Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > News In Short : મની લૉન્ડરિંગ : ફારુકને સમન્સ

News In Short : મની લૉન્ડરિંગ : ફારુકને સમન્સ

28 May, 2022 12:03 PM IST | New Delhi
Agency

ઈડી આ કેસમાં તપાસ કરી રહી છે. અબદુલ્લાને ૩૧ મેએ દિલ્હીમાં ઈડીના મુખ્યાલયમાં હાજર રહેવા જણાવાયું છે. ઈડીએ આ કેસમાં અનેક વખત તેમની પૂછપરછ કરી છે. 

મની લૉન્ડરિંગ : ફારુકને સમન્સ

મની લૉન્ડરિંગ : ફારુકને સમન્સ


નૅશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લાને ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ) દ્વારા મની લૉન્ડરિંગના કેસમાં પૂછપરછ માટે સમન્સ બજાવવામાં આવ્યું છે. 
આ પૂછપરછ જમ્મુ-કાશ્મીર ક્રિકેટ અસોસિએશનમાં કથિત નાણાકીય ગેરરીતિના એક કેસને સંબંધિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈડી આ કેસમાં તપાસ કરી રહી છે. અબદુલ્લાને ૩૧ મેએ દિલ્હીમાં ઈડીના મુખ્યાલયમાં હાજર રહેવા જણાવાયું છે. ઈડીએ આ કેસમાં અનેક વખત તેમની પૂછપરછ કરી છે. 

ચૌટાલાને ચાર વર્ષની જેલની સજા



દિલ્હીની અદાલતે અપ્રમાણસર સંપત્તિના કેસમાં હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમપ્રકાશ ચૌટાલાને ગઈ કાલે ચાર વર્ષની સજા કરી હતી. સ્પેશ્યલ જજ વિકાસ ધુલે ૧૯૯૩થી ૨૦૦૬ દરમ્યાન અપ્રમાણસર સંપત્તિ મેળવવાના કેસમાં દોષી ચૌટાલાને ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જજે તેમની ચાર મિલકતને જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો હતો. અદાલતે ગયા અઠવાડિયામાં ચૌટાલાને દોષી જાહેર કર્યા હતા. ચૌટાલાના આવકના જાણીતા સોર્સિસ કરતાં તેમની સંપત્તિ ૬.૦૯ કરોડ રૂપિયા વધારે હતી. 


સીબીઆઇ ગુપ્ત કાગળો લઈ ગઈ: કાર્તિ 

કૉન્ગ્રેસના સંસદસભ્ય કાર્તિ ચિદમ્બરમે ગઈ કાલે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને આરોપ મૂક્યો હતો કે સીબીઆઇના અધિકારીઓએ તાજેતરમાં કરેલી રેઇડ દરમ્યાન ઇન્ફર્મેશન અને ટેક્નૉલૉજી બાબતોની સંસદીય સમિતિને લગતાં પેપરો પણ જપ્ત કર્યાં હતાં જે એમના સંસદીય વિશેષાધિકારનું ઉલ્લંઘન છે. વર્તમાન સરકાર તેમ જ તપાસ સંસ્થાઓ એમના પરિવાર તેમ જ એમના પર એક પછી એક ખોટા કેસ નોંધીને એમના અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે.’ હાલ કાર્તિ વિરુદ્ધ જ્યારે એના પિતા પી. ચિદમ્બરમ ગૃહપ્રધાન હતા એ વખતે ચીનના ૨૬૩ કામદારોને વિઝા આપવા લાંચના આરોપને લઈને ચાલી રહેલી પૂછપરછ દરમ્યાન આ પત્ર આવ્યો છે. 


બીએસએફએ ગુજરાતના કાંઠેથી વધુ એક પાકિસ્તાની માછીમારને પકડ્યો

બૉર્ડર સિક્યૉરિટી ફોર્સે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત-પાક સીમા પાસે હરામીનાળામાંથી વધુ એક પાકિસ્તાની માછીમારને પકડ્યો હતો. સાથે જ માછીમારી માટેની પાંચ બોટને પણ જપ્ત કરવામાં આવી છે. 
બીએસએફની પૅટ્રોલિંગ ટીમે ગઈ કાલે જોયું કે આ માછીમાર દરિયાઈ સીમામાં પાકિસ્તાનની બાજુ ભાગી જવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે તેમને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જોકે આખરે તેમણે પીછો કરીને આ માછીમારને પકડી લીધો હતો. બીએસએફએ ગુરુવારે એ જ એરિયામાં બે પાકિસ્તાની માછીમારને પકડ્યા હતા અને તેમની ચાર બોટને જપ્ત કરી હતી, કેમ કે તેઓ ભારતીય જળસીમાની અંદર માછીમારી કરતા હતા. 
આ તમામ બોટમાંથી કેટલીક માછલી, જાળી અને કેટલાંક સાધનો સિવાય કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી. વાસ્તવમાં બુધવારે સવારે હરામીનાળામાં ત્યજી દેવામાં આવેલી એક બોટને જપ્ત કરવામાં આવ્યા બાદ બીએસએફે હરામીનાળામાં તપાસ શરૂ કરી હતી.

ઈસ્ટ તિમોરમાં ભૂકંપ બાદ હિન્દ મહાસાગરમાં સુનામીની ચેતવણી

અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે ઈસ્ટ તિમોરમાં ગઈ કાલે ૬.૧ મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો હતો. સુનામી સલાહકાર જૂથે કહ્યું હતું કે આ ભૂકંપને કારણે હિન્દ મહાસાગરમાં સુનામી આવી શકે છે. ભૂકંપ ઈસ્ટ તિમોર અને ઇન્ડોનેશિયા વચ્ચે આવેલા તિમોરા ટાપુથી ૫૧.૪  કિલોમીટર દૂર આવ્યો હતો. હિન્દ મહાસાગર સુનામી સિસ્ટમે એ પ્રદેશ માટે સુનામીની ચેતવણી આપી છે. ઈસ્ટ તિમોરની રાજધાની દિલીમાં એક પત્રકારે ભૂકંપ અનુભવ્યો હતો. જોકે તે બહુ જ ઝડપી હતી. જોકે લોકોએ પોતાની પ્રવૃત્તિ યથાવત્ રાખી હતી. 
ઈસ્ટ તિમોર અને ઇન્ડોનેશિયા તીવ્ર ભૂકંપની શક્યતાવાળા પ્રદેશમાં આવે છે. ફેબ્રુઆરીમાં ઇન્ડોનેશિયાના સુમાત્રામાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ૧૨ લોકો માર્યા ગયા હતા. 
૨૦૦૪માં સુમાત્રામાં ૯.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં સમગ્ર પ્રદેશમાં ૨,૨૦,૦૦૦ લોકો માર્યા ગયા હતા, જેમાં ઇન્ડોનેશિયાના ૧,૭૦,૦૦૦ લોકોનો સમાવેશ થતો હતો. ઈસ્ટ તિમોરની વસ્તી ૧૩ લાખની છે તેમ જ તે ભારતીય ઉપમહાખંડનો સૌથી યુવા દેશ છે. 
તાજેતરમાં તે ઇન્ડોનેશિયાથી એની સ્વંતત્રતાની ૨૦મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. તેની ૪૨ ટકા વસ્તી ગરીબી રેખાની નીચે જીવે છે.

અમેરિકામાં સરકારી વેબસાઇટો ગુજરાતીમાં વાંચવા મળી શકે

અમેરિકામાં પ્રેસિડન્ટના એક સલાહકાર પંચે વાઇટહાઉસ અને ફેડરલ એજન્સીઓ સહિત મહત્ત્વના સરકારી વિભાગોની વેબસાઇટ્સનો એશિયન-અમેરિકનો અને પૅસિફિક ક્ષેત્રના લોકો દ્વારા બોલાતી ભાષાઓમાં અનુવાદ કરાવવાની ભલામણ કરી છે. આ ભાષાઓમાં હિન્દી, ગુજરાતી અને પંજાબીનો પણ સમાવેશ થાય છે. 
એશિયન અમેરિકનો, હવાઈયનો અને પૅસિફિક ક્ષેત્રના લોકો માટેના રાષ્ટ્રપતિના સલાહકાર પંચ દ્વારા આ ભાષાઓને સામેલ કરવા સહિત અનેક ભલામણોને તાજેતરમાં મંજૂરી આપવામાં આવી હતી. 
આ પંચની મીટિંગમાં ભલામણ કરવામાં આવી હતી કે ફેડરલ એજન્સીઓએ તેમની વેબસાઇટ્સ પર મહત્ત્વના દસ્તાવેજો, ડિજિટલ કન્ટેન્ટ અને ફૉર્મને એશિયન અમેરિકનો અને પૅસિફિક ક્ષેત્રના લોકો દ્વારા બોલાતી ભાષાઓમાં પૂરાં પાડવાં જોઈએ. હવે આ ભલામણ પર પ્રેસિડન્ટ અંતિમ નિર્ણય કરશે. 
ભારતીય અમેરિકન અજય જૈન ભુટોરિયાએ ૨૦૨૦ની ચૂંટણી પહેલાં ડેમોક્રેટિકના ઉમેદવાર અને હવે અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન માટે અનેક ભાષામાં પ્રચાર ઝુંબેશ શરૂ કરી હતી જેના પછીથી જ આવી ભલામણ પાઇપલાઇનમાં હતી.  
વાસ્તવમાં હિન્દી, ગુજરાતી, પંજાબી, તેલુગુ અને અન્ય સાઉથ એશિયન ભાષાઓમાં કરવામાં આવેલા ચૂંટણી પ્રચારના કારણે જ એશિયન અમેરિકનોમાં બાઇડન કૅમ્પેનની અસર જોવા મળી હતી. સક્સેસફુલ ઑન્ટ્રપ્રનર ભુટોરિયા હવે એશિયન અમેરિકનો, હવાઈયનો અને પૅસિફિક ક્ષેત્રના લોકો માટેના રાષ્ટ્રપતિના સલાહકાર પંચના સભ્ય છે.

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2022 12:03 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK