° °

આજનું ઇ-પેપર
Tuesday, 24 May, 2022


SCએ ચૂંટણીમાં ફ્રીબીઝ અંગે ચિંતા વ્યક્ત કરી, કેન્દ્ર અને ECIને પાઠવી નોટિસ

25 January, 2022 06:47 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે પણ કેન્દ્ર સરકાર પાસે આ અંગે કાયદો બનાવવાની માગ કરી છે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

ચૂંટણીમાં જનતાને મફતમાં વસ્તુઓ આપવાના વચનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એક અરજી પર સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને ભારતીય ચૂંટણી પંચ (ECI)ને નોટિસ મોકલી છે. અરજીમાં ચૂંટણી ચિહ્નો જપ્ત કરવા અને જાહેર નાણાંનો ઉપયોગ કરીને મફત વસ્તુઓ આપવાનું વચન આપનાર પક્ષોની નોંધણી રદ કરવાના નિર્દેશોની માગ કરવામાં આવી હતી.

બાર અને બેન્ચના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે પણ કેન્દ્ર સરકાર પાસે આ અંગે કાયદો બનાવવાની માગ કરી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમન્ના, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીએ આ અરજી પર સુનાવણી કરી હતી. બેંચે કહ્યું કે અરજીમાં ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જોકે, બેન્ચે એ પણ ધ્યાન દોર્યું કે અરજદાર દ્વારા માત્ર પસંદગીના પક્ષકારોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

CJIએ કહ્યું કે “આ એક ગંભીર મુદ્દો છે અને મફત વિતરણ માટેનું બજેટ નિયમિત બજેટથી અલગ છે. ભલે તે ભ્રષ્ટાચારી કૃત્ય નથી, પરંતુ તે ક્ષેત્રમાં અસમાનતા પેદા કરે છે. આ ઉપરાંત CJIએ કહ્યું કે “તમે એફિડેવિટમાં ફક્ત બે નામ સામેલ કર્યા છે.” અરજીમાં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવેલી જાહેરાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં આમ આદમી પાર્ટી, શિરોમણી અકાલી દળ, કોંગ્રેસનું નામ સામેલ છે.

અરજદારે કહ્યું હતું કે “ફ્રીબીઝ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. ઉપાધ્યાયે એ જાહેર કરવા માટે પણ પ્રાર્થના કરી છે કે ચૂંટણી પહેલાં જાહેર નાણાં દ્વારા મતદારોને આકર્ષવા માટેનું વચન અથવા વિતરણ એ બંધારણની કલમ 14, 162, 266(3) અને 282નું ઉલ્લંઘન છે.”

અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યું કે કેટલાક રાજ્યો એવા છે કે જેના પર વ્યક્તિ દીઠ 3 લાખ રૂપિયાનો દેવાનો બોજ છે અને તેમ છતાં મફતમાં જાહેરાતો કરવામાં આવી રહી છે. ખંડપીઠે આ મામલે નોટિસ જારી કરી છે. તે જ સમયે, આગામી સુનાવણી 4 અઠવાડિયા પછી હાથ ધરવામાં આવશે.

25 January, 2022 06:47 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Gyanvapi Case: જ્ઞાનવાપી કેસની આગામી સુનાવણી 26 મેના રોજ, જિલ્લા કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વારાણસી જિલ્લા કોર્ટ સમક્ષ જ્ઞાનવાપી મસ્જિદ વિવાદની સુનાવણી શરૂ થઈ હતી

24 May, 2022 05:25 IST | Varanasi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

દિલ્હી હાઈકોર્ટમાં ‘વંદે માતરમ’ અને ‘જન ગણ મન’ને સમાન દરજ્જો આપવા દાખલ કરાઈ PIL

હાઈકોર્ટ પાસે તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં દરરોજ વંદે માતરમ અને જન ગણ મન ગાવા સંબંધિત નિર્દેશ માગવામાં આવ્યો છે

24 May, 2022 04:04 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનના કરાચીમાં છે, EDની તપાસમાં થયો ખુલાસો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને આપેલા નિવેદનમાં અંડરવર્લ્ડ ડોનનો ભાણેજ અલીશાહ પારકરે ખુલાસો કર્યો

24 May, 2022 03:18 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK