તમિલનાડુ (Tamilnadu)ના ડિંડિગુલ (Dindigul)માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ખેડૂતને તેના પાડોશીઓએ મોતને ઘાટ ઉતારી દીધો, કારણ, ખેડૂતે તેના કૂતરાને `કૂતરો` કહી બોલાવ્યો.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
તમિલનાડુ (Tamilnadu)ના ડિંડિગુલ (Dindigul)માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ખેડૂતને તેના પાડોશીઓએ મોતને ઘાટ ઉતારી દીધો, કારણ, ખેડૂતે તેના કૂતરાને `કૂતરો` (Calling Dog a Dog)કહી બોલાવ્યો. આ મામલો થાડિકુમ્બુ ગામનો છે.
મૃતક રાયપ્પન થાડિકોમ્બુનો એક ખેડૂત છે. તેને હંમેશા તેના પાડોશી ડૈનિયલ અને વિન્સેટ સાથે કૂતરાને લઈ ઝઘડો થતો હતો. તે તેના સંબંધી પણ હતાં. રાયપ્પન તેને કહેતો હતો કે તેમનો કૂતરો ખુબ જ આક્રમક છે. તે રસ્તા પર ચાલતાં લોકોને નુકશાન પહોંચાડે છે. તે હંમેશા કૂતરાને બાંધી રાખવાનું કહેતો હતો. તેમ છતાં પાડોશી પોતાના કૂતરાને ખુલ્લો રાખતાં હતાં.
કહેવામાં આવી રહ્યું છે કે કૂતરાએ કેટલાય લોકોને બચકાં ભર્યા હતાં. રાયપ્પને પણ કેટલીય વાર કરડ્યું છે. એ જ કારણસર તે પાડોશીની નિંદા કરતો હતો. તેણ કેટલીય વાર અંગે ફરિયાદ પણ કરી. તેમ છતાં પાડાશીએ કૂતરાને બાંધાવનું શરૂ ન કર્યુ તો રાયપ્પને તેના કૂતરાને તેના નામને બદલે કૂતરો બોલાવવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો: Mumbai: શાળાના પ્રિન્સિપાલે કેબિનમાં બોલાવી કરી અશ્લીલ હરકત, સગીરે જણાવી આપવીતી
જેના કારણે પડોશીઓ ગુસ્સે થયા હતા. રવિવારે જ્યારે રાયપ્પન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારબાદ તેણે પાડોશીના કૂતરાને `ડોગ` કહીને બોલાવ્યો અને પડોશીઓ ગુસ્સે થઈ ગયાં. આ જ મામલે રાયપ્પન અને પાડોશી વચ્ચે જીભાજોડી થઈ. રાયપ્પને કહ્યું કે હું આને `કૂતરો` કહીને જ બોલાવીશ. અંતે આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લીધું. રાયપ્પ બાજુમાંથી એક લાકડી લઈ આવ્યો અને કૂતરાને મારવાનો પ્રયાસ કર્યો. આ જોઈ ડૈનિયર અને વિન્સેટે તેને ધક્કો માર્યો અને તે નીચે પડી ગયો. રાયપ્પનને માથાં પર ગંભીર ઈજા પહોંચી હોવાથી તેનુ મોત થઈ ગયું. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.