દેશ આ વર્ષે 26 જાન્યુઆરીના 74મો ગણતંત્ર દિવસ ઉજવવાનો છે. આ વખતે ગણતંત્ર દિવસ સમારોહ પુનર્નિર્મિત સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂમાં થશે. પરેડ માટે બુધવારે રિહર્સલ કરવામાં આવી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
દેશ આ વર્ષે 26 જાન્યુઆરીના 74મો ગણતંત્ર દિવસ (Republic Day) ઉજવવાનો છે. આ વખતે ગણતંત્ર દિવસ સમારોહ પુનર્નિર્મિત સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂમાં થશે. પરેડ માટે બુધવારે રિહર્સલ કરવામાં આવી. રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ સમારોહમાં કુલ 23 ઝાંખીઓ (રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી 17, અને વિભિન્ન મંત્રાલયો અને વિભાગોથી 6) દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, આર્થિક અને સામાજિક પ્રગતિ અને મજબૂત આંતરિક અને બાહ્ય સુરક્ષા દર્શાવશે, જે ઔપચારિક પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર ચાલશે. જો તમે ગણતંત્ર દિવસના ઉત્સવનો ભાગ બનવા માગો છો તો ઑનલાઈન ટિકિટ બુક કરી શકો છો.
મેટ્રોમાં ફ્રી ટ્રાવેલ
જણાવવાનું કે ગણતંત્ર દિવસ સમારોહમાં આમંત્રિત લોકો અને ઈ-ટિકિટ લઈને સમારોહ જોવા જનારા લોકોને બે મેટ્રો સ્ટેશનો પર મફત ટ્રાવેલ કરવા મળશે. કર્તવ્ય પથ પાસે આવતા બે સ્ટેશન-ઉદ્યોગ ભવન અને કેન્દ્રીય સચિવાલયથી તમે એગ્ઝિટ કરો છો અને તમારી પાસે ગણતંત્ર દિવસ કાર્યક્રમની ટિકિટ, અથવા આમંત્રણ કાર્ડ અથવા એડમિટ કાર્ડ છે તો તમે આ મેટ્રો સ્ટેશનો પરથી ફ્રીમાં એગ્ઝિટ કરી શકશો.
ગણતંત્ર દિવસ કાર્યક્રમ માટે સરકાર તરફથી એક ઑનલાઈન આમંત્રણ પ્રબંધન પોર્ટલ (www.aamantran.mod.gov.in)ના શરૂ કરવામાં આવ્યા છે. આ પોર્ટલની શરૂઆતના ઈ-શાસન પહેલ હેઠળ શરૂ કરવામાં આવી. આ ઈ-પોર્ટલની મદદથી તમે ગણતંત્ર દિવસના કાર્યક્રમ માટે ઑનલાઈન ટિકિટ ખરીદી શકશે. આની શરૂઆત 6 જાન્યુઆરીથી કરવામાં આવી ચૂકી છે. સરકારે 32,000 ઑનલાઈન ટિકિટ સામાન્ય લોકોમાટે ઉપલબ્ધ કરાવી છે. રક્ષા રાજ્યમંત્રી શ્રી અજય ભટ્ટ પ્રમાણે, આ પોર્ટલ ટિકિટની ખરીદી સરળ બનાવી દેશે અને છાપણીમાં ઉપયોગ થનારા કાગળની પણ બચત થશે. જણાવવાનું કે, જ્યા આ પોર્ટલ પરથી સામાન્ય જનતા પણ ખરીદી શકશે, તો આની મદદથી ગણમાન્ય વ્યક્તિઓ/અતિથિઓને ઇ-આમંત્રણ આપવું સરળ રહેશે.
કેવી રીતે કરાવી શકાશે ઑનલાઈન બુકિંગ
ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે. દરરોજ સવારે 9 વાગ્યાથી બુકિંગ વિન્ડો ઓપન થશે. ટિકિટ બુકિંગની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી છે. જાણો બુકિંગ કરાવવાની રીત.
સૌ પ્રથમ aamantran.mod.gov.in પર વિઝિટ કરો.
વેબસાઈટ પર ગયા બાદ તમારે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
નોંધણી દરમિયાન, તમારે તમારું નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઇલ નંબર જેવી માહિતી પ્રદાન કરવી પડશે.
રજીસ્ટ્રેશન પછી તમારા મોબાઈલ પર OTP આવશે. તેની મદદથી તમે લોગઈન કરો છો.
વેબસાઈટ પર લૉગઈન કર્યા બાદ તમારી સામે ટિકિટ બુકિંગનું ઑપ્શન દેખાશે. અહીં તમને તે બધી ઈવેન્ટ દેખાશે જેની ટિકિટ વેચાઈ રહી છે.
(જે રીતે એફડીઆર-રિપબ્લિક ડે પરેડ, રિપબ્લિક ડે પરેડ, રિહર્સલ-બીટિંગ ધ રિટ્રીટ, બીટિંગ ધ રિટ્રીટ - એફડીઆર, બીટિંગ ધ રિટ્રીટ સેરેમની). તમે કઈ ઈવેન્ટમાં જવા માગો છો તેની પસંદગી કરવી.
ત્યાર બાદ ગણતંત્ર દિવસ ટિકિટ રેન્જને સિલેક્ટ કરો.
હવે તમને તમારી પર્સનલ ડિટેલ જેમ કે નામ, જન્મ તારીખ, એડ્રેસ, ફોન નંબર, આઈડી કાર્ડની માહિતી આપવાની રહેશે.
ડૉક્યૂમેન્ટ અપલોડ કર્યા બાદ પેમેન્ટનું ઑપ્શન આવશે. પેમેન્ટ કરતા જ ટિકિટની બુકિંગ થઈ જશે.
છેલ્લા સ્ટેપમાં ટિકિટને ડાઉનલોડ કરીને રાખી લો.
ટિકિટની કિંમત
જો તમે ગણતંત્ર દિવસ પરેડ જોવા માગો છો તો જણાવવાનું કે ટિકિટની શરૂઆત 20 રૂપિયાથી લઈને 100 રૂપિયા અને 500 રૂપિયા સુધીની છે. જ્યારે તમે ટિકિટ બુક કરતા હશો ત્યારે પેમેન્ટની માહિતી તમને તમારી સ્ક્રીન પર જોવા મળશે.
આ પણ વાંચો : આ વર્ષે રિપબ્લિક-ડેના સેલિબ્રેશનમાં 3D : ડાન્સ, ડ્રોન્સ અને ડેરડેવિલરી જોવા મળશે
આ કારણસર ખાસ છે પોર્ટલ
સુરક્ષા માટે ક્યૂઆ કોડ આધારિક પ્રમાણમાપ
ઈમેલ/એસએમએસ એટલે કે ડિજિટલ માધ્યમ દ્વારા પાસ/ટિકિટ મોકલી શકાય.
ટિકિટ કેન્સલ અને ટ્રાન્સફર નહીં થાય
અતિથિ સ્વીકૃતિ પાસ માટે આરએસવીપી વિકલ્પ
ભવિષ્યની ઘટનાઓના બહેતર સંચાલન માટે ઇવેન્ટ પછી ડેટા વિશ્લેષણ