Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રી - બજેટ સ્પેશ્યલ : સરકારે ઘરેથી કામ કરતા કર્મચારીઓને કરરાહત આપવી જોઈએ, કારણ કે...

પ્રી - બજેટ સ્પેશ્યલ : સરકારે ઘરેથી કામ કરતા કર્મચારીઓને કરરાહત આપવી જોઈએ, કારણ કે...

29 January, 2022 09:27 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્મચારીઓના કામના ભાવિ પર વિચારણા કરીએ તો એવું ચિત્ર ઊભરે છે કે કંપનીઓ હાઇબ્રિડ મૉડલ તરફ ગતિ કરી રહી છે

ફાઇલ તસવીર Pre-Budget Special

ફાઇલ તસવીર


કોવિડ-19ની મહામારીને પગલે કંપનીઓએ સફળતાપૂર્વક વર્ક-ફ્રોમ હોમ (ડબ્લ્યુએફએચ) મૉડલનો તેમના કર્મચારીઓને ઉત્તેજન આપીને સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. પહેલાં તો કંપનીઓનો અભિગમ એવો હતો કે બધા કર્મચારીઓએ કંપનીની ઑફિસના સ્થળે હાજર રહેવું, પરંતુ મહામારીએ સ્થિતિ બદલી નાખી હતી.
કર્મચારીઓના કામના ભાવિ પર વિચારણા કરીએ તો એવું ચિત્ર ઊભરે છે કે કંપનીઓ હાઇબ્રિડ મૉડલ તરફ ગતિ કરી રહી છે. કંપનીઓ એવા કામને અલગ પાડી રહી છે જે ગમે તે સ્થળેથી કરી શકાય. ઘરેથી કે ક્લાયન્ટના સ્થળેથી કર્મચારીઓ પાસેથી કામ કરવાનું ચલણ વધી રહ્યું છે. આમાં કર્મચારીઓને કામ કરવા માટે સ્થળની પસંદગી કરવાનો લાભ મળે છે અને કામના સ્થળે પહોંચવાના સમય અને ખર્ચમાં બચત થાય છે. કામનું સ્થળ તેમનું વતન અથવા તેમના રહેણાક નજીકની ઑફિસનું હોઈ શકે છે.
ઘરેથી કામ કરવામાં ખર્ચ વધે છે
જોકે આ લાભ સાથે કર્મચારીએ અન્ય પડકારોનો સામનો કરવો પડે છે. ખર્ચની દૃષ્ટિએ જોઈએ તો કર્મચારીએ તેની ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં વધારો કરવામાં રોકાણ કરવું પડે છે. મોબાઇલ કે ટેલિફોનનો અધિક ખર્ચ ઉઠાવવો પડે છે. વળી તેણે કંપનીનું કામ કરવામાં પોતાની અંગત જગ્યામાં વધારો કરવો પડે છે કે વધુ મોટી જગ્યામાં જવું પડે છે.
ઘરના એકથી અધિક સભ્યોને ઘરેથી કામ કરવાનું હોય, બાળકોને ઑનલાઇન ક્લાસીસ ભરવાના હોય એટલે હવે પગારદાર લોકો મોટા ઘરમાં સ્થળાંતર કરી રહ્યા છે. ઘરમાં ઑફિસ જેવું વાતાવરણ નિર્માણ કરવા માટે યોગ્ય ખુરશીઓ અને અન્ય ફર્નિચર તેમ જ કમ્પ્યુટર અને તેને સંબંધિત પ્રોડક્ટ્સમાં રોકાણ કરવું પડે છે. એ ઉપરાંત કર્મચારીને આવો વધારાનો ખર્ચ થાય એ કંપની ભરપાઈ કરી આપી શકે એ માટેના કોઈ ડૉક્યુમેન્ટ પણ હોતા નથી.
આ બધું ધ્યાનમાં રાખીને સરકારે આગામી બજેટમાં ઘરમાં ઑફિસ માટે કરવામાં આવેલા ખર્ચને કરપાત્ર રકમમાંથી બાદ આપવો જોઈએ, એવી અપેક્ષા પગારદાર વર્ગ રાખે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરીને પણ આ લાભ પગારદારોને આપી શકાય. અત્યારે સ્ટાન્ડર્ડ ડિડક્શન માત્ર એ લોકોને ઉપલબ્ધ થાય છે, જેઓ જૂની પદ્ધતિ પ્રમાણે તેમના કરની ગણતરી કરે છે. ૨૦૧૮-૧૯ના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની વર્તમાન જોગવાઈ ફરી દાખલ કરવામાં આવી હતી. આવકવેરાની ગણતરીની નવી પદ્ધતિમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉપલબ્ધ નથી.
સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં શું બદલાવ કરવો
જ્યારે સ્ટાન્ડર્ડ ડિડક્શન ફરી અમલી બનાવવામાં આવ્યું ત્યારે કર્મચારીઓને મેડિકલ રિએમ્બર્સમેન્ટ્સ અને કન્વેયન્સ અલાઉન્સ વગેરે ઉપલબ્ધ એક્ઝમ્પ્શન્સ પાછાં ખેંચી લેવામાં આવ્યાં હતાં. એ સ્પષ્ટ હતું કે એ બધાં એક્ઝમ્પ્શન્સને બદલે સ્ટાન્ડર્ડ ડિડક્શનને પુનઃ દાખલ કરવામાં આવ્યું હતું, જેનો ઇરાદો કર્મચારીઓને કરમાં રાહત આપવાનો, પેપરવર્કમાં ઘટાડો કરવાનો અને વેરાપાલનમાં વધારો કરવાનો હતો. આ લાભ પેન્શનરોને પણ આપવામાં આવેલો છે. એ સમયે હોમ-ઑફિસ અથવા ઘરેથી કામ કરવાનું ચલણ બહુ નહોતું.
વર્તમાન સ્ટાન્ડર્ડ ડિડક્શનને ઘરેથી કામ કરવાના અલાઉન્સની લિમિટ તરીકે ન જોવું જોઈએ. હોમ-ઑફિસના ખર્ચ માટે નવા ડિડક્શનની જોગવાઈ કરવી જોઈએ અથવા સ્ટાન્ડર્ડ ડિડક્શનની વર્તમાન લિમિટમાં વધારો કરવો જોઈએ. જો કર્મચારીઓને 
ઘરેથી કામ કરવા બદલ એકસામટી રકમનું ડિડક્શન આપવામાં આવશે તો તેનાથી અનુપાલનમાં અને સરળતામાં વધારો થશે અને એના માટે વધારાના કોઈ ડૉક્યુમેન્ટ્સની આવશ્યકતા નહીં રહે.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2022 09:27 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK