Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > RRB-NTPC:વિરોધ કરતા વિદ્યાર્થીઓના સમર્થનમાં રાહુલ-પ્રિયંકા-અખિલેશ, જાણો વિગતો...

RRB-NTPC:વિરોધ કરતા વિદ્યાર્થીઓના સમર્થનમાં રાહુલ-પ્રિયંકા-અખિલેશ, જાણો વિગતો...

26 January, 2022 04:23 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Railway Job Aspirants Protest: રેલવેએ ધાંધલીના આરોપોને લઈને તપાસ માટે એક સમિતિ બનાવી છે. રેલવેએ જણાવ્યું કે ઉમેદવારી 16 ફેબ્રુઆરી 2022 સુધી પોતાની ફરિયાદ સમિતિને પ્રસ્તુત કરી શકે છે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


રેલવે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓનો વિવાદ વધારે ઝડપી બન્યો છે. આજે વિદ્યાર્થીઓએ ગયા રેલવે જંક્શનના આઉટર સિગ્નલ પર ઉભેલી એમટી ટ્રેનના કોચમાં આગ લગાડી દીધી. આ મામલે પૂર્વ-મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રાજેશ કુમારે કહ્યું કે RRB-NTPCના પરિણામ આવ્યા પથી વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળ્યો છે. રેલવે બૉર્ડે વિદ્યાર્થીઓની મુશ્કેલી ઉકેલવા માટે એક કમિટીનું ગઠન કર્યું છે. મારી વિદ્યાર્થીઓવે રિક્વેસ્ટ છે કે તે પોતાના ઘરે જાય અને શાંતિ જાળવી રાખે. તો, ઘટટના અંગે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બપોરે સાડા ત્રણ વાગ્યે પ્રેસ કૉન્ફ્રેન્સ કરી. 

પટના, નવાદા, નાલંદા, બક્સર, આરા સહિત અન્ય ઘણાં વિસ્તારોમાં પણ વિદ્યાર્થીઓ રેલવે ટ્રેક પર ઉતર્યા અને નારેબાજી કરવા માંડ્યા. વિદ્યાર્થીઓ આરઆરબી એનટીપીસી પરીક્ષા પરિણામમાં ગરબડીનો આરોપ મૂકી રહ્યા છે. મંગળવારે પણ વિદ્યાર્થીઓએ અનેક સ્ટેશન પર ટ્રેનો અટકાવી હતી.



વિદ્યાર્થીઓની નારાજગી પર રેલવેએ બનાવી કમિટી
રેલ મંત્રાલયે રેલવેની બન્ને પરીક્ષા (બિન-તકનીકી લોકપ્રિય શ્રેણીઓ અને રેલવે ભરતી બૉર્ડની લેવલ-1) પર હાલ સ્ટે મૂકી દીધો છે. રેલ મંત્રાલયે એક કમિટી બનાવી છે જે પરીક્ષામાં પાસ થયેલા સ્ટૂડેન્ટ અને ફેલ કરવામાં આવેલા સ્ટૂડેન્ટની વાત સાંભળશે. કમિટી આનો રિપૉર્ટ રેલ મંત્રાલયને સોંપશે. ત્યાર બાદ રેલ મંત્રાલય આગળનો નિર્ણય લેશે. વિદ્યાર્થીઓના વિરોધને ધ્યાનમાં રાખીને હાલ રેલવેની પરીક્ષા પર રેલ મંત્રાલયે સ્ટે મૂકી દીધો છે.


વિદ્યાર્થીઓના પ્રદર્શન પર શું બોલ્યા રેલ મંત્રી
આખી ઘટના પર રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, "અમારે એક ઉકેલ શોધવાનો છે કે જે લોકોને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, તે પીડિત ન થાય, પણ જેમને ફરિયાદ છે, તેમને પણ સંબોધિત કરવામાં આવે. કાયદો અને વ્યવસ્થા રાજ્યોની ભૂમિકા છે, અમે રાજ્યો સાથે સતત સંપર્કમાં છીએ. કમિટી બનાવવામાં આવી છે, ક્યાંક-ક્યાંક અનેક વિદ્યાર્થીઓએ સંમતિ પણ આપી છે. વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ છે કે તે પોતાની માગ ઔપચારિક રૂપે રજૂ કરે. અમે આની તપાસ કરશું. હું મારા વિદ્યાર્થી મિત્રોને નિવેદન કરવા માગીશ કે રેલવે તમારી સંપત્તિ છે, તમે તમારી સંપત્તિને સાચવીને રાખો. તમારી ફરિયાદો અને બિંદુ અત્યાર સુધી આગળ આવ્યા છે અને તે બધાંને ગંભીરતાથી લેશું. કોઈપણ વિદ્યાર્થી કાયદાને હાથમાં લે."

કમિટી 4 માર્ચ સુધી પોતાની ભલામણ પ્રસ્તુત કરશે
રેલવે પ્રવક્તાએ બુધવારે માહિતી આપી કે રેલવેએ એક સમિતિ બનાવવામાં આવી છે, જે વિભિન્ન રેલવે ભરતી બૉર્ડ (આરઆરબી) તરફથી આયોજિત પરીક્ષાઓમાં સફળ અને નિષ્ફળ થનારા પરીક્ષાર્થિઓની ફરિયાદની તપાસ કરશે અને બન્ને પક્ષોની ફરિયાદો અને ચિંતાઓ સાંભળ્યા પછી સમિતિ રેલ મંત્રાલયને એક રિપૉર્ટ સોંપશે. આ કમિટીને પોતાનો રિપૉર્ટ સોંપવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે. તપાસ બાદ કમિટી 4 માર્ચ સુધી પોતાની ભલામણ રજૂ કરશે.


રેલવેમાં નોકરી ભરતીનો રિઝલ્ટ આવવા પર શરૂ થયો વિવાદ
હકિકતે રેલવે ભરતી બૉર્ડની ગેર તકનીકી લોકપ્રિય શ્રેણીઓની પરીક્ષા 2021 પરિણામ 14-15 જાન્યઆપીના જાહેર કરવામાં આવ્યા હતા. આ પરીક્ષાઓમાં 1 કરોડ 40 લાખ ઉમેદવાર સામેલ થયા હતા અને પરિણામ આવ્યા પછીથી વિદ્યાર્થીઓમાં અસંતોષનો મુદ્દો છવાયેલો છે. આના વિરોધમાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ બિહાર અને દેશના અન્ય ઘણાં વિસ્તારોમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

રેલવેની વિદ્યાર્થીઓને અપીલ
પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ અનેક સ્થળે રેલવેના પાટાં પર ધરણાં કર્યા, અનેક કલાકો સુધી રેલવે અટકાવી રાખી. જો કે, આ દરમિયાન રેલ મંત્રાલયે મંગળવારે એક નિવેદન જાહેર કરી પ્રદર્શકારી ઉમેદવારોને રેલવેની નોકરી મેળવવા પર આજીવન બૅન કરવાની ચેતવણી પણ આપી. રેલવે તરફથી જાહેર આ નોટિસમાં આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રેલવે ભરતી બૉર્ડ (RRB) સત્યનિષ્ઠાના ઉચ્ચતમ માનકોને જાળવા રાખતા નિષ્પક્ષા અને પારદર્શી ભરતી પ્રક્રિયા સંચાલિત કરવા માટે પ્રતિબદ્ધ છે. રેલવે નોકરીના ઇચ્છુક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તે ભટકી ન જાય અથવા એવા તત્વોના પ્રભાવમાં ન આવે જે પોતાનો સ્વાર્થ સાધવા કોઈનો પણ ઉપયોગ કરવાના પ્રયત્નો કરે છે.

વિદ્યાર્થીઓના ગુસ્સાનું શું છે કારણ?
રેલવે રિક્રૂટમેન્ટ બૉર્ડ્સ રેલવેમાં ભરતી સાથે જોડાયેલી પરીક્ષાઓનું આયોજન કરે છે. જે પરીક્ષાઓને લઈને બિહાર અને ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓમાં ગુસ્સો છે તે બે પરીક્ષાઓ છે, જેના વિશે વિદ્યાર્થીઓને એક જ જાહેરાત દ્વારા ખબર પડી. RRB NTPC એટલે કે, "રેલવે રિક્રૂટમેન્ટ બૉર્ડ નોન ટેક્નિકલ પૉપ્યુલર કેટેગરી" પરીક્ષાના આધાર પર જુદાં-જુદાં પે-ગ્રેડ પર, લગભગ 35 હજાર નોકરીઓ લાગવાની હતી. આ નોકરીઓ માટે 2019માં અરજીપત્ર માગવામાં આવ્યા હતા. આ વર્ષે સપ્ટેમ્બરમાં પરીક્ષા થવાની હતી. પહેલા આ પરીક્ષાની તારીખ માર્ચ 2020 કરવામાં આવી અને પછી કોરોનાને કારણે આ પરીક્ષા ફરી ટાળી દેવામાં આવી. ડિસેમ્બર 2020થી જુલાઈ 2021 વચ્ચે દેશ આખામાંથી આ ભરતી માટે પહેલા ચરણની પરીક્ષા થઈ. તે પરીક્ષાના પરિણામ 14 જાન્યુઆરી 2022ના જાહેર કરવામાં આવ્યા. હવે તેના બીજા ચરણની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2022ના થવાની છે. પણ આ પ્રદર્શનોને કારણે આ પરીક્ષા ફરી પાછળ ધકેલવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

26 January, 2022 04:23 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK