° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


એક્ઝામ્સ હાઇબ્રિડ મોડમાં લેવા સીબીએસઈને આદેશ આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

19 November, 2021 03:08 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

દાલતે એનું કારણ આપતાં જણાવ્યું હતું કે આ તબક્કે એક્ઝામ્સની પ્રક્રિયાને ડિસ્ટર્બ કરવી યોગ્ય નહીં રહે.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો

સુપ્રીમ કોર્ટે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની એક્ઝામ્સ માટે વિદ્યાર્થીઓને માત્ર ઑફલાઇન મોડને બદલે હાઇબ્રિડ મોડનો ઑપ્શન પૂરો પાડવા માટે સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન) અને સીઆઈએસસીઈ (કાઉન્સિલ ફૉર ધી ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ)ને આદેશ આપવાની ગઈ કાલે ના પાડી દીધી હતી. અદાલતે એનું કારણ આપતાં જણાવ્યું હતું કે આ તબક્કે એક્ઝામ્સની પ્રક્રિયાને ડિસ્ટર્બ કરવી યોગ્ય નહીં રહે. અદાલતે એ વાતને ધ્યાનમાં લીધી હતી કે સીબીએસઈની પહેલા ટર્મની બોર્ડ એક્ઝામ્સ ૧૬ નવેમ્બરથી ઑલરેડી શરૂ થઈ ગઈ છે, જ્યારે સીઆઈએસસીઈની પહેલા સેમેસ્ટરની બોર્ડ એક્ઝામ્સ ૨૨નવેમ્બરથી શરૂ થશે. સીબીએસઈ વતી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને સી. ટી. રવિશંકરની બેન્ચને જણાવ્યું હતું કે ઑફલાઇન મોડમાં બોર્ડ એક્ઝામ્સ લેવા માટે તમામ પ્રિકૉશન્સ લેવામાં આવ્યાં છે. એક્ઝામિનેશન સેન્ટર્સની સંખ્યા ૬૫૦૦થી વધારીને ૧૫,૦૦૦ કરવામાં આવી છે.  

19 November, 2021 03:08 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

લખનઉ: ટિકિટ ન મળવાથી નારાજ સપા નેતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

પોલીસે તેમને રીતે બચાવ્યા છે.

16 January, 2022 03:39 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Coronavirus: દેશમાં 24 કલાકમાં 2.71 લાખ નવા કેસ નોંધાયા, 314 મૃત્યુ

તે જ સમયે 24 કલાકમાં 1,38,331 દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાં ચેપનો દર વધીને 16.28 ટકા થઈ ગયો છે.

16 January, 2022 02:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

મોલનુપિરાવીર કોરોના સામેની લડતમાં ખરેખર મૅજિક બુલેટ છે?

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ અને ડ્રગ્ઝ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાના અલગ-અલગ ઓપિનિયન્સના કારણે મેડિકલ જગત બે ભાગમાં વહેંચાયું

16 January, 2022 09:54 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK