Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સોમનાથ સહિતના ચાર જયોતિલિંગ દર્શન માટે ખાસ ટ્રેન

સોમનાથ સહિતના ચાર જયોતિલિંગ દર્શન માટે ખાસ ટ્રેન

16 December, 2020 06:30 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોમનાથ સહિતના ચાર જયોતિલિંગ દર્શન માટે ખાસ ટ્રેન

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


રેલવેએ આવતા મહીને સોમનાથ જયોતિલિંગય સહીત ચાર જયોતિલિંગ દર્શન માટે ખાસ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ખાસ ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રિકોને સોમનાથ સહિત ચાર જયોતિલિંગ સાથે સાથે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન તથા સાબરમતિ આશ્રમ નિહાળવાની તક મળશે તેમ રેલવેએ જણાવ્યું હતું.

જો તમે ચાર જયોતિલિંગ દર્શન કરવાની ઇચ્છા રાખતા હો તો તમારા માટે આ ખાસ ટ્રેન ઉપયોગી છે. આગામી માસ દરમિયાન દોડનારી આ ખાસ ટ્રેનથી મહાકાલેશ્ર્વર, ઓમકારેશ્ર્વર, નાગેશ્ર્વર અને સોમનાથ ઉપરાંત દ્વારકાધીશ મંદિર અને સબારમતિ આશ્રમના દર્શનનો લાભ લઇ શકાશે. આઇ.આર.સી.ટી.સી.એ પ્રવાસીઓને યાત્રિકોને નજરમાં રાખી આ ચાર જયોતિલિંગ યાત્રા ટ્રેનની જાહેરાત કરી છે.



૨૭મી જાન્યુઆરીએ જલઘરથી આ યાત્રા શરૂ થઇ લુધીયાણા, ચંડીગઢ, અંબાલા, કુરૂક્ષેત્રે, કરનાલ, ખાણીયાના રસ્તે થઇ દિલ્હી, રેવાડી, અઠવર, જયપુર થઇને પસાર થશે. આ સ્થળોએથી પણ યાત્રિકો ટ્રેનમાં બેસી શકશે. સાત રાત્રી અને આઠ દિવસનું આ ટુર પેકેજ છે. વિશેષ ટ્રેનમાં ૧૦ કોચ હશેજેમાં પાંચ એ.સી. સ્લીપર અને પાંચ સ્લીપર શ્રેણીના હશે.આઇઆરસીટીસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર એસી સ્લીપર કોચમાં વ્યકિત દીઠ રૂ. ૧૨૬૦૦ લેવાશે. જયારે સામાન્ય સ્લીપર કોચમાં વ્યકિત દીઠ રૂ. ૧૨૬૦૦ લેવાશે. જયારે સામાન્ય સ્લીપર કોચમાં વ્યકિતદીઠ ભાડુ રૂ. ૭૫૬૦ લેવાશે. આ ટુર પેકેજમાં રહેવાની અને ખાવાની સુવિધા પૂરી પડાશે. શુઘ્ધ શાકાહારી ભોજન, હોટલ ધર્મશાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. અને જે તે સ્થળે ફરવા માટે બસની વ્યવસ્થા કરાશે. અનુભવી ટુર મેનેજર યાત્રિકોની સુવિધા સગવડતાનું ઘયન રાખવા સાથે રહેશે.


ચાર જયોતિલિંગ ધામની યાત્રા માટે ઓનલાઇન ટિકીટ બુકીંગ સાથે સાથે સ્ટેશન કાઉન્ટર પર પણ સુવિધા ઉપલબ્ધ થશે. નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર પ્લેટ ફોર્મ નં. ૧૬ ઉપર જવા માટે ખાસ ટિકીટ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત લખનૌ, આગ્રા, દિલ્હી, જયપુર, વારાણસી, ચંડીગઢ સ્થિત આઇઆરસીટીસ કાર્યાલય ખાતે પણ બુકીંગ કરાવી શકાશે.

મોબાઇલ નંબર ૮૨૮૭૯ ૩૦૭૪૯ અને ૮૨૮૭૯ ૩૦૭૧૨ ઉપર સવારે ૮ વાગ્યાથી રાત્રીના ૮ વાગ્યા સુધી પર્યટન સંબંધી જાણકારી મેળવી શકાશે.


Whatsapp-channel Whatsapp-channel

16 December, 2020 06:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK