Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શું બચશે ગેહલોત સરકાર? જયપુર હોટેલમાં નથી આ 22 વિધેયકો

શું બચશે ગેહલોત સરકાર? જયપુર હોટેલમાં નથી આ 22 વિધેયકો

14 July, 2020 03:49 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શું બચશે ગેહલોત સરકાર? જયપુર હોટેલમાં નથી આ 22 વિધેયકો

સચિન પાઇલટ સાથે અશોક ગેહલોત

સચિન પાઇલટ સાથે અશોક ગેહલોત


રાજસ્થાન(Rajasthan)માં કૉંગ્રેસ(Congress) પાર્ટીમાં જ સત્તાને લઈને સંઘર્ષ થઈ રહ્યો છે. સોમવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે(Ashok gehlot) કૉંગ્રેસ વિધેયક દળની બેઠકમાં પોતાની ક્ષમતા દર્શાવી, જેના પછી બધાં વિધેયકોને હોટેલ લઈ જવામાં આવ્યા. પરંતુ હજીપણ સરકાર માથેથી સંકટ ટળ્યું નથી, કારણકે લગભગ 22 વિધેયકો હોટેલમાં હાજર નથી. ગઈ કાલે થયેલી બેઠક બાદ આજે ફરી એકવાર કૉંગ્રેસ વિધેયક દળની બેઠક થવાની છે.

જે વિધેયકો જયપુર હોટેલમાં નથી, આ છે તેમના નામ



1. સચિન


2. રમેશ મીણા

3. ઇંદ્રાજ ગુર્જર


4. ગજરાજ ખટાના

5. રાકેશ પારીક

6. મુરારી મીણા

7. પી.આર.મીણા

8. સુરેશ મોદી

9. ભંવર લાલ શર્મા

10. વેદપ્રકાશ સોલંકી

11. મુકેશ ભાકર

12. રામનિવાસ ગાવડિયા

13. હરીશ મીણા

14. બૃજેન્દ્ર ઓલા

15. હેમારામ ચૌધરી

16. વિશ્વેન્દ્ર સિંહ

17. અમર સિંહ

18. દીપેન્દ્ર સિંહ

19. ગજેન્દ્ર શક્તાવત

આ કૉંગ્રેસ વિધેયકો છે, જ્યારે અન્ય ત્રણ નિર્દળીય છે. જેમાં સુરેશ ટાંક, ઓમ પ્રકાશ અને ખુશવીર સિંહ જોજાવર સામેલ છે. એટલે કે કુલ મળીને 22 વિધેયકો એવા છે, જે કૉંગ્રેસ સાથે નથી.

જણાવવાનું કે સોમવારે વિધેયક દળની બેઠકમાં 100થી વધારે વિધેયક અશોક ગેહલોત સાથે હાજર હતા. ત્યાર બાદ કહેવામાં આવી રહ્યું છે કે ગેહલોત સરકાર પણ જે સંકટ હતું કે ટળી ગયું છે.

પણ સાંજ થતાં થતાં સચિન પાઇલટનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લગભગ 15-20 વિધેયકો તેમની સાથે બેઠેલા જોવા મળે છે. સાથે જ ઘણાં વિધેયકો અને મંત્રીઓ સતત સચિન પાઇલટના સમર્થનમાં ટ્વીટ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ગાંધી પરિવાર સાથે સીધા સંપર્કમાં નથી સચિન પાઇલટ- કૉંગ્રેસ સૂત્ર

એવામાં ગેહલોત સરકાર પરનું સંકટ સંપૂર્ણ રીતે ટળ્યું નથી. અને હવે બધાનું ધ્યાન મંગળવારે થનારી કૉંગ્રેસ વિધેયક દળની બેઠક પર છે.

Whatsapp-channel Whatsapp-channel

14 July, 2020 03:49 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK