Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહુલ ગાંધીનો હલવા-હુમલો, નિર્મલા સીતારમણ હતપ્રભ

રાહુલ ગાંધીનો હલવા-હુમલો, નિર્મલા સીતારમણ હતપ્રભ

Published : 30 July, 2024 08:22 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાણાપ્રધાન માથે હાથ મૂકીને હસવા લાગ્યાં એ જોઈને રાહુલે કહ્યું કે આ હસવા જેવી વાત નથી

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી


લોકસભામાં કેન્દ્રીય બજેટ વિશે ભાષણ કરતાં ગઈ કાલે કૉન્ગ્રેસના નેતા અને સદનમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી અને સદનમાં ઉપસ્થિત રહેલાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. બજેટની તૈયારીની હલવા કાર્યક્રમની તસવીરના મુદ્દે રાહુલ ગાંધીએ જે કહ્યું એ સાંભળીને સીતારમણ માથે હાથ મૂકીને હસવા માંડ્યાં હતાં અને પછી તેમણે બન્ને હથેળી આંખો પર મૂકીને માથું નમાવી દીધું હતું.


બજેટ તૈયાર કરતાં પહેલાં નાણાં મંત્રાલયમાં હલવા કાર્યક્રમ થાય છે. એમાં બજેટ તૈયાર કરનાર અધિકારીઓ હાજર હોય છે. બજેટ તૈયાર કરવામાં દેશના બધા વર્ગને પ્રતિનિધિત્વ મળ્યું નથી એવો આરોપ લગાવીને રાહુલ ગાંધીએ હલવા કાર્યક્રમની તસવીર બતાવી હતી અને કહ્યું હતું કે ‘આ ફોટોમાં નાણાં મંત્રાલયના કેટલાક અધિકારીઓ દેખાય છે. આ ફોટોમાં બજેટનો હલવો વહેંચવામાં આવી રહેલો દેખાય છે. આ અધિકારીઓમાં એક પણ OBC (અધર બૅકવર્ડ ક્લાસ) નથી, એક પણ દલિત અધિકારી નથી. દેશમાં આ શું થઈ રહ્યું છે? દેશનો હલવો વહેંચવામાં આવી રહ્યો છે, પણ એમાં દેશની ૭૩ ટકા જનતાનું પ્રતિનિધિત્વ કરનાર પ્રતિનિધિ જ નથી.’




રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘૨૦ અધિકારીઓએ બજેટ તૈયાર કર્યું છે એ તમામનાં નામ મારી પાસે છે. મતલબ કે ભારતનો હલવો વહેંચવાનું કામ આ ૨૦ લોકોએ કર્યું છે. આ ૨૦ જણમાં એક અધિકારી લઘુમતી સમાજનો અને એક OBC સમાજનો છે. જોકે ફોટોમાં તો એ દેખાતા જ નથી, મતલબ કે ફોટો પાડતી વખતે એ બે અધિકારીને દૂર કરી દેવામાં આવ્યા છે. આથી જ બજેટમાં જાતિ જનગણનાનો મુદ્દો આવવો જોઈએ એવું અમે માનીએ છીએ. દેશના ૯૫ ટકા લોકોને જાતિ આધારિત જનગણના જોઈએ છે, કારણ કે લોકોને તેમની ભાગીદારી કેટલી, હિસ્સેદારી કેટલી એ જાણવું છે અને એ જરૂરી છે.’


રાહુલ ગાંધી આવું બોલી રહ્યા હતા ત્યારે પણ નાણાપ્રધાન હસી રહ્યાં હોવાથી રાહુલ ગાંધીએ નિર્મલા સીતારમણને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘નાણાપ્રધાન હસી રહ્યાં છે એ આશ્ચર્યની વાત છે. આ હસવા જેવી વાત નથી. હું જાતિ જનગણનાની વાત કરું છું. જાતિ જનગણના કરવામાં આવશે તો જ દેશમાં બદલાવ આવશે.’

રાહુલ ગાંધીની આ વાત પર નાણાપ્રધાને હકારમાં માથું હલાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2024 08:22 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK