અત્યારના કેસમાં ભારતના બંધારણની કલમ ૩૨ હેઠળ આ અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ નીતિગત કાર્યક્ષેત્રને સંબંધિત છે

ફાઇલ તસવીર
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ‘એક વ્યક્તિ એક કાર’નો નિયમ તેમ જ વાહનમાલિકના બીજા વેહિકલ પર પર્યાવરણ વેરો લાદવાની માગણી કરતી એક અરજીને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિંહાની બેન્ચે જણાવ્યું હતું કે અત્યારના કેસમાં ભારતના બંધારણની કલમ ૩૨ હેઠળ આ અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ નીતિગત કાર્યક્ષેત્રને સંબંધિત છે. એટલા માટે અમે આ અરજી પર વિચાર કરવાના નથી.