° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


રસ્તા વચ્ચે દીકરાએ બતાવી ક્રૂરતા, પિતાના કપડાં કાઢીને એક પછી એક લગાડ્યા લાફા

20 September, 2022 06:09 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાજસ્થાનના (Rajasthan) જોધપુરમાં (Jodhpur) સંબંધોને શરમાવનાર એક વીડિયો (Video) સામે આવ્યો છે. વીડિયોમાં એક યુવક પોતાના પિતાને (Son beating to his on father in mid of the road) અર્ધનગ્ન કરી મધરસ્તે ઢોર માર મારી રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાનના (Rajasthan) જોધપુરમાં (Jodhpur) સંબંધોને શરમાવનાર એક વીડિયો (Video) સામે આવ્યો છે. વીડિયોમાં એક યુવક પોતાના પિતાને (Son beating to his on father in mid of the road) અર્ધનગ્ન કરી મધરસ્તે ઢોર માર મારી રહ્યો છે. મામલો જિલ્લાના રાતાનાડા થાણાં ક્ષેત્રની અજિત કૉલોનીનો (Ajit Colony) છે. આ શરમજનક ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે કળયુગનો કપૂત રસ્તાની વચ્ચોવચ પિતાને અર્ધનગ્ન કરીને દોડાવી દોડાવીને મારી રહ્યો છે.

વૃદ્ધનું નામ રાજેન્દ્ર ગૌડ અને દીકરાનું નામ છત્રસાલ છે. જે શહેરની પૉશ માનવામાં આવતા વિસ્તાર અજિત કૉલોનીમાં રહે છે. છત્રસાલ નામના પુત્રએ પોતાના વૃદ્ધ પિતાને દોડાવી દોડાવીને મારતો રહે છે. ઘટનાના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે છત્રસાલ પોતાના પિતાને લઈને રસ્તા પર આવે છે. વૃદ્ધ પિતા માત્ર નેકકર પહેરેલા જોવા મળે છે. પછી દીકરો પિતાને માર મારે છે ધક્કા મુક્કી કરે છે. બન્ને એક ઘર તરફ ઈશારો કરીને કંઇક બોલતા પણ જોવા મળે છે. વૃદ્ધ પિતા પોતાના દીકરા સામે હાથ જોડીને દયાની ભીખ માગી રહ્યા છે, પણ યુવક પર તેની કોઈ અસર થતી નથી.

મોટાભાગે દીકરો કરતો હોય છે આવી હરકત

તે નિર્દયતાથી તેમને મારતો જાય છે. ત્યાર બાદ યુવક એક લાકડી ઉપાડીને સીસીટીવી કેમરા તરફ પણ ફેંકે છે. ત્યાર બાદ પિતા તેની પાછળ જાય છે તો તે તેમને ધક્કો મારવાનો ઇશારો પણ કરતો જોવા મળે છે. આ આખી ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તો મામલે પાડોશીઓનું કહેવું છે કે દીકરો મોટાભાગે આવું વર્તન કરતો હોય છે. કોઈ તેને અટકાવવાનો પ્રયત્ન કરે તો તેની સાથે પણ ઝગડો કરે છે. અનેક વાર પાડોશીઓ સાથે પણ મારપીટ કરી ઘટનાને અંજામ આપી ચૂક્યો છે.

આ પણ વાંચો : મુંબઈના આ ગુનાઓ દેશભરના સમાચારોમાં ચમક્યા

તોડી દીધા હતા પાડોશીના દાંત

તાજેતરમાં છત્રસાલે એક પાડોશી પર હાથ ઉગામ્યો હતો અને તેના દાંત તોડી દીધા હતા. પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી, પણ કોઇ પુખ્ત કાર્યવાહી થઈ નહોતી. હવે તે પોતાના પિતાની ક્રૂરતાથી ધોલાઈ કરતો વીડિયો વાયરલ થયા બાગ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે.

20 September, 2022 06:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાયા હિમાચલના કુલ્લુની દશેરા રથ યાત્રામાં

વડાપ્રધાને હિમાચલના કુલ્લુમાં બિલાસપુર AIIMSનું કર્યું ઉદ્ઘાટન

06 October, 2022 05:35 IST | Kullu | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Keralaમાં મોટો રોડ અકસ્માત, બે બસની અથડામણમાં 9ના મોત, 38 ઈજાગ્રસ્ત

કેએસઆરટીસીની એક બસના ટૂરિસ્ટ બસ સાથે અથડાવાથી 9ના જીવ ગયા અને 38 ઈજાગ્રસ્ત થયા છે. પર્યટક માત્ર એર્નાકુલમ જિલ્લામાં બસેલિયોસ વિદ્યાનિકેતનના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈને ઉટી જઈ રહી હતી.

06 October, 2022 04:49 IST | Kerala | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

`ભારત જોડો` યાત્રામાં કર્ણાટક પહોંચીને રાહુલ ગાંધી સાથે જોડાયાં સોનિયા ગાંધી

સોનિયા ગાંધીનું કર્ણાટક વિધાનસભા ચૂંટણીના થોડાક મહિના પહેલા માંડ્યામાં પદયાત્રા કરવું આ કારણે પણ મહત્વપૂર્ણ છે કે તે દેવગૌડા પરિવારનું વર્ચસ્વ ધરાવતું ક્ષેત્ર માનવામાં આવે છે.

06 October, 2022 12:38 IST | Karnatak | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK