° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


ચૂંટણી કમિશનરની નિમણૂક મામલે ટિપ્પણી કરતાં પહેલાં મુદ્દાને સમજો, કેન્દ્રએ કોર્ટને આપ્યો જવાબ

25 November, 2022 11:12 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંધારણીય બેન્ચે કહ્યું, કોઈ વ્યક્તિ સામે નહીં, પણ જે ઝડપે કાર્યવાહી કરવામાં આવી છે એને લઈને સવાલ ઊભા થયા છે

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી ઃ સુપ્રીમ કોર્ટે ગઈ કાલે અરુણ ગોયલને ચૂંટણી કમિશનર તરીકેનો હોદ્દો આપવા બદલ કરવામાં આવેલી ઉતા‍વળ વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જવાબમાં કેન્દ્ર સરકારે સમગ્ર મામલે કોર્ટે કરેલી ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો. કેન્દ્ર સરકાર તરફથી રજૂઆત કરતાં ઍટર્ની જનરલે કોર્ટેને કંઈ પણ ટિપ્પણી કરતાં પહેલાં સમગ્ર મામલે ચકાસણી કરવી જોઈએ ત્યાર બાદ જ ટિપ્પણી કરવી જોઈએ, એમ કહ્યું હતું. જસ્ટિસ કે. એમ. જોસેફની આગેવાનીવાળી પાંચ સભ્યોની બેન્ચે અરુણ ગોયલની ચૂંટણી કમિશનર તરીકેની નિમણૂકની ફાઇલનો અભ્યાસ કર્યો હતો અને કહ્યું હતું કે અમે અરુણ ગોયલની યોગ્યતા પર સવાલ નથી ઉઠાવી રહ્યા, પરંતુ સમગ્ર પ્રક્રિયા પર ઉઠાવી રહ્યા છીએ. અત્યંત ઝડપથી ગોયલની ચૂંટણી કમિશનર તરીકેની નિમણૂક કરવામાં આવી છે. એક ડિપાર્ટમેન્ટમાં તેમની ફાઇલ ૨૪ કલાક પણ રહી નથી. 
ઍટર્ની જનરલ આર. વેન્કટરમણીએ કેન્દ્ર સરકાર તરફથી જવાબ આપતાં કહ્યું હતું કે કંઈ પણ બોલતાં પહેલાં આ મુદ્દાને સરખી રીતે સમજો. જવાબમાં ન્યાયાધીશે કહ્યું હતું કે તમારે કોર્ટની વાત સાંભળવી પડશે, પ્રશ્નોના જવાબ આપવા પડશે. અમારો વાંધો કોઈ વ્યક્તિ સામે નથી, પરંતુ સમગ્ર પ્રક્રિયા સામે છે. ૧૯૮૫ બેચના આઇએએસ અધિકારીને એક જ દિવસમાં વીઆરએસ મળી ગયું હતું. કાયદા મંત્રાલયે એક જ દિવસમાં તેમની ફાઇલ ક્લિયર કરી હતી. ચાર નામોની પૅનલ વડા પ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેમાં ગોયલનું નામ પસંદ કરવામાં આવ્યું. ૨૪ કલાકમાં એને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. 
ઇલેક્શન કમિશન નિયમ ૧૯૯૧ હેઠળ ચૂંટણી કમિશનરનો કાર્યકાળ છ વર્ષ અથવા ૬૫ વર્ષની વય સુધી હોઈ શકે છે. ઍટર્ની જનરલે ગોયલની નિમણૂકનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે એની પ્રોફાઇલ મહત્ત્વની છે. વીઆરએસ નહીં, જેને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. 

25 November, 2022 11:12 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

બદલો...અપહરણ... હત્યા... મા-બાપના મોતનો બદલો લેવા રચી પોતાના મોતની સાજિશ

માતા-પિતાનો બદલો લેવા પોતાના જેવી દેખાતી યુવતીનુ અપહરણ કરી મોતને ઘાટ ઉતારી યુવતીએ

02 December, 2022 07:55 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બેદરકારી કે દુર્ઘટના: ટ્રેનમાં યાત્રીના ગળામાંથી આર-પાર થયો લોંખડનો સળિયો

પ્રયાગરાજ નજીક દાનવર-સોમના નજીક નિલાંચલ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બેઠેલા મુસાફરના ગળામાં અચાનક લોખંડનો સળિયો ઘુસી ગયો હતો.

02 December, 2022 07:25 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની કેલિફોર્નિયામાં અટકાયત

ગોલ્ડી બ્રાર છેલ્લા ઘણા સમયથી કેનેડામાં બેસીને અનેક ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યો છે

02 December, 2022 11:08 IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK