° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


સોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાયાં

07 October, 2022 08:25 AM IST | Bangalore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરોગ્યની ચિંતાઓ છતાં લાંબા સમય બાદ તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં જોડાયાં હતાં

મંડ્યા જિલ્લામાં ગઈ કાલે કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રામાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની સાથે કૉન્ગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી.

મંડ્યા જિલ્લામાં ગઈ કાલે કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રામાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની સાથે કૉન્ગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી.

સોનિયા ગાંધી ગઈ કાલે કર્ણાટકમાં તેમના દીકરા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાયાં હતાં. આરોગ્યની ચિંતાઓ છતાં લાંબા સમય બાદ તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં જોડાયાં હતાં.

બીજી તરફ કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે તેઓ માત્ર અડધો કિલોમીટર ચાલ્યાં હતાં અને જતાં રહ્યાં. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ યાત્રા જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એવા કર્ણાટકમાંથી પસાર થઈ રહી છે, પરંતુ એની આ રાજ્ય પર કોઈ અસર નહીં થાય. મંડ્યામાં રાહુલ ગાંધીની કૂચમાં કૉન્ગ્રેસનાં અધ્યક્ષ મોટી સંખ્યામાં કૉન્ગ્રેસના કાર્યકરો સાથે થોડુંક અંતર ચાલ્યાં હતાં ત્યાર બાદ કારમાં જતાં રહ્યાં હતાં. 

07 October, 2022 08:25 AM IST | Bangalore | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Andhra Pradesh Crime: મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની ગળું કાપી હત્યા

એક સોફ્ટવેર પ્રોફેશનલ પર દવાનો અભ્યાસ કરતી તેની ગર્લફ્રેન્ડનું ગળું કાપીને છરી વડે હત્યા કરવાનો આરોપ છે.

06 December, 2022 02:52 IST | Andhra Pradesh | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

શું છે મહાપરિનિર્વાણ દિવસ? ડૉ. આંબેડકરની પુણ્યતિથિ કેમ ઉજવાય છે આ રીતે?

દરવર્ષે 6 ડિસેમ્બરના દિવસે ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે તેમની પુણ્યતિથિ પર મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે.

06 December, 2022 12:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

BR Ambedkar:રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ

આજે દેશના બંધારણના નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર (BR Ambedkar)ની 67મી પુણ્યતિથિ છે.

06 December, 2022 12:11 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK