Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નિપાહ વાયરસના ઑસ્ટ્રેલિયામાંથી મગાવ્યા એન્ટીબૉડી ડૉઝ, ICMR વેક્સિન પર કરશે કામ

નિપાહ વાયરસના ઑસ્ટ્રેલિયામાંથી મગાવ્યા એન્ટીબૉડી ડૉઝ, ICMR વેક્સિન પર કરશે કામ

16 September, 2023 07:49 PM IST | Kerala
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સરકાર વાયરસના પ્રસારને અટકાવવાના પ્રયાસ કરી રહી છે. આઈસીએમઆરે શુક્રવારે જાહેરાત કરી છે કે તે આની સારવાર માટે ઑસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટીબૉડીના 20 વધુ ડૉઝ ખરીદશે.

નીપાહ વાયરસ (તસવીર સૌજન્ય મિડ-ડે)

નીપાહ વાયરસ (તસવીર સૌજન્ય મિડ-ડે)


Nipah Virus: સરકાર વાયરસના પ્રસારને અટકાવવાના પ્રયાસ કરી રહી છે. આઈસીએમઆરે શુક્રવારે જાહેરાત કરી છે કે તે આની સારવાર માટે ઑસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટીબૉડીના 20 વધુ ડૉઝ ખરીદશે.

કેરળના કોઝિકોડમાં શુક્રવારે નિપાહ વાયરસના એક નવા કેસની પુષ્ટિ થઈ, જેના પછી આ સંક્રમણની ચપેટમાં આવનારા દર્દીઓની કુલ સંખ્યા છ થઈ ગઈ. જ્યારે મરણાંક વધીને બે પર પહોંચી ગયો છે. કેરળ નિપાહના કેસમાં નવેસરથી વધારાનો સામનો કરી રહ્યું છે. મગજને નુકસાન પહોંચાડનાર વાયરસ સંક્રમિત ચામાચિડીયા, સૂવર અથવા લોકોના શરીરના તરલ પદાર્થ સાથે સંપર્કથી ફેલાય છે. આ વાયરસ વિશે પહેલીવાર 2018માં ખબર પડી હતી.


સ્થિતિને જોતા રાજ્ય સરકાર હાઈ અલર્ટ મોડમાં છે અને તે લોકોની તપાસ કરી રહી છે જે સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં રહ્યા. કેરળ સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે તેમણે પૉઝિટીવ રોગીઓના કોન્ટેક્ટ લિસ્ટમાં કુલ 1080 વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી છે અને સેમ્પલ એકઠા કરવાની શરૂઆત કરી દીધી છે.


આઈસીએમઆર બનાવશે વેક્સિન
આ દરમિયાન, સરકાર વાયરસના પ્રસારને અટકાવવાના પ્રયત્ન કરી રહી છે. આઈસીએમઆરે શુક્રવારે જાહેરાત કરી કે તે આની સારવાર માટે ઑસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટીબૉડીના 20 વધુ ડૉઝ ખરીદશે.

આઈસીએમઆરના ડીજી રાજીવ બહેલે શુક્રવારે કહ્યું, "ઑસ્ટ્રેલિયાથી ખરીદવામાં આવતી દવાને સંક્રમણના શરૂઆતી ચરણ દરમિયાન આપવાની જરૂરિયાત છે." તેમના કહ્યા પ્રમાણે, ભારતમાં અત્યાર સુધી કોઈને પણ આ દવા આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે નિપાહમાં સંક્રમિત લોકોના મૃત્યુ દરની તુલનામાં ખૂબ જ વધારે (40થી 70 ટકાની વચ્ચે) છે. બહલે કહ્યું કે આઈસીએમઆર આ વાયરલ બીમારી સામે વેક્સિન બનાવવા પર કામ શરૂ કરવાની યોજના ઘડી છે.


તો કેરળ ઉચ્ચ ન્યાયાલયે શુક્રવારે રાજ્ય સરકારને કહ્યું કે જો જરૂર હોય તો મહામારીને ધ્યાનમાં રાખતા માસિક પૂજાના ખુલવા પર સબરીમાલાની તીર્થયાત્રા માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવે. સાવચેતીના પગલાં રુપે, કોઝિકોડમાં બધા શૈક્ષણિક સંસ્થાન આવતા રવિવાર સુધી એક અઠવાડિયા માટે બંધ રહેશે, જ્યારે ઑનલાઈન ક્લાસ આપવામાં આવશે. આ દરમિયાન, નિપાહ કેસની સારવાર કરનારી બધી હૉસ્પિટલને એક મેડિકલ બૉર્ડ બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે જે દિવસમાં બે વાર બેઠક કરશે અને રિપૉર્ટ સ્વાસ્થ્ય વિભાગને સોંપશે.

સ્વાસ્થ્ય મંત્રી વીના જૉર્જે કહ્યું કે અન્ય જિલ્લામાં લગભગ 29 લોકો નિપાહ સંક્રમિત લોકોની સંપર્ક સૂચિમા છે. તેમણે કહ્યું કે સંપર્ક લિસ્ટ વધવાની શક્યતા છે અને 30 ઑગસ્ટના મરનાર વ્યક્તિના દાહ સંસ્કારમાં સામેલ થનારા 17 લોકોને ક્વૉરંટીન કરી દેવામાં આવ્યા છે.

આ દરમિયાન, કેરળ પોલીસે આ સંબંધે એક વ્યક્તિ વિરુદ્ધ કહેવાતી રીતે વાયરસ સંબંધિત ખોટા સમાચાર પોસ્ટ કરવાનો કેસ દાખલ કર્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, કોઈલાંડી નિવાસી અનિલ કુમારે કહેવાતી રીતે સોશિયલ મીડિયાના માધ્યમે ખોટા સમાચાર ફેલાવ્યા, જેમાં દાવો કરવામાં આવ્યો કે નિપાહ વાયરસ ફાર્મા કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી એક ખોટી વાર્તા છે.

16 September, 2023 07:49 PM IST | Kerala | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK