Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પીએમ મોદીએ 4 રાજ્યોના CM પાસેથી જાણી કોરોનાની સ્થિતિ, ઠાકરે સરકારના વખાણ

પીએમ મોદીએ 4 રાજ્યોના CM પાસેથી જાણી કોરોનાની સ્થિતિ, ઠાકરે સરકારના વખાણ

08 May, 2021 05:33 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે ફોન પર વાત કરી.

નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને તામિલનાડુના સીએમ એમકે સ્ટાલિન સાથે ફોન પર વાત કરી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પીએમએ ત્રણ મુખ્યમંત્રીઓ સાથે તેમના રાજ્યોમાં કોરોનાવાયરસની સ્થિતિ પર ચર્ચા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ COVID 19 વિરુદ્ધ લડાઇમાં મહારાષ્ટ્રના પ્રયત્નોના વખાણ કર્યા. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ટેલીફોન પર વાતચીત દરમિયાન પીએમએ કહ્યું કે મહારાષ્ટ્ર કોરોના વાયરસના સેકેન્ડ વેવ વિરુદ્ધ એક યોગ્ય લડાઇ લડી રહ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર ગયા વર્ષે મહામારીની ચપેટમાં છે. ભારતમાં સૌથી વધારે મહામારીથી પ્રભાવિત રાજ્યોની લિસ્ટમાં મહારાષ્ટ્ર સૌથી વધારે છે. સંક્રમણની નવી લહેરે પણ મહારાષ્ટ્રને હલબલાવી નાખ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 54022 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 898 કોરોના સંક્રમિત દર્દીઓના નિધન પણ થયા છે.



વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે વચ્ચે વાતચીત તે દિવસે થઈ જ્યારે રાજ્ય સરકારે કોવિન એપને લઈને કેન્દ્રને પત્ર લખ્યો. મહારાષ્ટ્રની ઠાકરે સરકારે રાજ્યમાં કોવિડ વેક્સીનેશન માટે એક અલગ એપ ડેવલપ કરવાની પરવાનગી માગી છે. કોવિન એપ દ્વારા રજિસ્ટ્રેશનમાં સતત આવતી મુશ્કેલીને જોતા રાજ્ય સરકારે કેન્દ્રને પત્ર લખ્યો હતો.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે મહારાષ્ટ્ર તે 10 રાજ્યોમાં સામેલ છે, જે એક દિવસમાં રિપૉર્ટ કરવામાં આવેલા નવા કોવિડ કેસમાં 72 ટકાની નજીક છે.

પીએમ મોદી સાથે વાતચીત બાદ ટ્વીટમાં, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે વડાપ્રધાનને બ્રીફ કર્યું કે રાજ્ય સરકાર કોવિડ દર્દીઓને ઑક્સીજન આપવા માટે શું પગલાં લઈ રહી છે. હૉસ્પિટલના બેડની સ્થિતિ અને વેક્સીનેશન અભિયાન વિશે વાતચીત થઈ.


ત્રણ દિવસોમાં, પીએમ મોદીએ 10 મુખ્યમંત્રી અને બે ઉપરાજ્યપાલ સાથે વાત કરી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પણ સ્થિતિ જાણી.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2021 05:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK