° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


ગડકરીની થશે છુટ્ટી?

27 October, 2012 04:45 AM IST |

ગડકરીની થશે છુટ્ટી?

ગડકરીની થશે છુટ્ટી?બીજેપીપ્રમુખ નીતિન ગડકરી તેમની કંપનીમાં થયેલાં બેનામી રોકાણોને લઈને ઘેરાયાં છે ત્યારે પાર્ટી પ્રમુખ તરીકે તેમના ભાવિને લઈને સવાલો પેદા થયા છે. પાર્ટીમાં તેમની વિરુદ્ધ અસંતોષમાં વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક નેતાઓ તેમને બીજી ટર્મ માટે પ્રમુખપદ સોંપવાનો વિરોધ કરીરહ્યા છે. ગઈ કાલે નવી દિલ્હીમાં પાર્ટીની બેઠક મળી હતી જેમાં સમગ્ર વિવાદને લઈને ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ખુદ ગડકરી પણ હાજર રહ્યા હતા. તેઓ ગઈ કાલે સાંજે નાગપુરથી નવી દિલ્હી પહોંચ્યા હતા. અગાઉ આરએસએસના વડા મોહન ભાગવત પણ આ બેઠકમાં સામેલ થવાના હતા. જોકે બાદમાં તેમની દિલ્હી આવવાની યોજના કૅન્સલ થઈ હતી. આરએસએસના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ ગઈ કાલે આપેલા નિવેદનને લઈને પણ ગડકરીની ચિંતા વધી છે. જોશીએ કહ્યું હતું કે કેટલાક નેતાઓની કૉપોર્રેટ કંપનીઓ સાથેની સાઠગાંઠને કારણે લોકોમાં નારાજગી ફેલાઈ છે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી, આરએસએસ = રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

27 October, 2012 04:45 AM IST |

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

દૈનિક કેસનો ઘટાડો ધીમો પડ્યો એ ચિંતાજનક બાબત : સરકાર

૨૬ જુલાઈએ પૂરા થતા અઠવાડિયા દરમ્યાન ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૫૪ જિલ્લાઓમાં ૧૦ ટકા કરતાં વધારે પૉઝિટિવિટી રેટ નોંધાયો હતો. 

28 July, 2021 12:40 IST | New Delhi | Agency
રાષ્ટ્રીય સમાચાર

ભિખારીઓ અને રસ્તે રઝળતા લોકોના વૅક્સિનેશન-પુનર્વસન માટે શું પગલાં લીધાં છે?-SC

ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ એમ. આર. શાહની બેન્ચે જણાવ્યું હતું કે ‘રોગચાળાના દિવસોમાં રસ્તા પર કોઈ ભિખારી દેખાવો ન જોઈએ એવો અમીરી કે સામંતવાદી અભિગમ અદાલત ન લઈ શકે.

28 July, 2021 12:54 IST | New Delhi | Agency
રાષ્ટ્રીય સમાચાર

આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી નંદુ નાટેકરનું નિધન

આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી નંદુ નાટેકરનું 88 વર્ષની વયે નિધન થયુ છે.

28 July, 2021 12:44 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK