° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


કોરોના બાદ હવે ખતરનાક ફંગલ ઇન્ફેક્શનનું પણ જોખમ, જઈ શકે છે આંખોની દ્રષ્ટિ

07 May, 2021 06:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે ફરી એકવાર આ કેસ વધતા જોવા મળ્યા છે. ડૉક્ટર્સ પ્રમાણે આ ફંગલ ઇન્ફેક્શન એટલું જોખમકારક છે જો કોઇને આ થાય તો તેની આંખોની દ્રષ્ટિ પણ જઈ શકે છે. સાથે જ જડબું પણ કાઢવું પડી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ડિસેમ્બરમાં સર ગંગારામ સહિત ઘણી હૉસ્પિટલમાં કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં મ્યૂકોરમાઇસિસ નામના ફંગલ ઇન્ફેક્શનના ઘણાં કેસ જોવા મળ્યા. હવે ફરી એકવાર આ કેસ વધતા જોવા મળ્યા છે. ડૉક્ટર્સ પ્રમાણે આ ફંગલ ઇન્ફેક્શન એટલું જોખમકારક છે જો કોઇને આ થાય તો તેની આંખોની દ્રષ્ટિ પણ જઈ શકે છે. સાથે જ જડબું પણ કાઢવું પડી શકે છે.

ગંગારામ હૉસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોમાં આવા કેસ ફરી વધ્યા છે. ગંગારામ હૉસ્પિટલમાં સીનિયર ઇએનટી સર્જન ડૉ. મનીષ મુંજાલ કહે છે કે કોરોનાના વધતા કેસની સાથે ફી આ જોખમકારક ફંગલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં આ ઇન્ફેક્શનથી પીડિત 6 દર્દીઓ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે પણ આ ફંગલ ઇન્ફેક્શને અનેક દર્દીઓની આંખની દ્રષ્ટિ છીનવી લીધી હતી. સાથે જ કેટલાક દર્દીઓનું નાક અને જડબું પણ કાઢવું પડ્યું હતું.

ડૉ. મુંજાલનું કહેવું છે કે જો કોવિડથી રિકવર તટેલા કોઇ વ્યક્તિનું નાક બંધ રહે છે, આંખ કે ગાલમાં સોજો છે અને નાકમાં કાળી પપડી જેવું કંઇક અનુભવાય છે તો તે તરત ડૉક્ટરનો સંપર્ક કરે. જેથી સમય પરહેચા સારવાર શરૂ કરી શકાય. ઇએનટી ડિપાર્ટમેન્ટના ચૅરમેન ડૉ. અજય સ્વરૂપ જણાવે છે કે કોરોનાના દર્દીઓ પહેલાથી કોઇક ને કોઇક બીમારીનો શિકાર છે અથવા કોવિડ દર્દીઓની સારવારમાં વધારે સ્ટેરૉઇડનો ઉપયોગ કરવામાં આવે છે તો આ કારણોસર મ્યૂકોરમાઇસિસ નામનું ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. જે કોવિડ દર્દીઓની ઇમ્યૂનિટી ઓછી છે, તે સૌથી વધારે આના શિકાર બને છે. ડૉ. સ્વરૂપનું કહેવું છે કે જે કોરોના દર્દીઓ રિકવર થઈ ગયા છે અને જો તેમને ડાયાબિટીઝ, કિડની કે કેન્સર જેવી કોઇ બીમારી છે તો તેમનામાં આ મ્યૂકોરમાઇસિસ થવાના ચાન્સ વધારે છે.

07 May, 2021 06:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પ્રથમ મોત, રત્નાગીરીમાં એક વૃદ્ધ બન્યા ભોગ

કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ હવે કહેર મચાવવાનો હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે એક દર્દીનું મોત થયું છે.

25 June, 2021 03:55 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશમાં શું ચાલી રહ્યું છે

ડૉક્ટરની પોણાત્રણ વર્ષની પુત્રી પર કોવૅક્સિનની ટ્રાયલ; ટ્વેલ્થની માર્ક્સ ગણતરીની યોજના ૧૦ દિવસમાં જાહેર કરો અને વધુ સમાચાર

25 June, 2021 01:37 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

આપણાં જ રમકડાં વાપરતા થઈ જાઓ : મોદીની હાકલ

રમકડાંની ૮૦ ટકા આયાત આપણા અબજો રૂપિયા બહાર તગેડી જાય છે : ‘ટૉયકોનોમી’ની રચના કરવા અનુરોધ

25 June, 2021 01:35 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK