° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


રાજસ્થાન કેબિનેટમાં ફેરબદલ, અસંતુષ્ટો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ, 15 મંત્રીઓએ લીધા શપથ

21 November, 2021 08:13 PM IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent

11ને કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે, જ્યારે 4ને રાજ્યકક્ષાના મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે.

ફોટો/પીટીઆઈ

ફોટો/પીટીઆઈ

રાજસ્થાન કોંગ્રેસમાં ભારે ઉથલપાથલ બાદ આખરે આજે ગેહલોત સરકારનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ કોંગ્રેસના ધારાસભ્યો મહેન્દ્રજીત સિંહ માલવિયા, રામલાલ જાટ, મહેશ જોશી અને વિશ્વેન્દ્ર સિંહ સહિત 15 ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. નવી કેબિનેટમાં સચિન પાયલટની છાવણીના મંત્રીઓને સ્થાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જેમાંથી 11ને કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે, જ્યારે 4ને રાજ્યકક્ષાના મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે. કોંગ્રેસે આ મંત્રીમંડળના પુનર્ગઠનમાં ગેહલોત અને પાયલોટ જૂથો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે અને તે મુજબ ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યું છે. 4 દલિત ધારાસભ્યોને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

રાજધાની જયપુરમાં શપથ ગ્રહણ સમારોહમાં રમેશ મીણા, મમતા ભૂપેશ બૈરવા, ભજન લાલ જાટવ અને ટીકારામ જુલીએ રાજસ્થાન સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.

આ સિવાય ગોવિંદ રામ મેઘવાલ અને શકુંતલા રાવતે પણ રાજસ્થાન સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. બ્રિજેન્દ્ર સિંહ ઓલા અને મુરારી લાલ મીણાએ કેબિનેટમાં રાજ્ય મંત્રી તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જણાવી દઈએ કે રાજસ્થાન સરકારમાં ત્રણ મહિલાઓને પણ મંત્રી બનાવવામાં આવી છે.

નવા કેબિનેટની રચના પર મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ટ્વિટ કરીને મંત્રી બનેલા તમામ ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે “રાજસ્થાન સરકારના મંત્રી તરીકે શપથ લેનારા તમામ ધારાસભ્યોને અભિનંદન.”

તેમણે ટ્વિટર પર લખ્યું છે કે “છેલ્લા 35 મહિનામાં અમારી સરકારે રાજ્યને સંવેદનશીલ, પારદર્શક અને જવાબદાર સુશાસન આપવાનું કામ કર્યું છે. તમામ પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ અમારી સરકારે રાજ્યને વિકાસના માર્ગે આગળ ધપાવ્યું છે.

21 November, 2021 08:13 PM IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Omicron Effect: હવે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ નહીં થાય શરૂ, જાણો વિગત

. કેન્દ્ર સરકાર દ્વારા 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.

01 December, 2021 04:47 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Omicron Variant:કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવા નિયમો કર્યા લાગુ

કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નવી ટ્રાવેલ એડવાઈઝરી આજથી લાગુ થશે.

01 December, 2021 04:52 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

News In Short : ભારતમાં ઑમિક્રૉનનો કેસ નથી : આરોગ્યપ્રધાન

કોરોનાની કટોકટી દરમ્યાન અમે ખૂબ શીખ્યા છીએ. આજે આપણી પાસે વ્યાપક રિસોર્સિસ અને લૅબોરેટરીઝ છે. અમે કોઈ પણ સ્થિતિને સંભાળી શકીએ છીએ.’

01 December, 2021 01:25 IST | New Delhi | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK