° °

આજનું ઇ-પેપર
Thursday, 11 August, 2022


Video: દિવંગત અરૂણ જેટલીના ઘરે પહોંચી PM મોદીએ આપી અંજલિ

27 August, 2019 03:49 PM IST | નવી દિલ્હી

Video: દિવંગત અરૂણ જેટલીના ઘરે પહોંચી PM મોદીએ આપી અંજલિ

તસવીર સૌજન્યઃ ડીડી

તસવીર સૌજન્યઃ ડીડી

વડાપ્રધાન મોદી ત્રણ દેશોની યાત્રાએથી પાછા ફર્યા બાદ દિવંગત અરૂણ જેટલીના ઘરે પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન મોદીએ જેટલીના પરિવારજનો સાથે વાત કરી અને તેમને શાંત્વના આપી. આ સમયે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા. જેટલીના કૈલાશ કૉલોની સ્થિત નિવાસસ્થાને પહોંચીને તેમના પત્ની સંગીતા જેટલી, દીકરી સોનાલી જેટલી અને દીકરા રોહન જેટલી સાથે મુલાકાત કરી.


પુર્વ નાણામંત્રી અરૂણ જેટલીના નિધન સમયે વડાપ્રધાન મોદી વિદેશમાં હતા. ત્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે તેમની તરફથી જેટલીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ બહેરીનથી જેટલીના પરિવાર સાથે વાત કરી હતી. જેટલીના દીકરા રોહને પણ વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે તેઓ પ્રવાસ છોડીને ન આવે કારણ કે તેઓ દેશનું કામ કરી રહ્યા છે.

બહેરીનમાં વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી હતી પીડા
બહેરીનમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા જેટલીના નિધનથી તેમને થયેલા દુઃખનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું ભલે અહીં તમારા લોકો સાથે વાત કરી રહ્યો છું અને દેશમાં જન્માષ્ટમીનો ઉત્સવ છે, પરંતુ મનમાં હું ઉંડો શોક અનુભવી રહ્યો છું. જે મિત્ર સાથે સાર્વજનિક જીવન અને રાજનૈતિક સફર પર કદમ સાથે કદમ મિલાવીને ચાલ્યો. દરેક ક્ષણે એકબીજા સાથે જોડાઈને રહ્યા અને સાથે મળીને લડ્યા. સપનાને સજાવવાનું અને સપના નિભાવવાનું સફર જેની સાથે કરી, તે મિત્ર અરૂણ જેટલીએ આજે પોતાનો દેહ છોડી દીધો. હું કલ્પના નથી કરી શકતો કે હું અહીં બેઠો છું અને મારો દોસ્ત અરૂણ ચાલ્યો ગયો.

આ પણ જુઓઃ PM મોદી બન્યા અન્ય દેશોમાં સૌથી વધુ અવૉર્ડ પામનાર વ્યક્તિ, મળ્યા છે આ અવૉર્ડ

કેન્દ્રીય પ્રધાન અને ભાજપના કદાવર નેતા અરૂણ જેટલીનું શનિવારે એઈમ્સમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. શનિવારે બપોરે 12.07 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 66 વર્ષના હતા.

27 August, 2019 03:49 PM IST | નવી દિલ્હી

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

પીએમનો કૉન્ગ્રેસને કટાક્ષ, બ્લૅક-મૅજિકથી તમારા ખરાબ દિવસોનો અંત નહીં આવે

પાંચમી ઑગસ્ટે મોંઘવારીના વિરોધમાં દેખાવો દરમ્યાન કાળાં વસ્ત્રો પહેરવા બદલ કૉન્ગ્રેસની ટીકા કરતાં તેમણે કહ્યું હતું

11 August, 2022 08:59 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

પીએમ નરેન્દ્ર મોદી પાસે અત્યારે કોઈ સ્થાવર મિલકત નથી

પીએમઓની વેબસાઇટ પર નવા ડેક્લેરેશન અનુસાર તેમની જંગમ મિલકતમાં ૨૦૨૧-’૨૨ દરમ્યાન ૨૬.૧૩ લાખ રૂપિયાનો વધારો થયો

10 August, 2022 10:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

PM મોદી પાસે છે કેટલી સંપત્તિ, PMOએ આપી માહિતી, મંત્રીઓની પણ આપી ડિટેલ્સ

ફિક્સ્ડ ડિપૉઝિટ, બેન્ક બેલેન્સ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, લાઇફ ઇંશ્યોરન્સ પૉલિસીઝ, જ્વેલરી અને રોકડ સામેલ છે. આની સાથે જ માહિતી આપવામાં આવી છે કે પીએમ મોદી પાસે અચલ સંપત્તિ નથી

09 August, 2022 07:08 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK