° °

આજનું ઇ-પેપર
Monday, 05 December, 2022


કૉપીકૅટ ક્રાઇમ્સ: આ રહી રિયલ ટુકડે-ટુકડે ગૅન્ગ

25 November, 2022 10:58 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રદ્ધા વાલકર હત્યાકેસની દેશભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે ત્યારે હત્યા કરીને મૃતદેહના ટુકડા કરવાના અન્ય કેસ પણ ધ્યાન ખેંચી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી ઃ આફતાબ પૂનાવાલાએ અત્યારે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. તેણે તેની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા કરીને તેના અનેક ટુકડા દિલ્હીના મહરૌલી વન વિસ્તારમાં ફેંક્યા હતા. આ હત્યાકેસમાં નવી-નવી વિગતો બહાર આવી રહી છે ત્યારે એવા જ અન્ય કેસ પણ અત્યારે ધ્યાન ખેંચી રહ્યા છે.
પ્રેમિકાએ લગ્ન કરી લેતાં તેના ટુકડા કર્યા
ઉત્તર પ્રદેશના આઝમગઢમાં ભૂતપૂર્વ પ્રેમિકાની હત્યા કરીને તેના મૃતદેહના અનેક ટુકડા કરવા બદલ સોમવારે એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પ્રિન્સ યાદવ તરીકે ઓળખ કરવામાં આવી છે. તે આરાધના પ્રજાપતિ નામની યુવતી સાથે લગભગ બે વર્ષ સુધી પ્રેમમાં હતો. પ્રિન્સ વિદેશમાં હતો ત્યારે આરાધનાએ બીજા કોઈની સાથે મૅરેજ કરી લેતાં તે ગુસ્સામાં હતો. પ્રિન્સે તેના કઝિનની સાથે મળીને આરાધનાનું ગળું દબાવીને હત્યા કરી. આ અપરાધને છુપાવવા માટે તેમણે આરાધનાના મૃતદેહના ટુકડા કર્યા, એને પ્લાસ્ટિકની બૅગમાં ભરીને ગામની બહાર એક કૂવામાં ફેંક્યા હતા.
નેવી ઑફિસરની પત્ની અને પુત્રે કરી હત્યા  
પશ્ચિમ બંગાળના બરુઇપુરમાં પણ એક ક્રૂર હત્યાનો કેસ બહાર આવ્યો છે. આ કેસમાં નેવીનો ભૂતપૂર્વ અધિકારી ઉજ્જ્વલ ચક્રવર્તી તેની વાઇફ અને પુત્ર પર ખૂબ જ અત્યાચાર કરતો હતો અને આખરે તેમના દ્વારા જ તેની હત્યા કરવામાં આવી હતી. રૂપિયાની બાબતે પિતા-પુત્ર વચ્ચે લડાઈ થઈ હતી. ચક્રવર્તીએ તેના પુત્રને તમાચો માર્યો, જેણે વળતો હુમલો કર્યો. આ એક્સ નેવી ઑફિસરને ધક્કો મારવામાં આવ્યો હતો. બાદમાં તેમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ માતા-પુત્રે મૃતદેહના છ ટુકડા કર્યા હતા. પુત્રે એ ટુકડાઓને બરુઇપુરના જુદા-જુદા વિસ્તારમાં ફેંક્યા હતા. સોમવારે પોલીસને આ કેસમાં હત્યા માટે ઉપયોગમાં લેવામાં આવેલું હથિયાર એક તળાવમાંથી મળ્યું હતું.  
પત્નીના મૃતદેહના છ ટુકડા કર્યા, કોથળામાં ભરીને ફેંક્યા
મૃતદેહના ટુકડા કરીને હત્યાના પુરાવા નાશ કરવાના કેસિસ અચાનક બહાર આવ્યા છે ત્યારે એક જૂના કેસની પણ અત્યારે ચર્ચા થઈ રહી છે, કેમ કે અલાહાબાદ હાઈ કોર્ટે ગયા અઠવાડિયે પત્નીની હત્યા કરીને તેના મૃતદેહના ટુકડા કરીને જુદી-જુદી જગ્યાએ ફેંકનારા પતિની જામીન અરજી ફગાવી દીધી હતી.
બારાબંકીમાં રહેતા સમીર ખાન પર તેની વાઇફની હત્યા કરીને તેના મૃતદેહના છ ટુકડા કરીને એ પછી બે કોથળામાં ભરીને બારાબંકીના સફેદાબાદ વિસ્તારમાં ફેંકવાનો આરોપ છે. અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આરોપી પતિના અત્યંત ગંભીર અપરાધને જોતાં તેને જામીન પર મુક્ત કરવાનો કોઈ આધાર નથી.
જસ્ટિસ ડી. કે. સિંહની બેન્ચે સમીર ખાનની જામીન અરજીને ફગાવી હતી. આરોપી મુંબઈની એક ચિકન શોપમાં કામ કરતો હતો. અહીં તે એક મહિલાના પ્રેમમાં પડ્યો હતો. બન્નેએ મેરેજ કર્યાં હતાં. જોકે, મેરેજના થોડા સમય બાદ તે ઉત્તર પ્રદેશમાં જતો રહ્યો હતો, જે પછી તેને તેની પત્નીના ચરિત્રની શંકા ગઈ. ૨૦૨૦ની પાંચમી જુલાઈએ બન્ને વચ્ચે લડાઈ થઈ હતી અને એના કારણે સમીરે તેની પત્નીની હત્યા કરી હતી.

25 November, 2022 10:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

પટના હાઈકોર્ટે આ મામલે બિહાર પોલીસની ઝાટકણી કાઢી: સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો

એક મહિલાએ પટનાના વિજય નગર સ્થિત આગમકુઆન પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

04 December, 2022 03:35 IST | Patna | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

MCD Election 2022: મતદાર યાદીમાંથી ગુલ થયું કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનું નામ

અનિલ ચૌધરીએ કહ્યું કે અન્ય લોકો પણ ફરિયાદ કરી રહ્યા છે કે તેમના નામ મતદાર યાદીમાં નથી

04 December, 2022 01:52 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

શિમલાથી લઈને સુરત સુધીનાં શહેરોના લોકોએ મતદાન માટે ઉદાસીનતા દાખવી

રાજ્યમાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં ૬૬.૭૫ ટકા મતદાન થયું હતું.’  

04 December, 2022 11:02 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK