° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


PMની CMને સલાહ- પ્રતિબંધો મૂકતી વખતે લોકોની આજીવિકાનું રાખો ધ્યાન, જાણો વિગત

13 January, 2022 09:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું કે કોવિડ-19 વિરુદ્ધ રણનીતિઓ બનાવતી વખતે અર્થવ્યવસ્થા અવે સામાન્ય લોકોની આજીવિકા પર પણ ધ્યાન રાખવાનું રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે રણનીતિ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક કરી. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા. બેઠકમાં વડાપ્રધાને રાજ્યોમાં સ્વાસ્થ્ય માળખાની તૈયારીઓની સમીક્ષા કરી. સાથે જ અનેક અન્ય મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા થઈ. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું કે કોવિડ-19 વિરુદ્ધ રણનીતિઓ બનાવતી વખતે અર્થવ્યવસ્થા અવે સામાન્ય લોકોની આજીવિકા પર પણ ધ્યાન રાખવાનું રહેશે.

ઝડપથી ફેલાઈ રહ્યું છે ઑમિક્રૉન, સતર્ક રહો
કોરોનાની સ્થિતિ પર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ગયા વેરિએન્ટની તુલનામાં ઑમિક્રૉન ઝડપથી ફેલાઈ રહ્યું છે, આ વધારે ટ્રાન્સમિસિબલ છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો સ્થિતિઓનું આકલન કરી રહ્યા છે. સ્પષ્ટ છે કે આપણે સતર્ક રહેવાનું છે

92 ટકા લોકોને અપાયો પહેલો ડૉઝ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું - આજે ભારત લગભગ 92 ટકા વયસ્ક જનસંખ્યાને કોવિડ વેક્સિનનો પહેલો ડૉઝ આપવામાં આવી ચૂક્યો છે. દેશ બીજા ડૉઝની કવરેજમાં પણ 70 ટકાની આસપાસ પહોંચી ચૂક્યો છે. 10 દિવસમાં ભારત લગભગ ત્રણ કરોડ કિશોરોને પણ વેક્સિન આપી દેશે.

આગામી વેરિએન્ટ માટે તૈયાર રહેવાની જરૂર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું - આપણે સતર્ક અને સાવચેત રહેવું જોઈએ પણ પૅનિકથી બચવું જોઈએ. ખાસ તો તહેવારોની સીઝનમાં લોકો અને પ્રશાસનની સતર્કતા ઘટવી ન જોઈએ. હાલના સમયમાં ઑમિક્રનથી લડ્યા સિવાય આપમે ભવિષ્યમાં આ વાયરસના અન્ય કોઈપણ વેરિએન્ટના આવવા અંગે તૈયાર રહેવાની જરૂર છે.

લોકોની આજીવિકા પર પણ રાખો ધ્યાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોવિડ પ્રતિબંધો મુદ્દે મુખ્યમંત્રીઓને કહ્યું કે કોવિડ રણનીતિઓ બનાવતી વખતે અર્થવ્યવસ્થા અને સામાન્ય લોકોની આજીવિકાની રક્ષા કરવી ખૂબ જ મહત્વની છે. સ્થાનિક નિયંત્રણ પર ધ્યાન આપવું જોઈએ.

દેશમાં કોરોનાના 2,47,417 નવા કેસ
દેશમાં એક દિવસમાં કોરોનાનાન 236 દિવસમાં સૌથી વધારે 2,47,417 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 380 દર્દીઓના સંક્રમણને કારણે નિધન થઈ ચૂક્યા છે જેથી મહામારી થકી મૃત્યુ પામનારાની સંથ્યા વધીને 4,85,035 પર પહોંચી છે. આની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 3,63,17,927 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડાઓ પ્રમાણે દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 11,17,,531 થઈ ગઈ છે જે 216 દિવસમાં સૌથી વધારે છે.

ઑમિક્રૉનના કેસ વધીને 5,488 થયા
એટલું જ નહીં દેશમાં ઑમિક્રૉન વેરિએન્ટના એક દિવસમાં 620 કેસ સામે આવ્યા છે જેની સાથે જ આ વેરિએન્ટના કેસ વધીને 5,488 થઈ ગયા છે. આમાંથી ઑમિક્રૉનથી પીડિત 2162 લોકો સ્વસ્થ થઈ ગયા છે અથવા દેશ છોડીને ગયા છે. રાજ્યોમાં જો ઑમિક્રૉનના કેસની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ઑમિક્રૉનના સૌથી વધારે 1,367 કેસ છે. ત્યાર પછી રાજસ્થાનમાં આ વેરિએન્ટના 792 કેસ, દિલ્હીમાં 539, કેરળમાં 486, અને કર્ણાટકમાં 479 કેસ સામે આવ્યા છે.

રિકવરી રેટ ઘટ્યો, વિશેષજ્ઞોએ આપી ચેતવણી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં કોવિડ-19થી સ્વસ્થ થનારા લોકોનો રાષ્ટ્રીય દર ઘટીને 95.59 ટકા થઈ ચૂક્યો છે. તો વિશેષજ્ઞોએ વેક્સિનેશનની ઑમિક્રૉૉન પર અસર દેખાતી નથી. હાલના સમયમાં કોરોનાના કેસ વધવાની સાથે જ લોકોને ગંભીર બીમારીઓ થઈ રહી છે. જો કે, રાહતના સમાચા એ પણ છે કે આઇસીયૂમાં દાખલ થનારાની સંખ્યા અને સંક્રમિતોને ઑક્સિજનની જરૂરિયાત મનોવૈજ્ઞાનિક રીતે એટલે પડકારભરી નથી જેટલી બીજી લહેરમાં હતી.

13 January, 2022 09:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ઓમાઇક્રોનના કમ્યુનિટી ટ્રાન્સમિશનના સંકેત મળ્યા

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ૨૬૪ સૅમ્પલ્સમાંથી ૬૮.૯ ટકા (૧૮૨) ડેલ્ટા વેરિઅન્ટ અને એના સબ-વેરિઅન્ટ્સથી સંક્રમિત જોવા મળ્યા હતા

17 January, 2022 10:08 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

એકસાથે બે મહામારી ચાલી રહી છેઃ વાઇરોલૉજિસ્ટ જેકબ

એક તરફ ડેલ્ટા અને એના નિકટના રિલેટિવ્સ દ્વારા અને બીજી બાજુ ઓમાઇક્રોનની મહામારી

17 January, 2022 10:05 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

નેતાઓએ રસીકરણ ઝુંબેશને બિરદાવી

ભારતમાં અત્યાર સુધી રસીના ૧૫૬.૭૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા

17 January, 2022 10:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK