વિશ્વ પર્યાવરણ દિવસે પાંચમી જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અભિયાનની શરૂઆત કરાવી હતી.
પ્રતીકાત્મક તસવીર
એક પેડ માં કે નામ અભિયાન હેઠળ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે ૮૦ કરોડ વૃક્ષો લગાવવાનો લક્ષ્યાંક પૂર્ણ કરી દીધો છે. ૩૦ સપ્ટેમ્બર પહેલાં આ કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પણ એના પાંચ દિવસ પહેલાં ૨૫ સપ્ટેમ્બરે એ પૂરો કરી દેવાયો છે. વિશ્વ પર્યાવરણ દિવસે પાંચમી જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ લક્ષ્યાંકને સરકારી એજન્સીઓ, ગ્રામીણ સ્તરની સંસ્થાઓ અને અન્ય સ્ટેક હોલ્ડરની સાથે સ્થાનિક લોકોના સંયુક્ત પ્રયાસથી હાંસલ કરવામાં આવ્યો છે.
વડા પ્રધાને આ અભિયાન શરૂ કરાવતી વખતે કહ્યું હતું કે પોતાની માતા પ્રત્યે પ્રેમ, સન્માન અને આદર દર્શાવવાના પ્રયાસરૂપે લોકોએ વૃક્ષ તથા ધરતીમાતાના શપથ લઈને એક વૃક્ષ વાવવું જોઈએ અને એની દેખભાળ કરવી જોઈએ. એનો ઉદ્દેશ ભૂમિનું રક્ષણ કરવાનો, જ્યાં જમીન ખરાબ છે એને સુધારવાનો અને ખરાબ હિસ્સાને પુનર્સ્થાપિત કરવાનો હતો.