° °

આજનું ઇ-પેપર
Wednesday, 08 December, 2021


પંજાબમાં લોકોને સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા થવી જ જોઈએ : સિદ્ધુ

25 October, 2021 11:27 AM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં સિદ્ધુ કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા અને ૧૮ પૉઇન્ટના એજન્ડાની બાકી રહેલી બાબતો અંગે ચિંતા વ્યક્ત કરી હતી

નવજોત સિંહ સિદ્ધુ

નવજોત સિંહ સિદ્ધુ

પંજાબના કૉન્ગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ રવિવારે એવું કહ્યું હતું કે રાજ્યએ એવા મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે જે તમામ પંજાબીઓને સ્પર્શે છે. તેમણે કહ્યું હતું કે દરેક પંજાબીને સ્પર્શતા રાજ્યના પ્રાણપ્રશ્નો પર કામ કરવાની જરૂર છે.

સિદ્ધુએ એવું પણ કહ્યું હતું કે રાજ્ય પાસે ફરી ભરપાઈ ન થઈ શકે તેવી નુકસાની માટેની અથવા નુકસાનીને ભરપાઈ કરી દેવાની આ છેલ્લી તક છે. તેમણે કહ્યું હતું કે તેઓ પંજાબના મુખ્ય મુદ્દાઓની અવગણના નહીં થવા દે. હાલમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહ અને પંજાબના અન્ય વરિષ્ઠ કૉન્ગ્રેસી નેતાઓ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં અમરિન્દર સિંહનું નામ ફરી પાકિસ્તાની પત્રકાર સાથે ઊછળ્યું છે.

સિદ્ધુએ કહ્યું હતું કે પંજાબે એના મુખ્ય મુદ્દાઓ પર પાછું આવવું જોઈએ જે દરેક પંજાબી અને આગામી પેઢીને સ્પર્શે છે. દિલ્હીમાં સિદ્ધુ કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા અને ૧૮ પૉઇન્ટના એજન્ડાની બાકી રહેલી બાબતો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

25 October, 2021 11:27 AM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ઓમિક્રોન સામે કઈ વેક્સિન છે વધુ અસરકારક, કોવેક્સિન કે કોવિશિલ્ડ?

દેશમાં ઓમિક્રોન વેરિયન્ટનો ડર હવામાં વહેવા લાગ્યો છે. કોરોનાના ત્રીજા મોજાને લઈને લોકોના મનમાં ભયનું વાતાવરણ છે. નિષ્ણાતો લોકોને કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોનને લઈને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.

07 December, 2021 08:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

UPમાં પ્રેક્ટિકલ પરીક્ષાના બહાને 17 છોકરીઓને ડ્ર્ગ્ઝ આપી જાતીય સતામણી કરાઇ

યુપીના મુઝફ્ફરનગરમાં 10 ધોરણની 17 છોકરીઓને પ્રેક્ટિકલ પરીક્ષાના બહાને ડ્રગ્સ પીવડાવીને પછી કથિત રીતે તેમની જાતીય સતામણી થઇ હોવાના આરોપ મુકાયા પછી UPના મુઝફ્ફરનગરમાં બે શાળાના સંચાલકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

07 December, 2021 04:44 IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Bhima Koregaon Case: SCએ સુધા ભારદ્વાજના જામીનને પડકારતી NIAની અરજી ફગાવી

NIAની અરજીમાં બોમ્બે હાઈકોર્ટના 1 ડિસેમ્બરના આદેશને પડકારવામાં આવ્યો હતો અને હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે માંગવામાં આવ્યો હતો.

07 December, 2021 03:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK