° °

આજનું ઇ-પેપર
Wednesday, 08 December, 2021


Delhi Rains:દિલ્હી-NCRમાં વરસાદ, આગામી બે દિવસ ગરમીથી રાહત

17 October, 2021 02:02 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

18 ઑક્ટોબર એટલે કે સોમવારે પણ સામાન્ય વરસાદ આવી શકે છે. ત્યાર બાદ હવામાન શુષ્ક થઈ જશે, પણ ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો શરૂ થશે જેને કારણે ઠંડીનો અનુભવ થશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

દિલ્હી- NCRમાં આજે સવારે સામાન્ય વરસાદ થયો. આગળ મધ્યમ તીવ્રતાની શક્યતા છે. વાદળાને કારણે દિવસના સમયમાં પણ તાપમાનમાં ભારે ઘટાડાની આશા છે. 18 ઑક્ટોબર એટલે કે સોમવારે પણ સામાન્ય વરસાદ આવી શકે છે. ત્યાર બાદ હવામાન શુષ્ક થઈ જશે, પણ ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો શરૂ થશે જેને કારણે ઠંડીનો અનુભવ થશે. શનિવારે અધિકતમ તાપમાન 35.5 ડિગ્રી રહ્યું. આ સામાન્ય રીતે ત્રણ ડિગ્રી વધારે છે. તો ન્યૂનતમ તાપમાન પણ વવધીને 20 ડિગ્રીએ પહોંચ્યું. આ સામાન્ય છે.

આગામી અમુક કલાકોમાં આ વિસ્તારોમાં વરસાદ
દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં આજે સવારે સામાન્ય વરસાદ થયો. તસવીરો ઈસ્ટ વિનોદ નગર એરિયાના NH-24ની છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં આગામી બે કલાક દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આશંકા વ્યક્ત કરી છે. દિલ્હી સાથે યૂપીના નોએડા, ગાઝિયાબાદ, સહારનપુર, મુજફ્ફરનગર અને હરિયાણાના સોનીપત, ભિવાની, રોહતક સહિત અનેક વિસ્તારાોમાં વરસાદની શક્યતા છે.

આજે મધ્યમ તો કાલે સામાન્ય છાંટાની શક્યતા
હવામાન વિભાગ પ્રમાણે રવિવારે અધિકતમ તાપમાનમાં 3થી4 ડિગ્રીનો ઘટાડો આવશે. આ 32 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે ન્યૂનતમ તાપમાન વધીને 21 ડિગ્રી રહેશે. સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ હશે. સામાન્યથી મધ્યમ વરસાદ આવી શકે છે. તો, 18 ઑક્ટોબરના સામાન્ય વરસાદ રહેશે. અધિકતમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ 19 ડિગ્રી પર પહોંચી શકે છે.

આગામી 10 દિવસોમાં થશે ગુલાબી ઠંડીનો અનુભવ
ત્યાર પછી 22 ઑક્ટોબર સુધી તાપમાન 32થી 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન માત્ર 18 ડિગ્રીની આસપાસ રહેશે. એટલે કે આગામી 10 દિવસ દરમિયાન સવારે અને રાતના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થવા માંડશે. દિવસના સમયમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળશે.

કાલ પછી વધશે તાપમાન
સ્કાઇમેટ પ્રમાણે 17 ઑક્ટોબરના વરસાદ થશે અને રાજધાનીના કેટલાક ભાગમાં મધ્યમ સ્તરે વરસાદ પણ થઈ શકે છે. 18 ઑક્ટોબરના બપોર કે સાંજ સુધીમાં હવામાન સ્પષ્ટ થવાનું શરૂ થઈ જશે. પૂર્વી હવાઓ ફરી એકવાર શુષ્ક ઉત્તર અને ઉત્તરી પશ્ચિમી હવાઓમાં ફેરવાઇ જશે. 18 ઑક્ટોબરના તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે. વરસાદની આ ગતિવિધિઓ ઑક્ટોબરમાં વરસાદને સામાન્ય પર લાવી શકે છે. આ વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થશે. શુષ્ટ અને ઠંડા ઉત્તરી પવનોના શરૂ થવાને કારણે 18 ઑક્ટોર પછી ન્યૂનતમ તાપમાન પણ વધશે.

17 October, 2021 02:02 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ઓમિક્રોન સામે કઈ વેક્સિન છે વધુ અસરકારક, કોવેક્સિન કે કોવિશિલ્ડ?

દેશમાં ઓમિક્રોન વેરિયન્ટનો ડર હવામાં વહેવા લાગ્યો છે. કોરોનાના ત્રીજા મોજાને લઈને લોકોના મનમાં ભયનું વાતાવરણ છે. નિષ્ણાતો લોકોને કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોનને લઈને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.

07 December, 2021 08:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

UPમાં પ્રેક્ટિકલ પરીક્ષાના બહાને 17 છોકરીઓને ડ્ર્ગ્ઝ આપી જાતીય સતામણી કરાઇ

યુપીના મુઝફ્ફરનગરમાં 10 ધોરણની 17 છોકરીઓને પ્રેક્ટિકલ પરીક્ષાના બહાને ડ્રગ્સ પીવડાવીને પછી કથિત રીતે તેમની જાતીય સતામણી થઇ હોવાના આરોપ મુકાયા પછી UPના મુઝફ્ફરનગરમાં બે શાળાના સંચાલકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

07 December, 2021 04:44 IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Bhima Koregaon Case: SCએ સુધા ભારદ્વાજના જામીનને પડકારતી NIAની અરજી ફગાવી

NIAની અરજીમાં બોમ્બે હાઈકોર્ટના 1 ડિસેમ્બરના આદેશને પડકારવામાં આવ્યો હતો અને હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે માંગવામાં આવ્યો હતો.

07 December, 2021 03:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK