° °

આજનું ઇ-પેપર
Monday, 25 October, 2021


મહારાષ્ટ્રના નાગપુમાં બળાત્કારનો ભોગ બનેલી પીડિતાએ કરી આત્મહત્યા

15 September, 2021 06:30 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના નાગપુર શહેરમાંએક 16 વર્ષીય બળાત્કાર પીડિતાએ આત્મહત્યા કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં એક16 વર્ષીય બળાત્કારપીડિતાએ આત્મહત્યા કરી. પીડિતા સાથે દુષ્કર્મ કરનાર આરોપી તાજેતરમાં જ જામીન પર જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો. આરોપી બહાર આવ્યો ત્યારથી પીડિતા ગભરાયેલી જોવા મળી હતી. 

જરીપટકા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક નીતિન ફટાંગરેએ જણાવ્યું હતું કે,  પિતા, સાવકી માતા અને ભાઈ સાથે રહેતી યુવતીએ 13 સપ્ટેમ્બરના રોજ જરીપટકા વિસ્તારમાં તેના ઘરમાં કથિત રીતે છત પરથી લટકી જીવન ટૂંકાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરી પર તેની સાવકી માતાના સંબંધીએ કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો, ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

બળાત્કારનો આરોપી તાજેતરમાં જ સેન્ટ્રલ જેલમાંથી જામીન પર છૂટી ગયો હતો. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારથી આરોપી છુટ્યો ત્યારથી યુવતી હતાશ હતી. અધિકારીએ જણાવ્યું કે મૃતક કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે.

15 September, 2021 06:30 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ખેડૂતોના પ્રદર્શન સ્થળ પર શખ્સની ઢોર માર મારી હત્યા, કાંડુ કાપી કરી ક્રુરતા

દિલ્હી-હરિયાણા સરહદ પર સોનીપત જિલ્લાની સિંઘુ સરહદ પર એક યુવાનને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો.

15 October, 2021 06:18 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Vijayadashmi 2021: ડ્રગ્સથી લઈ OTT પ્લેટફોર્મ સહિત મુદ્દા પર બોલ્યા મોહન ભાગવત

વિજયાદશમી( Vijyadashmi) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના 96 માં સ્થાપના દિવસ પર સંઘના વડા મોહન ભાગવતે અનેક મુદ્દાઓ પર કરી વાત

15 October, 2021 12:23 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Lakhimpur Kheri violence case: વધુ એક આરોપીની ધરપકડ કરાઈ

ભારતીની ધરપકડ સાથે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.

12 October, 2021 08:03 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK