° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


Modi Cabinet Expansion: મોદી કૅબિનેટનો ભાગ બની શકે છે મહારાષ્ટ્રના આ બે નામ...

15 June, 2021 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

આવતા વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશના પણ વિધાનસભા ચૂંટણી થવાની છે. છ રાજ્યોમાં ભાજપાની આગળ પોતાની સરકાર બચાવવાનો પડકાર છે. એવામાં કેન્દ્રીય નેતૃત્વ તેમની તૈયારીઓમાં પણ જોડાઇ ગયા છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે

કેન્દ્રીય મંત્રીમંડળ વિસ્તારની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના બે ભાજપ નેતા પણ રેસમાં આગળ દેખાઇ રહ્યા છે. પાર્ટીના રાજ્યસભા સાંસદ નારાયણ રાણે દિલ્હી આવી ચૂક્યા છે. મંગળવારે તેમની ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત છવાની છે. મુખ્યમંત્રી રહી ચૂકેલા રાણે સિવાય દિવંગત ભાજપ નેતા ગોપીનાથ મુંડેની દીકરી અને બીડથી લોકસભા સાંસદ પ્રીતમ મુંડેનું નામ પણ ચર્ચામાં છે. આ દરમિયાન, સોમવારે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીએ મંત્રીઓ સાથે વધુ એક બેઠક કરી. નડ્ડા પણ આ બેઠકમાં હાજર રહ્યા.

તાજેતરમાં જ ગૃહ મંત્રી અમિત શાહ કોંકણના સિંધુદુર્ગમાં રાણેના મેડિકલ કૉલેજના ઉદ્ઘાટનમાં ગયા હતા. ત્યારે તેમણે રાણેના ઘણાં વખાણ કર્યા હતા. તેમના મંત્રાલયને લઈને અટકળો છે કે શિવસેના સાંસદ અરવિંદ સાવંતના રાજીનામા પછી પણ ઉદ્યોગ મંત્રાલયની બાકીની જવાબદારી પ્રકાશ જાવડેકર પાસે છે. તેમની પાસેથી આ અતિરિક્ત ભારને લઈને રાણેને આપી શકાય છે.

પીએમ આવાસ પર સતત થઈ રહી છે બેઠક
વડાપ્રધાન મોદીની આવાસ પર સોમવારે સાંજે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓની બેઠક થઈ. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ નિતિન ગડકરી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સામેલ રહ્યા. છેલ્લા 15 દિવસમાં પીએમની આ પાંચમી બેઠક કહેવામાં આવી રહી છે. વડાપ્રધાને ગયા અઠવાડિયે કૃષિ, ગ્રામીણ વિકાસ, પશુપાલન અને મત્સ્ય, જનજાતીય મામલે, શહેરી વિકાસ, સંસ્કૃતિ, સંખ્યાકીય અને કાર્યક્રમ ક્રિયાન્વયન નાગરિક ઉડ્ડયન, રેલવે, ખાદ્ય અને ઉપભોક્તા મામલે, જળશક્તિ, પેટ્રોલિયમ, ઇસ્પાત અને પર્યાવરણ મંત્રાલયોના કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.

પાંચ રાજ્યોમાં ચૂંટણી પર પણ નજર
2022ની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપની સરકાર છે જ્યારે પંજાબમાં કૉંગ્રેસનો રાજ છે. આવતા વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશના પણ વિધાનસભા ચૂંટણી થવાની છે. છ રાજ્યોમાં ભાજપાની આગળ પોતાની સરકાર બચાવવાનો પડકાર છે. એવામાં કેન્દ્રીય નેતૃત્વ તેમની તૈયારીઓમાં પણ જોડાઇ ગયા છે.

15 June, 2021 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશમાં શું ચાલી રહ્યું છે

બુલેટ ટ્રેન માટે વાપી નજીક પહેલા થાંભલાનું નિર્માણકાર્ય થયું પૂર્ણ; જસ્થાનની મહિલા ડૉનની દિલ્હીમાં ધરપકડ થઈ અને વધુ સમાચાર

01 August, 2021 09:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

પુલવામા હુમલાના કાવતરાખોર બે આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર

લંબુ જૈશ-એ-મોહમ્મદના અધ્યક્ષ મસૂદ અઝહરનો હતો રીલેટિવ, હુમલામાં એણે તૈયાર કરેલા આઇઇડીનો જ ઉપયોગ કરાયો હતો

01 August, 2021 09:51 IST | Srinagar | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બીજેપી સાંસદ બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી લીધી એક્ઝિટ

સુપ્રિયોએ પોસ્ટ લખીને કહ્યું છે કે તેઓ રાજનીતિમાં ફક્ત સમાજસેવા માટે આવ્યા હતા

01 August, 2021 09:48 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK