° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


હિન્દુઓ લઘુમતીમાં? સરકાર હિટ-વિકેટ

11 May, 2022 09:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦ રાજ્યોમાં હિન્દુઓને લઘુમતીના દરજ્જાના મામલે સરકારે સ્ટૅન્ડ બદલતાં અદાલતે જણાવ્યું કે આ મામલે શું કરવું એ કેન્દ્ર સરકાર નિર્ણય કરી શકતી નથી એ વાત અમે સમજી શકતા નથી

સુપ્રિમ કોર્ટ Hindus Minority

સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ ૧૦ રાજ્યોમાં હિન્દુઓ લઘુમતીમાં હોવાની દલીલ કરીને રાજ્ય સ્તરે લઘુમતીઓની ઓળખ માટે ગાઇડલાઇન્સ નક્કી કરવાની માગણી કરતી અરજી પર ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. 
અદાલતે જણાવ્યું હતું કે રાજ્ય સ્તરે હિન્દુઓ સહિત લઘુમતીઓની ઓળખના મુદ્દે મક્કમતાની જરૂર છે. વારંવાર સ્ટૅન્ડ બદલવાથી મદદ નહીં મળે. સુપ્રીમે આ મુદ્દે રાજ્યોની સાથે ત્રણ મહિનામાં ચર્ચાવિચારણા કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આમ જણાવ્યું એની પાછળનું કારણ એ છે કે કેન્દ્ર સરકારે આ મામલે એના આ પહેલાંના સ્ટૅન્ડને બદલીને અદાલતને જણાવ્યું હતું કે લઘુમતીઓને સૂચિત કરવાનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે અને રાજ્યો અને અન્ય પક્ષકારો સાથેની ચર્ચાવિચારણા બાદ આ સંબંધમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવશે. 
જસ્ટિસ એસ. કે. કૌલ અને એમ. એમ. સુનદ્રેશની બેન્ચે જણાવ્યું હતું કે ‘આ મામલે શું કરવું એ કેન્દ્ર સરકાર નિર્ણય કરી શકતી નથી, એ વાત અમે સમજી શકતા નથી. આ વિચારો પહેલાં કરવા જોઈતા હતા.’
નોંધપાત્ર છે કે આ પહેલાં ૨૫ માર્ચની ઍફિડેવિટમાં લઘુમતી બાબતોના મંત્રાલયે અદાલતને જણાવ્યું હતું કે હિન્દુઓ અને અન્ય સમુદાયોને લઘુમતીનો દરજ્જો આપવો કે નહીં એના વિશેનો નિર્ણય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ લેવાનો છે.  ઍડ્વોકેટ અશ્વિની કુમારની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે લદાખ, મિઝોરમ, લક્ષ્યદ્વીપ, કાશ્મીર, નાગાલૅન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પંજાબ અને મણીપુરમાં હિન્દુઓ લઘુમતીઓમાં છે એટલે તેમને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ માટે અધિકાર આપો.

11 May, 2022 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

અભિનેત્રી અમરીન ભટની હત્યામાં સંડોવાયેલા આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા

આતંકવાદીઓએ બુધવારે એક મહિલા ટીવી કલાકારની ગોળી મારીને હત્યા કરી હતી

27 May, 2022 04:54 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ભારતીય ભાષાના પુસ્તકને પહેલી વાર મળ્યો બુકર પુરસ્કારઃ આ નવલકથાને મળ્યું સન્માન

આ એવોર્ડ જીત્યા બાદ ઉત્તર પ્રદેશના મૈનપુરીની ગીતાંજલિ શ્રીએ કહ્યું કે તે ખૂબ જ ખુશ છે

27 May, 2022 03:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

હવે અજમેર શરીફ દરગાહમાં મંદિર હોવાનો દાવો, સુરક્ષામાં વધારો

અજમેરની દરગાહ સંબંધિત આ નવા દાવા બાદ અજમેર જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ પર છે

27 May, 2022 12:39 IST | Ajmer | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK