Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મોદી રવિવારથી જર્મની અને યુએઈના પ્રવાસે

મોદી રવિવારથી જર્મની અને યુએઈના પ્રવાસે

23 June, 2022 09:18 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોદીજી ૨૬ અને ૨૭ જૂને જર્મનીની મુલાકાત લઈ G7 સમિટમાં હાજરી આપશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારથી જર્મની અને યુનાઇટેડ આરબ એમિરેટ્સની ત્રણ દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે.

વિદેશ મંત્રાલયે ગઈ કાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોદીજી ૨૬ અને ૨૭ જૂને જર્મનીની મુલાકાત લઈ G7 સમિટમાં હાજરી આપશે. આ મુલાકાત દરમ્યાન તેઓ જર્મન પ્રેસિડેન્સી હેઠળ G7 સમિટ માટે જર્મનીના ચાન્સેલર, ઓલાફ સ્કોલ્ઝના આમંત્રણ પર શ્લોસ એલમાઉ, જર્મનીની મુલાકાત લેશે. જર્મનીથી મોદીજી ૨૮ જૂને યુએઈની મુલાકાતે રવાના થશે એમ જણાવાઈ રહ્યું છે. ત્યાં તેઓ યુએઈના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસક શેખ ખાલિદા બીન ઝાયેદ અલ નાહ્યાનના મૃત્યુ પર વ્યક્તિગત શોક વ્યક્ત કરશે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2022 09:18 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK