સુપ્રીમ કોર્ટને લાગે છે કે આ નિયમને કારણે મહિલાઓની નોકરી જઈ શકે છે
ફાઇલ તસવીર
મહિલાઓને દર મહિને મેન્સ્ટ્રુઅલ પિરિયડ સમયે રજા આપવામાં આવે એ મુદ્દે કરવામાં આવેલી એક જનહિતની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ પ્રકારનો નિર્ણય તેમના વિરોધમાં જઈ શકે અને તેમને નોકરીમાંથી દૂર કરવામાં પણ આવી શકે છે.
આ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે ‘આ મુદ્દો નીતિવિષયક છે અને એમાં સરકાર જ કોઈ નિર્ણય લઈ શકે એમ છે, આવા મુદ્દે કોર્ટ કોઈ નિર્ણય લઈ શકે એમ નથી. અમે અરજદારને આ બાબતે મહિલા અને બાળ વિકાસ ખાતાના સેક્રેટરી અને વધારાનાં સૉલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીનો સંપર્ક કરવાની મંજૂરી આપીએ છીએ. સરકાર તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે વાતચીત કરીને કોઈ નિર્ણય લઈ શકે એમ છે. ’
ADVERTISEMENT
હાલમાં બિહારમાં મહિલા-કર્મચારીઓને બે દિવસ અને કેરલામાં મહિલા-સ્ટુડન્ટ્સને ત્રણ દિવસની મેન્સ્ટ્રુઅલ લીવ મળે છે.