° °

આજનું ઇ-પેપર
Friday, 07 October, 2022


મોદીએ સફાઈ કર્મચારી-પટાવાળાઓની દીકરીઓ પાસે બંધાવી રાખડી

12 August, 2022 09:08 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાને આ ઉજવણીના ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું કે ‘આ યંગસ્ટર્સની સાથે ખૂબ જ સ્પેશ્યલ રક્ષાબંધન’

નવી દિલ્હીમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધી રહેલી પીએમઓના એક સ્ટાફ-મેમ્બરની દીકરી

નવી દિલ્હીમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધી રહેલી પીએમઓના એક સ્ટાફ-મેમ્બરની દીકરી

દેશભરમાં ગઈ કાલે રક્ષાબંધનની ઉજવણી થઈ હતી ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઉત્સવનું સેલિબ્રેશન કર્યું હતું. તેમની ઑફિસમાં કામ કરતા સ્ટાફ-મેમ્બર્સની દીકરીઓએ તેમને રાખડી બાંધી હતી. વડા પ્રધાને તે દરેકને ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ માટે ​ત્રિરંગો આપ્યો હતો. વડા પ્રધાને આ ઉજવણીના ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું કે ‘આ યંગસ્ટર્સની સાથે ખૂબ જ સ્પેશ્યલ રક્ષાબંધન.’  

અધિકારીઓએ જણાવ્યું હતું કે વડા પ્રધાનની ઑફિસમાં કામ કરતા સફાઈ કર્મચારીઓ, પટાવાળા, માળી, ડ્રાઇવર્સ અને અન્ય સ્ટાફ-મેમ્બર્સની દીકરીઓએ મોદીને રાખડી બાંધી હતી. વડા પ્રધાને તેમની સાથે વાતચીત પણ કરી હતી.’

નોંધપાત્ર છે કે કેન્દ્ર સરકાર ભારતની આઝાદીની ૭૫મી જયંતીની ઉજવણી માટે ‘હર ઘર તિરંગા’ કૅમ્પેનના ભાગરૂપે ૧૩થી ૧૫ ઑગસ્ટ દરમ્યાન રાષ્ટ્રીય ધ્વજ ડિસ્પ્લે કે ફરકાવવા માટે લોકોને અપીલ કરી રહી છે. 

12 August, 2022 09:08 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

‘વાંધાજનક સિરપ’નું ભારતમાં વેચાણ થયું નથી

ગેમ્બિયામાં ૬૬ બાળકોનાં મૃત્યુને પગલે અલર્ટ બાદ ભારતે ચાર કફ સિરપની તપાસ શરૂ કરી, મેડન ફાર્માસ્યુટિકલ્સે કર્યો બચાવ

07 October, 2022 08:34 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કૉન્ગ્રેસ નેતાએ કરી રાષ્ટ્રપતિ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ટીકા કરવા બદલ કૉન્ગ્રેસ નેતા ઉદિત રાજ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા

07 October, 2022 08:31 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

સોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાયાં

આરોગ્યની ચિંતાઓ છતાં લાંબા સમય બાદ તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં જોડાયાં હતાં

07 October, 2022 08:25 IST | Bangalore | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK