° °

આજનું ઇ-પેપર
Wednesday, 22 September, 2021


ટીએમસી સંસદસભ્યની ‘પાપડી-ચાટ’ની અભદ્ર કમેન્ટથી વડા પ્રધાન નારાજ

04 August, 2021 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સોમવારે મમતા બૅનરજીના પક્ષ ટીએમસીના ડેરેક ઓબ્રાયને ટ્વીટમાં લખ્યું હતું કે...

વડા પ્રધાને ગઈ કાલે જેની કમેન્ટને અપમાનજનક ગણાવી એ પછી ઓબ્રાયને દિલ્હીમાં ખાસ પાપડી-ચાટ ખાસ મગાવીને ખાધું પણ હતું (તસવીરઃ પી.ટી.આઇ.)

વડા પ્રધાને ગઈ કાલે જેની કમેન્ટને અપમાનજનક ગણાવી એ પછી ઓબ્રાયને દિલ્હીમાં ખાસ પાપડી-ચાટ ખાસ મગાવીને ખાધું પણ હતું (તસવીરઃ પી.ટી.આઇ.)

પેગસસ પ્રકરણ અને ખેડૂતોના પ્રશ્નોની ચર્ચાના આગ્રહ સાથે લોકસભા અને રાજ્ય સભાની કાર્યવાહી રોકવાના વિરોધ પક્ષોના વલણને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નકારાત્મક ગણાવ્યું હતું. ગઈ કાલે બીજેપી સંસદીય પક્ષની બેઠકમાં વડા પ્રધાનના વક્તવ્ય બાબતે પત્રકારોને માહિતી આપતાં કેન્દ્રના સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્લાદ જોશીએ જણાવ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષોના વર્તન બાબતે સંપૂર્ણ નાખુશી વ્યક્ત કરી હતી. ખાસ કરીને ટીએમસીના ડેરેક ઓબ્રાયનની ‘પાપડી-ચાટ’ની ટિપ્પણીથી મોદીજી અત્યંત નારાજ છે. એ ઉપરાંત ગૃહની કાર્યવાહીનાં કાગળિયાં ફાડી નાખવાં, પસાર કરાયેલા ખરડા વિશે અશોભનીય શબ્દોમાં બોલવું અને ધાંધલ કરીને કામકાજ થંભાવી દેવું એ સંસદનું અને જનતાનું અપમાન ગણાય એવું વડા પ્રધાને જણાવ્યું હતું.’

સોમવારે મમતા બૅનરજીના પક્ષ ટીએમસીના ડેરેક ઓબ્રાયને ટ્વીટમાં લખ્યું હતું કે ‘ચોમાસુ સત્રના પહેલા ૧૦ દિવસમાં મોદી અને અમિત શાહે ઉતાવળે સંસદમાં કુલ ૧૨ ખરડા પસાર કરાવ્યા હતા. સરેરાશ દર સાત મિનિટે એક ખરડો પસાર કરાયો હતો. મને લાગે છેકે ખરડા પસાર કરાવવાની આ કાર્યવાહીને પાપડી-ચાટ બનાવવા સાથે સરખાવી શકાય.’

04 August, 2021 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

બ્રિટનને રસી સામે નહીં વેક્સિનેશન સર્ટિફિકેટ સામે વાંધો, નવી ગાઈડલાઈન્સ જાહેર

ભારત સરકારના કડક વલણ બાદ બ્રિટને કોવિશિલ્ડને માન્યતા આપવાની બાબતે ઝૂકતું હોય તેવું લાગે છે.

22 September, 2021 04:17 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

વડાપ્રધાન મોદી અમેરિકા જવા રવાના, શા માટે મહત્વનો છે આ પ્રવાસ, જાણો વિગત

વડાપ્રધાન મોદી અમેરિકા જવા રવાના, શા માટે મહત્વનો છે આ પ્રવાસ, જાણો વિગત

22 September, 2021 01:42 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ભાજપ ઈડી અને સીબીઆઈ દ્વારા મહારાષ્ટ્ર સરકાર પર દબાણ લાવવા માગે છે: શિવસેના

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં ઈડી અને સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઈ શિવસેનાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.

22 September, 2021 12:55 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK