Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

12 May, 2022 08:57 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈડીએ ઝારખંડના માઇનિંગ સચિવની ધરપકડ કરી, માતરના બીજેપીના વિધાનસભ્ય સહિત ૨૬ લોકોને જુગારના કેસમાં બે વર્ષની સજા અને વધુ સમાચાર

૧૮૧ કિલોગ્રામની માછલી : કમ્બોડિયાના સ્ટંગ ટ્રેંગ પ્રાંતની મેકોંગ નદીમાં પાંચમી મેએ કમ્બોડિયાના માછીમારોએ અજાણતાં જ ૪૦૦ પાઉન્ડ (લગભગ ૧૮૧ કિલોગ્રામ) વજન અને ૧૩ ફુટ (૩.૯૬ મીટર) લંબાઈ ધરાવતી માદા ફ્રેશવૉટર સ્ટિંગરે નામની માછલી પકડી હતી. આ ફોટો પાંચમી મે, ૨૦૨૨ના લેવામાં આવ્યો હતો અને યુએસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા વન્ડર્સ ઑફ ધ મેકોંગ પ્રોજેક્ટ દ્વારા ૧૦ મેએ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. બાદમાં આ ‌સ્ટિંગરેને મેકોંગ નદીમાં છોડવામાં આવી હોવાનું વૈજ્ઞાનિકોએ ગઈ કાલે જણાવ્યું હતું.

૧૮૧ કિલોગ્રામની માછલી : કમ્બોડિયાના સ્ટંગ ટ્રેંગ પ્રાંતની મેકોંગ નદીમાં પાંચમી મેએ કમ્બોડિયાના માછીમારોએ અજાણતાં જ ૪૦૦ પાઉન્ડ (લગભગ ૧૮૧ કિલોગ્રામ) વજન અને ૧૩ ફુટ (૩.૯૬ મીટર) લંબાઈ ધરાવતી માદા ફ્રેશવૉટર સ્ટિંગરે નામની માછલી પકડી હતી. આ ફોટો પાંચમી મે, ૨૦૨૨ના લેવામાં આવ્યો હતો અને યુએસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા વન્ડર્સ ઑફ ધ મેકોંગ પ્રોજેક્ટ દ્વારા ૧૦ મેએ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. બાદમાં આ ‌સ્ટિંગરેને મેકોંગ નદીમાં છોડવામાં આવી હોવાનું વૈજ્ઞાનિકોએ ગઈ કાલે જણાવ્યું હતું.


ઈડીએ ઝારખંડના માઇનિંગ સચિવની ધરપકડ કરી

રાંચી : ઝારખંડના માઇનિંગ સચિવ પૂજા સિંઘલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) દ્વારા ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં રાજ્યના ખૂંટીમાં મનરેગા ભંડોળની ઉચાપતને સંબંધિત મની લૉન્ડરિંગ અને અન્ય આરોપોની તપાસના સંબંધમાં તેમની સતત બે દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ૨૦૦૦ની બેચના આ આઇએએસ ઑફિસરને પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટની કલમો હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સૂત્રોએ દાવો કર્યો હતો કે સિંઘલ ઈડીના અધિકારીઓના સવાલોના યોગ્ય જવાબો ન આપતાં હોવાના કારણે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે સિંઘલ લગભગ ૯ કલાક સુધી ઈડીની ઑફિસમાં હતા અને તેમનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવામાં આવ્યું હતું.



 


માતરના બીજેપીના વિધાનસભ્ય સહિત ૨૬ લોકોને જુગારના કેસમાં બે વર્ષની સજા

અમદાવાદ : મધ્ય ગુજરાતના માતર મતવિસ્તારના બીજેપીના વિધાનસભ્ય કેશરીસિંહ સોલંકી સહિત ૨૬ આરોપીઓને હાલોલના ઍડિશનલ ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ પ્રેમ હંસરાજ સિંહે જુગાર ધારાની કલમ ૪ મુજબ બે વર્ષની સખત કેદની સજા અને દરેક આરોપીઓને ૩૦૦૦ રૂપિયાનો દંડ ભરપાઈ કરવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત જુગાર ધારાની કલમ ૫ મુજબ આ તમામ ૨૬ આરોપીઓને છ મહિનાની સખત કેદની સજા અને દરેક આરોપીઓને ૧૦૦૦ રૂપિયા લેખે દંડ ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોઈ વિધાનસભ્યને એની ચાલુ ટર્મમાં જ સજા થઈ હોવાની આ ઘટના બની છે. ૨૦૨૧ની ૭ જુલાઈએ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુરમાં આવેલા જિમીરા રિસૉર્ટમાં આ આરોપીઓ જુગાર રમાડતાં પોલીસના હાથે પકડાયા હતા. 


 

આર્મી પછી શ્રીલંકાની પોલીસને  પણ શૂટનો આદેશ

કોલંબો : શ્રીલંકામાં સરકારના વિરોધમાં ભારે દેખાવો થઈ રહ્યા છે, જેમાં ઓછામાં ઓછા નવ જણનાં મોત નીપજ્યાં છે. આવી સ્થિતિમાં શ્રીલંકાની પોલીસે જણાવ્યું હતું કે જો લોકોના જીવ જોખમમાં હોય કે પછી જાહેર મિલકતને નુકસાન અને લૂંટ થતી હોય તો એને અટકાવવા માટે શૂટ કરી દેવાનો આદેશ ગઈ કાલે તેમને આપવામાં આવ્યો છે. શ્રીલંકાની આર્મીને મંગળવારે આવો જ આદેશ અપાયો હતો. શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને ભારત એના દળોને શ્રીલંકામાં મોકલશે એમ જણાવતા મીડિયા રિપોર્ટ્સને ફગાવ્યા હતા.

 

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2022 08:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK