Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Omicron: ભારતમાં ક્યારે થોભશે કોરોનાનો કેર? વધતા કેસની વચ્ચે આ રાહતના સમાચાર

Omicron: ભારતમાં ક્યારે થોભશે કોરોનાનો કેર? વધતા કેસની વચ્ચે આ રાહતના સમાચાર

11 January, 2022 08:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Omicron: એક એક્સપર્ટે દાવો કર્યો છે કે આગામી અઠવાડિયામાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવશે, પણ ઑમિક્રૉનને કારણે આવેલી ત્રીજી લહેરમાં ઝડપી ઘટાડો જોવા મળશે, જેમ દક્ષિણ આફ્રિકામાં થયો છે.

પ્રતીકાત્મક તસવીર

Omicron Variant

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં કોરોના વાયરસના ઝડપથી વધતા કેસ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. એક એક્સપર્ટે દાવો કર્યો છે કે આગામી અઠવાડિયામાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવશે, પણ ઑમિક્રૉનને કારમે આવી ત્રીજી લહેરમાં ઝડપી ઘટાડો પણ જોવા મળ્યો, જેમ કે દક્ષિણ આફ્રિકામાં થયો છે.

એક્સપર્ટનો આ દાવો દેશમાં કોરોનાના ઝડપી કેસ વચ્ચે કર્યો છે. સોમવારે દેશમાં 1.79 લાખ સંક્રમિતોની પુષ્ઠિ થઈ છે અને પૉઝિટીવિટી રેટ ઉછાળો 13 ટકા પર પહોંચ્યો છે. રાજધાની દિલ્હીમાં સતત બે દિવસોથી 20,000થી વધારે કેસ નોંધવામાં આવ્યા. મહારાષ્ટ્રનું તાજેતરમાં પણ હાલ પણ કંઇક એવો છે. રવિવારે અહીં 44,000થી વધારે કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે મુંબઈએ 1900થી વધારે કેસ નોંધવામાં આવ્યા.



જાન્યુઆરીમાં પીક બાદ ઘટશે કેસ
બીએલકે હૉસ્પિટલમાં રેસ્પિરેટરી ડિસીઝના એચઓડી ડૉ. સંદીપ નાયરે ન્યૂઝ એજન્સી એએનઆઇના હવાલે કહ્યું કે દેશભરમાં છેલ્લા 8-9 દિવસોથી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હી અને મુંબઈમાં નોંધાયેલા કેસની 4થી 5 ગણો વધારે છે. તાજેતરના કેસને જોતા કોરોનાના જાન્યુઆરીમાં પીક પર જવાની શક્યતા છે. એવી આશા છે કે કોરોનાની લહેરના પીક પર ગયા પછી દક્ષિણ આફ્રિકાની જેમ અહીં પણ સંક્રમણના કેસમાં ઝડપી ઘટાડો આવશે. દક્ષિણ આફ્રિકામાં સંક્રમિતોની સંખ્યા એકાએક વધ્યા પછી એકાએક ઘટી ગઈ હતી.


ડૉ. નાયરે સલાહ આપી છે કે કોરોનાના આ સંકટ કાળમાં કોવિડ પ્રત્યે ઉપયુક્ત વ્યવહાર ખૂબ જ જરૂરી છે. નાયરે કહ્યું, `ડેલ્ટા, ઑમિક્રૉન કે કોરોનાના કોઈપણ વેરિએન્ટ વિરુદ્ધ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ, હાથની સફાઈ, માસ્ક પહેરવું અને વેક્સિનેટ થવા જેવી વાત સામેલ છે. અત્યાર સુધી એવી કોઈ સારવાર નથી જે બીમારીથી 100 ટકા સુરક્ષા પ્રદાન કરી શકે. ફક્ત અટકાવીને જ આપણે આ બીમારીથી બચી શકાય છે.`

તેમણે કહ્યું, "આપણે હવે વેક્સીનેટ પણ થઈ રહ્યા છે. 15થી 18 વર્ષના બાળકને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. દેશમાં બૂસ્ટર ડૉઝ લાગૂ કરવા પણ ચર્ચા થઈ રહી છે. ભારત હજી પણ યોગ્ય દિશામાં છે. વેક્સિન બીમારીને ગંભીર રૂપ લેવાથી અટકાવી શકે છે. અમે પોલિયો અને સ્મૉલપૉક્સ જેવી ખતરનાક બીમારીઓને આ રીતે વેક્સિનેશનથી હરાવવામાં આવ્યા હતા. આ સમયે કોરોના વિરુદ્ધ વેક્સિનેશન ખૂબ જ જરૂરી થઈ ગયા છે."


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2022 08:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK