Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૨૫ વર્ષમાં ભારત કેવું હોવું જોઈએ એના આઇડિયાઝ મોકલો : મોદીની અપીલ

૨૫ વર્ષમાં ભારત કેવું હોવું જોઈએ એના આઇડિયાઝ મોકલો : મોદીની અપીલ

28 July, 2021 12:30 PM IST | New Delhi
Agency

મોદીએ ‘આઝાદી કા અમ્રિત મહોત્સવ’ પર્વમાં જનતા પણ વધુને વધુ સહભાગી થાય એ દિશામાં આગળ વધવા સંસદસભ્યોને કહ્યું છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સ્વાતંત્ર્યને ૭૫ વર્ષ પૂરાં થવા બદલ આયોજિત  ‘આઝાદી કા અમ્રિત મહોત્સવ’ નિમિત્તે બહુવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવા અને આ પર્વની મોટા પાયે ઉજવણી કરવાનો બીજેપીના સંસદસભ્યોને ગઈ કાલે અનુરોધ કર્યો હતો.

મોદીએ આ સંસદસભ્યોને એવું જણાવ્યું હોવાનું કહેવાય છે કે ‘આવતાં ૨૫ વર્ષ પછી એટલે કે ૨૦૪૭માં ભારતીય સ્વાતંત્ર્યને ૧૦૦ વર્ષ પૂરાં થશે એટલે આવતાં ૨૫ વર્ષમાં ભારત કેવું હોવું જોઈએ અને કેવું હશે એ વિષયમાં આઇડિયાઝ તથા વિઝન સૂચવવા તમે લોકોને અપીલ કરો.’ મોદીએ ‘આઝાદી કા અમ્રિત મહોત્સવ’ પર્વમાં જનતા પણ વધુને વધુ સહભાગી થાય એ દિશામાં આગળ વધવા સંસદસભ્યોને કહ્યું છે.

સંસદની કાર્યવાહી ખોરવી નાખવા બદલ કૉન્ગ્રેસ પર પ્રહાર

નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સંસદની કાર્યવાહી ખોરવી નાખવા બદલ કૉન્ગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ગઈ કાલે બીજેપી સંસદીય પક્ષની બેઠકમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસના સંસદસભ્યોને સ્વસ્થ અને સક્ષમ ચર્ચા કરવામાં કે લોકસભા કે રાજ્યસભાની કાર્યવાહી નિષ્ઠાપૂર્ણ રીતે ગંભીરતાપૂર્વક ચલાવવામાં રસ નથી. તેઓ ઇરાદાપૂર્વક સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી ખોરંભે ચડાવે છે.’
વડા પ્રધાને કોરોના વિશે ગૃહના વિવિધ નેતાઓની ગઈ ૨૦ જુલાઈએ યોજાયેલી બેઠકમાં હાજરી નહીં આપવા બદલ કૉન્ગ્રેસની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસી સંસદસભ્યો એક તરફ સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી થંભાવી દે છે અને બીજી તરફ કોરોના રોગચાળા વિશેની સર્વપક્ષીય બેઠકમાં પણ હાજરી આપતા નથી. તેમનું એ વર્તન માનવતાવિરોધી છે. બીજેપીના સંસદસભ્યોએ કૉન્ગ્રેસની આ અળવિતરાઈ દેશની જનતા સમક્ષ ઉઘાડી પાડવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2021 12:30 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK