° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


૨૦૨૪ સુધી કૉન્ગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા જ રહેશે : અહેવાલ

22 July, 2021 10:44 AM IST | New Delhi | Agency

સૂત્રોનું કહેવું માનીએ તો ૨૦૨૪ની આગામી લોકસભા ચૂંટણી સુધી સોનિયા ગાંધી જ કૉન્ગ્રેસના વચગાળાના અધ્યક્ષ બન્યા રહેશે. 

સોનિયા ગાંધી

સોનિયા ગાંધી

છેલ્લા ઘણા સમયથી કૉન્ગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગ થઈ રહી છે પણ પાર્ટી આ ચૂંટણીને ટાળી રહી છે. ૨૦૨૪ લોકસભા ચૂંટણી સુધી કૉન્ગ્રેસ અધ્યક્ષ પદને લઈને કોઈ બદલાવ થતો નથી જોવા મળી રહ્યો. જોકે પાર્ટીમાં બળવાખોર નેતાઓને સંગઠનમાં મહત્ત્વની જવાબદારી આપવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું માનીએ તો ૨૦૨૪ની આગામી લોકસભા ચૂંટણી સુધી સોનિયા ગાંધી જ કૉન્ગ્રેસના વચગાળાના અધ્યક્ષ બન્યા રહેશે. 
સાથે એવી પણ સંભાવના છે કે દેશની સૌથી જૂની પાર્ટી યુવા ચહેરાઓને સંગઠનમાં પ્રમુખપદો પર નિયુક્ત કરી શકે છે. યુવા કૉન્ગ્રેસ નેતાઓ અને ગાંધીના વફાદારોને પાર્ટી સંગઠનની અંદર મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ મળી શકે છે.
રાહુલ ગાંધીના કૉન્ગ્રેસ અધ્યક્ષના રૂપમાં નિયુક્ત થવાની સંભાવના નથી. જોકે ટોચના સ્તર પર નિર્ણય લેવાનું તેઓ ચાલુ રાખશે. 
પાર્ટીમાંથી ચાર કાર્યકારી અધ્યક્ષોની નિયુક્ત‌િની આશા છે, જે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મદદ કરશે. કૉન્ગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ પદ માટે ગુલામ નબી આઝાદ, સચિન પાઇલટ, કુમારી શૈલજા, મુકુલ વાસનિક અને રમેશ ચેન્નીથલા સૌથી આગળ છે. 
અહીં આ જાણવું જરૂરી છે કે ગુલામનબી આઝાદ એ જી-૨૩ સમૂહના નેતા છે જેને સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં બદલાવની માગ કરી હતી, બીજી તરફ સચિન પાઇલટ એક સમયે પોતાનું બળવાખોર વલણ બતાવી ચૂક્યા છે. તેમણે ત્યારે મહામહેનતે પક્ષમાં કમબૅક કર્યું હતું.

22 July, 2021 10:44 AM IST | New Delhi | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત જિલ્લામાં અંદાજીત 1700 કરોડનું નુકસાન

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે કેટલાય લોકોના જીવ ગયા છે. આ સાથેજ પૂરગ્રસ્ત વિસ્તારોમાં કરોડોનું નુકસાન થયુ છે.

27 July, 2021 08:16 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

પેરુવિયન સ્વતંત્રતાની 200મી એનિવર્સરીનો સ્મૃતિ સમારોહ

પેરુ અને ભારત બે એવા દેશ છે જેમનો ભવ્ય ઇતિહાસ છે અને આગળ દ્રષ્ટિ કરતું ભવિષ્ય છે અને બંન્ને દેશ એકબીજા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવે છે

27 July, 2021 07:39 IST | Mumbai | Partnered Content
રાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં તોફાની પવને બાવીસ કારને સપાટામાં લીધી : આઠનાં મૃત્યુ

અમેરિકામાં કૅનોશથી મળેલા અહેવાલ મુજબ યુટામાં તોફાની પવનને કારણે મોટા રસ્તા પર બાવીસ જેટલાં વાહનો એકમેક સાથે ટકરાતાં બાળકો સહિત ઓછામાં ઓછા ૮ જણનાં મૃત્યુ થયાં હતાં અને બીજા ૧૦ જણને ઈજા થઈ હતી.

27 July, 2021 03:44 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK