° °

આજનું ઇ-પેપર
Sunday, 26 September, 2021


ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશમાં શું ચાલી રહ્યું છે

02 August, 2021 09:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

કમર્શિયલ એલપીજીના ભાવમાં ૭૩ રૂપિયાનો વધારો; હવે પછી ઈશાનનાં રાજ્યોની સરહદ સૅટેલાઇટ ઇમેજિંગથી નક્કી કરવામાં આવશે અને વધુ સમાચાર

વેલકમ બૅક ટુ ઝૂ: પાટનગર દિલ્હીમાં કોવિડ-19ને લગતાં વધુ નિયંત્રણો હળવાં કરાતાં લોકો હવે પ્રાણીસંગ્રહાલય જેવા જાહેર સ્થળોની મુલાકાત લઈ શકે છે. ગઈ કાલે નૅશનલ ઝૂલૉજિકલ પાર્કમાં સવારથી મુલાકાતીઓ આવવા લાગ્યા હતા. દિલ્હીમાં હજી પણ દેશના અન્ય રાજ્યોની જેમ કોરોનાની નવી લહેરનો ભય છે. (તસવીર: પી.ટી.આઇ.)

વેલકમ બૅક ટુ ઝૂ: પાટનગર દિલ્હીમાં કોવિડ-19ને લગતાં વધુ નિયંત્રણો હળવાં કરાતાં લોકો હવે પ્રાણીસંગ્રહાલય જેવા જાહેર સ્થળોની મુલાકાત લઈ શકે છે. ગઈ કાલે નૅશનલ ઝૂલૉજિકલ પાર્કમાં સવારથી મુલાકાતીઓ આવવા લાગ્યા હતા. દિલ્હીમાં હજી પણ દેશના અન્ય રાજ્યોની જેમ કોરોનાની નવી લહેરનો ભય છે. (તસવીર: પી.ટી.આઇ.)

આમ આદમીને ઝટકો: કમર્શિયલ એલપીજીના ભાવમાં ૭૩ રૂપિયાનો વધારો

નવી દિલ્હી: ગઈ કાલે ઑગસ્ટના પ્રથમ દિવસે સામાન્ય જનતાને મોંઘવારીનો આંચકો લાગ્યો હતો. સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજી ગૅસ-સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને ૧૯ કિલોના કમર્શિયલ ગૅસ-સિલિન્ડરની કિંમતમાં ૭૩.૫૦ રૂપિયાનો વધારો કરી દીધો છે. આ પછી, દેશની રાજધાની દિલ્હીમાં ૧૯ કિલો કમર્શિયલ ગૅસ-સિલિન્ડર ૧૬૨૩ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયું છે. ૧૪.૨ કિલો ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ૧ જુલાઈએ ૧૪.૨ કિલો ઘરેલું ગૅસ-સિલિન્ડરની કિંમતમાં ૨૫.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વર્ષે ઘરેલું સિલિન્ડરની કિંમતમાં ૧૩૮.૫૦ રૂપિયાનો વધારો થયો છે. આ વર્ષે ૧ જાન્યુઆરીએ દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત ૬૯૪ રૂપિયા હતી, જે હવે ૮૩૪.૫૦ રૂપિયામાં મળી રહ્યો છે. દેશનાં અન્ય મોટાં શહેરોમાં ૧૪.૨ કિલો સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.

દિલ્હીમાં સબસિડી વગરના ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમત ૮૩૪.૫૦ રૂપિયા, કલકત્તામાં ૮૬૧ રૂપિયા, મુંબઈમાં ૮૩૪.૫૦ રૂપિયા અને ચેન્નઈમાં ૮૫૦.૫૦ રૂપિયા છે.

 

હવે પછી ઈશાનનાં રાજ્યોની સરહદ સૅટેલાઇટ ઇમેજિંગથી નક્કી કરવામાં આવશે: કેન્દ્ર

નવી દિલ્હી: ઈશાન ભારતનાં રાજ્યોનું સીમાંકન સૅટેલાઇટ ઇમેજિંગ વડે કરવામાં આવશે. એ કામગીરી નૉર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ (એન.ઈ.સી) અને ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ (ડી.ઓ.એસ.)ના સંયુક્ત સાહસ નૉર્થ ઈસ્ટર્ન સ્પેસ ઍપ્લિકેશન સેન્ટર (એન.ઈ.એસ.એ.સી.)ને સોંપવામાં આવી છે. મેઘાલયની રાજધાની શિલૉન્ગસ્થિત એન.ઈ.એસ.એ.સી. ઈશાનનાં રાજ્યોના પૂર પ્રકોપ વેળા મદદરૂપ વિકાસ કાર્યોમાં સ્પેસ ટેક્નૉલૉજી સપોર્ટ આપે છે. ઈશાનનાં રાજ્યોના સીમા વિવાદો ક્યારેક અત્યંત હિંસક બની જાય છે. એ પરિસ્થિતિ ટાળવા માટે આવું આયોજન કરવામાં આવ્યું હોવાનું કેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું. તાજેતરમાં મિઝોરમ અને આસામ વચ્ચે સીમા વિવાદના ઝઘડામાં પાંચ પોલીસ જવાનો અને એક સ્થાનિક નાગરિક માર્યા ગયા હતા.

સરહદે હજીયે ભારેલો અગ્નિ

આસામ અને મિઝોરમ વચ્ચે સીમા વિવાદની અથડામણો પછી હંજી સુધી પરિસ્થિતિ શાંત પડી નથી. સતત છઠ્ઠા દિવસે વાહનોની અવરજવર પર નિયંત્રણો વચ્ચે તંગદિલી યથાવત હતી અને ભારેલા અગ્નિ જેવો માહોલ હતો. લૈલાપુરમાં હિંસક અથડામણો પછી સી.આર.પી.એફ.ના જવાનો નૅશનલ હાઇવે-નંબર ૩૦૬ પર ચોકી પહેરો કરે છે. એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવાસ પર પ્રતિબંધ ન હોવા છતાં વાહનોની અવર જવર લગભગ બંધ છે. થોડા દિવસ પહેલાં થયેલા હિંસાચારમાં આસામના પાંચ પોલીસનાં મૃત્યુ થયાં હતાં.

 

જુલાઈમાં વરસાદ નોર્મલ કરતાં સાત ટકા ઓછો પડ્યો

નવી દિલ્હી: જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવા સહિત દેશના અનેક ઠેકાણે અતિવર્ષા અને પૂર આવવા સાથે ભેખડો ધસી પડવા જેવી દુર્ઘટનાઓ નોંધાઈ હતી.

તેમ છતાં જુલાઈ મહિનાના સર્વસાધારણ વરસાદની સરખામણીમાં સાત ટકા ઓછો (બીલો નોર્મલ) વરસાદ નોંધાયો હોવાનું હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું.

હવામાન ખાતાના ધારાધોરણો અનુસાર એકાદ મહિનો કે અન્ય સમયમર્યાદા માટે નિર્ધારિત પ્રમાણના ૯૬થી ૧૦૪ ટકા નોર્મલ ગણાય અને ૯૦થી ૯૬ ટકા હોય તો તેને ઓછો (બીલો નોર્મલ) ગણવામાં આવે છે.

 

યુનોની મીટિંગનું પ્રમુખસ્થાન: મોદી પહેલા ભારતીય વડા પ્રધાન

હૈદરાબાદ: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ના પ્રમુખસ્થાન દરમિયાન નવી દિલ્હીની બેઠકનું પ્રમુખસ્થાન સંભાળનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડા પ્રધાન બનશે, એમ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત સૈયદ અકબરુદ્દીને ગઈ કાલે જણાવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ અકબરુદ્દીને જણાવ્યું હતું કે ૭૫ વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વાર બની રહ્યું છે.

 

મણિપુરના ભૂતપૂર્વ કૉન્ગ્રેસ પ્રમુખ બીજેપીમાં જોડાયા

નવી દિલ્હી: કૉન્ગ્રેસના મણિપુર એકમના ભૂતપૂર્વ પ્રમુખ ગોવિંદ કૉન્થુજૅમ ગઈ કાલે ભારતીય જનતા પક્ષ (બીજેપી)માં જોડાયા હતા. નવી દિલ્હીમાં બીજેપીના વડા મથકે પક્ષના મણિપુરનો અખત્યાર ધરાવતા મહામંત્રી સંબિત પાત્રા અને રાજ્ય એકમનાં પ્રમુખ શારદા દેવીની હાજરીમાં તેમણે બીજેપીના સભ્યપદની ઔપચારિકતા પૂર્ણ કરી હતી. ગોવિંદ કૉન્થુજૅમે ગયા મહિને ‘અંગત કારણોસર’ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે આવતા વર્ષે મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને વિજય અપાવવાની બાંયધરી ઉચ્ચારી હતી.  

 

બ્રિટનમાં વૅક્સિન માટે આકર્ષવા વાઉચર્સની ઑફર

લંડન: બ્રિટનમાં યુવાનોને અૅન્ટિ કોવિડ વૅક્સિન્સ લેવા માટે આકર્ષવા શૉપિંગ વાઉચર્સ અને પિત્ઝા ડિસ્કાઉન્ટની ઑફરો આપવામાં આવે છે. વૅક્સિન લેનારા યુવાનોને ફૂડ ડિલિવરી અૅપ્સ પ્રવાસ અને ખાદ્ય વાનગીઓની ખરીદીમાં ડિસ્કાઉન્ટ્સ આપે છે. આ સરકારી સ્કીમ માટે ઉબર, બોલ્ટ, ડિલિવરુ અને પિત્ઝા પિલગ્રિમ્સ જેવી કેટલીક બ્રૅન્ડ્સને પસંદ કરવામાં આવી છે. અૅન્ટિ કોવિડ વૅક્સિનના બે ડોઝ લેનારા નાગરિકો માટે વિશેષ ઑફર અપાય છે.

02 August, 2021 09:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

`ભારત બદલાઈ ત્યારે વિશ્વ પણ બદલાઈ છે` : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી છે.

25 September, 2021 07:36 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કોણ છે ભારતની યંગ ઓફિસર? જેણે સંયુક્ત રાષ્ટ્રમાં ઈમરાન ખાનને બતાવ્યો અરીસો, જાણો

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એક વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં કાશ્મીર રાજ્યને સંબોધિત કર્યું હતું.

25 September, 2021 12:35 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

રાજસ્થાનના જયપુરમાં ગંભીર અકસ્માત, પરીક્ષા આપવા જતા 6 યુવકના મોત

રાજસ્થાનના જયપુરમાં શનિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો.

25 September, 2021 11:47 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK