાં આવશે.

(૯) અત્યાધુનિક સુધારાઓ

બધી જ જમીનને ભૂ-આધાર એટલે કે યુનિક લૅન્ડ પાર્સલ આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે.

શહેરી વિસ્તારોમાં જમીનના રેકૉર્ડનું ડિજિટાઇઝેશન કરવામાં આવશે. એનું GIS મૅપિંગ કરાશે.

હાલની માલિકીના આધારે સબ-ડિવિઝનનો સર્વે કરાવવામાં આવશે.

જમીનની રજિસ્ટ્રી બનાવાશે.

ખેડૂતોની રજિસ્ટ્રીને અન્ય સુવિધાઓ સાથે સાંકળી લેવાશે.

વિદેશમાં રોકાણ કરવા માટે ભારતીય રૂપિયાનો ચલણ તરીકે ઉપયોગ કરી શકાય એ દિશામાં પગલાં ભરવામાં આવશે.

સગીર વયનાં બાળકો વતી તેમના વાલીઓ NPS વાત્સલ્ય નામની યોજના હેઠળ રોકાણ કરી શકશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરે એ પહેલાં પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુએ તેમને દહીં-સાકર ખવડાવ્યાં હતાં

 

આ છે બજેટની થીમ

રોજગાર
કૌશલ્ય
MSME
મધ્યમ વર્ગ

જૂની કરપ્રણાલી વિશે નાણાપ્રધાને શું કહ્યું?

નાણાપ્રધાને બજેટ રજૂ કર્યા બાદ જણાવ્યું હતું કે જૂની કરપ્રણાલીને રદ કરવામાં આવશે કે કેમ એ વિશે કોઈ નિર્ણય લેવાયો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય કરપ્રણાલીને સરળ બનાવવાનો છે.

હાઇલાઇટ્સ

કરવેરાના ફેરફારો

વ્યક્તિગત કરવેરામાં નવી પ્રણાલીનો ઉપયોગ કરનારાઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન ૫૦,૦૦૦થી વધારીને ૭૫,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું. જૂની કરપ્રણાલીમાં કોઈ ફેરફાર નથી કરાયો.

નવી કરપ્રણાલીમાં નવા ટૅક્સ-સ્લૅબ લવાયા. ૧૯૬૧ના આવકવેરા ધારામાં અનેક ફેરફારોનો પ્રસ્તાવ.

શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ઘટાડીને ૨૦ ટકા કરાયો. અમુક ઍસેટ્સ માટેનો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ૧૨.૫ ટકા રહેશે. અનલિસ્ટેડ બૉન્ડ્સ અને ડિબેન્ચર્સ પર કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ થશે.

પ્રૉપર્ટીના વેચાણ પરનો ઇન્ડેક્સેશનનો લાભ દૂર કરવામાં આવ્યો. હવે પ્રૉપર્ટીના વેચાણકર્તાઓ ખરીદીનો ભાવ વધારે ગણાવીને કૅપિટલ ગેઇન્સને ઘટાડી શકશે અને એ રીતે કૅપિટલ ગેઇન્સ ટૅક્સ પણ ઘટશે.

સોના-ચાંદી પરની બેઝિક કસ્ટમ્સ-ડ્યુટી ઘટાડીને ૬ ટકા અને પ્લૅટિનમ પર ૬.૪ ટકા કરવામાં આવી.

વિદેશી કંપનીઓ માટેનો કૉર્પોરેટ ટૅક્સ દર ૪૦ ટકાથી ઘટાડીને ૩૫ ટકા કરવામાં આવ્યો.

અમુક ઍસેટ્સ પરનો કૅપિટલ ગેઇન્સ એક લાખ રૂપિયા સુધી કરમુક્ત હતો એ હવે ૧.૨૫ લાખ રૂપિયા સુધી કરમુક્ત રહેશે.

એમ્પ્લૉયર હવે એનપીએસમાં વધુ કન્ટ્રિબ્યુશન આપી શકશે.

તમામ પ્રકારના રોકાણકારો માટે એન્જલ ટૅક્સ રદ કરવામાં આવ્યો.

મૅક્રોઇકૉનૉમિક ફેરફારો

ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના મૂડીગત ખર્ચનો લક્ષ્યાંક વચગાળાના બજેટ જેટલો જ અર્થાત્ ૧૧.૧ લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો.

રાજકોષીય ખાધ વર્તમાન રાજકોષીય વર્ષમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (GDP)ના ૪.૯ ટકા રહેશે. આવતા વર્ષના અંત સુધીમાં આ પ્રમાણ ઘટાડીને ૪.૫ ટકા જેટલું કરાશે.

વિકાસલક્ષી કાર્યો

રાષ્ટ્રીય ઔદ્યોગિક કૉરિડોર વિકાસ યોજના હેઠળ ૧૨ ઔદ્યોગિક પાર્ક સ્થાપવામાં આવશે.

દેશના ઈશાન ભાગમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બૅન્કની ૧૦૦ કરતાં વધુ શાખાઓ સ્થાપવામાં આવશે.

મુદ્રા લોન માટેની ઉપલી મર્યાદા ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૧૨ લાખ રૂપિયા કરવામાં આવી.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ૧.૨૮ કરોડ રજિસ્ટ્રેશન અને ૧૪ લાખ અરજીઓની પ્રાપ્તિ થઈ.

પ્રધાનમંત્રી જનજાતીય

ઉન્નત ગ્રામ અભિયાન ૬૩,૦૦૦ આદિવાસી ગામો માટે લાગુ કરવામાં આવ્યું.

એનો લાભ પાંચ કરોડ જનજાતિઓને મળશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વધુ ત્રણ કરોડ ઘર બનાવવામાં આવશે.

મહિલાઓ અને કન્યાઓના લાભાર્થે ત્રણ લાખ કરોડ રૂપિયાની યોજનાઓ લાવવામાં આવશે.

કૃષિ ક્ષેત્ર

કૃષિ ક્ષેત્રે સંશોધન પર ભાર મુકાયો. ઉત્પાદકતા વધારવા અને પાકને આબોહવાની પ્રતિકૂળતાઓથી બચાવવા માટે કાર્ય કરવામાં આવશે.

કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે સરકારે ૧.૫૨ લાખ કરોડ રૂપિયા મંજૂર કર્યા.

અન્ય જાહેરાતો

મુશ્કેલ સમયમાં MSMEને બૅન્કો પાસેથી ધિરાણ મળતું રહે એ માટે નવી વ્યવસ્થા કરવામાં આવશે.

વિકાસશીલ ભારતને વિકસિત ભારત બનાવવાનો રોડમૅપ

હાઇલાઇટ્સ

કૃષિક્ષેત્રે ઉત્પાદકતા અને પ્રતિકૂળતાઓનો સામનો કરવાની શક્તિ

સરકાર ઉત્પાદકતા વધારવા અને આબોહવાની પ્રતિકૂળતાઓથી બચાવ કરી શકે એવી પાકની જાતો વિકસાવવા માટે કૃષિ સંશોધન માળખાની વ્યાપક સમીક્ષા હાથ ધરશે. સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતો એ જોશે કે આ સંશોધન અસરકારક અને સુસંગત છે કે નહીં.

ગરીબો, મહિલાઓ, યુવા અને અન્નદાતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા વ્યક્ત કરવામાં આવી

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આપણે ગરીબો, મહિલાઓ, યુવા અને અન્નદાતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. સરકારે અન્નદાતા માટે પોતાનું વચન પૂરું કરવા તમામ મુખ્ય પાક માટે એક મહિના પહેલાં ટેકાના ભાવ વધારવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેનાથી ૮૦ કરોડથી વધુ લોકોને લાભ મળશે. વચગાળાના બજેટમાં જાહેર કરાયેલી વિવિધ યોજનાઓને મંજૂરી અને એના અમલીકરણ માટે વહીવટી તંત્ર પગલાં લઈ રહ્યું છે.’

રોજગાર કૌશલ્ય માટેનું પૅકેજ

રોજગાર અને કૌશલ્યના વિકાસ માટે વડા પ્રધાન દ્વારા પાંચ યોજનાઓનું પૅકેજ રાખવામાં આવ્યું છે. એને માટે બે લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે ૧.૪૮ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

NPS વાત્સલ્ય યોજના જાહેર

નાણાપ્રધાને NPS વાત્સલ્ય યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ માતાપિતા પોતાના સંતાન માટે રોકાણ કરી શકશે. બાળક પુખ્ત થઈ ગયા પછી અકાઉન્ટ બાળકને ટ્રાન્સફર કરી શકાશે. યોજનાની વધુ વિગતો પછીથી જાહેર કરવામાં આવશે.

શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કરાયેલી જાહેરાતો

ગરીબો અને મધ્યમ વર્ગના લોકોના આવાસ પર વધુ ધ્યાન આપવામાં આવશે. સરકાર શહેરી વિસ્તારોમાં આ યોજના માટે પાંચ વર્ષના સમયગાળામાં ૨.૨ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરશે. એ ઉપરાંત વ્યાજ પર સબસિડી આપવામાં આવશે. નાણાપ્રધાને ઘર ખરીદનાર મહિલાઓને સ્ટૅમ્પ-ડ્યુટીમાં રાહત આપવાનો રાજ્ય સરકારોને અનુરોધ કર્યો છે.

સરકાર ૧૦ લાખ સુધીની શૈક્ષણિક લોન આપશે

કેન્દ્ર સરકાર પાત્ર વ્યક્તિઓને ૧૦ લાખ સુધીની શૈક્ષણિક લોન આપશે. જેઓ અન્ય કોઈ સરકારી યોજનાઓ અથવા નીતિઓ માટે પાત્ર નથી તેઓ દેશમાં ઉચ્ચ શિક્ષણ માટે આ લોનનો લાભ લઈ શકશે. કેન્દ્ર સરકાર દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટેની ૧૦ લાખ રૂપિયા સુધીની લોન માટે લોનની રકમના ૩ ટકા સુધીનું વાર્ષિક વ્યાજ સબવેન્શન આપશે. આ સબવેન્શન ઈ-વાઉચર સ્વરૂપે આપવામાં આવશે. દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને આ લાભ મળશે.

એમ્પ્લૉયર હવે NPSમાં વધુ કૉન્ટ્રિબ્યુશન આપી શકશે

બજેટની જાહેરાત મુજબ ખાનગી ક્ષેત્રના એમ્પ્લૉયર હવે પોતાના કર્મચારીઓ માટેની નૅશનલ પેન્શન સ્કીમ (NPS)માં કર્મચારીના બેઝિક પગારના ૧૦ ટકાને બદલે ૧૪ ટકા સુધીનું કૉન્ટ્રિબ્યુશન આપી શકશે. ખાનગી અને સરકારી બૅન્કોના કર્મચારીઓ માટે પણ આ મર્યાદા ૧૪ લાખ રૂપિયા કરવામાં આવી છે. જોકે આ લાભ ફક્ત નવી કરપ્રણાલી માટે જ ઉપલબ્ધ રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2024 08:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK