સંદેશખાલી કેસમાં સુપ્રીમ કોર્ટનો સવાલ
ફાઇલ તસવીર
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) સંદેશખાલી કેસના મુખ્ય આરોપી શાહજહાં શેખ અને તેના સાથીદારો સામે થયેલા જાતીય હુમલા અને જમીન પચાવી પાડવાના જે આરોપ મૂકવામાં આવ્યા છે એની તપાસ ચાલુ રાખશે, કારણ કે ગઈ કાલે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કલકત્તા હાઈ કોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે સવાલ કર્યો હતો કે રાજ્ય સરકાર શા માટે એક વ્યક્તિને બચાવવા માગે છે?
ADVERTISEMENT
બંગાળ-પોલીસ સાથે સંઘર્ષ બાદ CBIએ ગયા ફેબ્રુઆરીમાં શાહજહાંની ધરપકડ કરી હતી અને બીજા દિવસે તૃણમૂલ કૉન્ગ્રેસે તેને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. રૅશન કૌભાંડ સહિતના ૪૨ આરોપો સંદર્ભે કલકત્તા હાઈ કોર્ટે CBIને શાહજહાં શેખ અને તેના સાથીદારો સામે નિષ્પક્ષ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને આ આદેશને પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને CBIને તપાસ જારી રાખવા જણાવ્યું છે.

