અઘોરી બાબાના પ્રેમમાં પાગલ એક રશિયન યુવતીએ તેમની સાથે લગ્ન કરી લીધાં છે અને પોતે હિન્દુ બની ગઈ છે. તેણે ગણેશજીનું મોટું ટૅટૂ પીઠ પર ચિતરાવ્યું છે અને અનેક મંત્રો ત્રોફાવ્યા છે.
અઘોરી બાબાના પ્રેમમાં પાગલ એક રશિયન યુવતીએ તેમની સાથે લગ્ન કરી લીધાં છે
પ્રયાગરાજમાં મહાકુંભમાં સાધના અને તપસ્યાની વાતો વચ્ચે એક અનોખી લવ-સ્ટોરી પણ બહાર આવી છે. અઘોરી બાબાના પ્રેમમાં પાગલ એક રશિયન યુવતીએ તેમની સાથે લગ્ન કરી લીધાં છે અને પોતે હિન્દુ બની ગઈ છે. તેણે ગણેશજીનું મોટું ટૅટૂ પીઠ પર ચિતરાવ્યું છે અને અનેક મંત્રો ત્રોફાવ્યા છે.
હિન્દુ ધર્મને માનતી યુવતી રશિયાથી મહાકુંભમાં આવી હતી, પણ અહીં તેની મુલાકાત અઘોરી બાબા સાથે થઈ અને બેઉની વચ્ચે પ્રેમ થઈ ગયો. તે હવે અઘોરી બાબાને પોતાના પતિ ગણાવે છે. અઘોરી બાબા સાથે રહેવા માટે તે ભારતમાં જ રહી ગઈ. આ યુવતીનું કહેવું છે કે તે ભગવાન ગણેશની ભક્ત છે. તેણે હિન્દુ ધર્મ પણ અપનાવી લીધો છે. તે હવે અઘોરી બાબા સાથે રહીને લોકોને ધર્મનું મહત્ત્વ સમજાવી રહી છે. આ યુવતીનો વિડિયો વાઇરલ થયો છે.
ADVERTISEMENT
શું આ છોકરી તમારી તપસ્યામાં ભંગ પાડે છે? એવા સવાલના જવાબમાં અઘોરી બાબાએ માત્ર હલકું સ્મિત આપ્યું હતું.
અઘોરી બાબાની જિંદગી ઘણી રહસ્યમયી, કઠોર અને સાધનાથી ભરેલી હોય છે. તેઓ મોટા ભાગે સ્મશાનમાં જ રહે છે અને ત્યાં મૃત્યુની સમીપે બેસીને જીવન અને બ્રહ્માંડનાં ઊંડાં રહસ્યોની શોધ લગાવે છે. તેમનું ખાનપાન અને રહનસહન પણ આમ લોકો કરતાં અલગ હોય છે અને તેઓ જંગલોમાં જડીબુટ્ટીથી પોતાનું પેટ ભરે છે. તેઓ સ્મશાનની ભસ્મને પવિત્ર માને છે અને એને જ ધારણ કરે છે.

