° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


અનેક ટેરરિસ્ટોનો ગૉડફાધર પકડાયો

23 October, 2012 03:24 AM IST |

અનેક ટેરરિસ્ટોનો ગૉડફાધર પકડાયો

અનેક ટેરરિસ્ટોનો ગૉડફાધર પકડાયોઆતંકવાદ સામેની લડાઈમાં ગઈ કાલે ભારતને મોટી જીત મળી હતી. આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન માટે કામ કરતા ૩૫ વર્ષના ફસીહ મોહમ્મદની ગઈ કાલે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરર્પોટ પર ધરપકડ કરવામાં આવી હતી. તે લાંબા સમયથી સાઉદી અરેબિયામાં કેદ હતો. ભારતીય અધિકારીઓ તેને સોંપવા માટે સતત સાઉદી અરેબિયા સરકારના સંપર્કમાં હતા. કેન્દ્ર સરકારે ફસીહની ધરપકડને અત્યંત મહત્વની ઘટના ગણાવી હતી. એનું કારણ એ છે કે ફસીહ મોહમ્મદ ઇન્ડિયન મુજાહિદ્દીન માટે ભરતી કરવાનું કામ કરતો હતો. ગયા વર્ષે બિહાર, ઉત્તર પ્રદેશ તથા અન્ય સ્થળેથી પકડાયેલા ૧૩ જુદા-જુદા આતંકવાદીઓએ ફસીહે તેમની ભરતી કરી હોવાનું સ્વીકાર્યું હતું. કેન્દ્રીય ગૃહસચિવ આર. કે. સિંહે ગઈ કાલે ફસીહની ધરપકડને અત્યંત મહત્વની ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ફસીહ વિરુદ્ધ નક્કર પુરાવાઓ ભારત સરકારે સાઉદી અરેબિયાને આપ્યા હતા. 

ફસીહ બૅન્ગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલા બ્લાસ્ટ તથા દિલ્હીની જામા મસ્જિદની બહાર થયેલા ગોળીબારની ઘટનામાં મુખ્ય આરોપી છે. બિહારના દરભંગા જિલ્લાના સમૈલા ગામનો વતની ફસીહ છેલ્લાં પાંચ વર્ષથી એન્જિનિયર તરીકે સાઉદી અરેબિયામાં કામ કરતો હતો. બાદમાં સાઉદી અરેબિયા સરકારે તેની ધરપકડ કરી હતી. ભારતે ફસીહ વિરુદ્ધ ઇન્ટરપોલની રેડ કૉર્નર નોટિસ પણ મેળવી હતી. અગાઉ ફસીહની પત્ની નિખત પરવીને તેનો પતિ ભારતીય એજન્સીની કસ્ટડીમાં હોવાનો દાવો કરતાં સુપ્રીમ ર્કોટમાં અપીલ કરી હતી. જોકે ભારત સરકારે તેનો આરોપ નકાર્યો હતો. ફસીહના પિતા ફિરોઝ અહમદ સ્થાનિક પબ્લિક હેલ્થ સેન્ટરના ઇન્ચાર્જ છે, જ્યારે તેની માતા દરભંગામાં સ્કૂલ-ટીચર છે. 

23 October, 2012 03:24 AM IST |

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

૨૫ વર્ષમાં ભારત કેવું હોવું જોઈએ એના આઇડિયાઝ મોકલો : મોદીની અપીલ

મોદીએ ‘આઝાદી કા અમ્રિત મહોત્સવ’ પર્વમાં જનતા પણ વધુને વધુ સહભાગી થાય એ દિશામાં આગળ વધવા સંસદસભ્યોને કહ્યું છે.

28 July, 2021 12:30 IST | New Delhi | Agency
રાષ્ટ્રીય સમાચાર

બોમ્માઈ કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન

વ્યવસાયે એન્જિનિયર બોમ્માઈ ૨૦૦૮માં જનતા દળ (સેક્યુલર) છોડીને બીજેપીમાં જોડાયા હતા. કન્નડ, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષા પર તેમની સારી પકડ છે.

28 July, 2021 12:13 IST | Karnataka | Agency
રાષ્ટ્રીય સમાચાર

કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસરાવ એસ. બોમ્મઈએ લીધા શપથ

કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસરાવ બમ્મઈએ શપથ લીધા છે.

28 July, 2021 11:57 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK