Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > News In Short : શિમલામાં બરફનું સામ્રાજ્ય

News In Short : શિમલામાં બરફનું સામ્રાજ્ય

25 January, 2022 10:48 AM IST | New Delhi
Agency

શિમલાની એક હોટેલની બહાર પાર્ક કરેલી કાર પર પણ બરફ પડ્યો હતો.  

હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે.

હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે.


સમગ્ર દેશમાં ઠંડીએ પોતાનો ચમકારો બતાવ્યો છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે. પરિણામે શિમલાની એક હોટેલની બહાર પાર્ક કરેલી કાર પર પણ બરફ પડ્યો હતો.  

આઝાદી બાદ પહેલી વાર પાકિસ્તાની મુસાફરો ફ્લાઇટથી ભારત આવશે



જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ભારતીય યાત્રાળુઓ હવાઈ માર્ગે પાકિસ્તાન પહોંચ્યા બાદ પાકિસ્તાની યાત્રાળુઓ પણ ૭૫ વર્ષમાં પ્રથમ વાર પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સની સ્પેશ્યલ ફ્લાઇટથી ૨૯ જાન્યુઆરીએ ભારત આવવા રવાના થશે. અત્યાર સુધી યાત્રાળુઓ પગપાળા કે સમજૌતા એક્સપ્રેસ દ્વારા એકબીજાના દેશમાં આવજા કરતા હતા. મેમ્બર નૅશનલ ઍસેમ્બલી અને પાકિસ્તાન હિન્દુ પરિષદના અધ્યક્ષ રમેશ કુમારે જણાવ્યાનુસાર બંને પાડોશી દેશો વચ્ચે ધાર્મિક પ્રવાસને પ્રોત્સાહન આપવાના હેતુથી પીઆઇએ અને ઍરઇન્ડિયા વચ્ચે  થયેલા આ કરાર મુજબ બંને ઍરલાઇન્સ વિશેષ પ્લેન ઉડાવશે. 


આતંકવાદી ગ્રુપ હમાસે ચોરી હતી દિલ્હીના વેપારીની ડિજિટલ કરન્સી

દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે તાજેતરમાં જ પશ્ચિમ વિહાર વિસ્તારમાં એક વેપારીના પ્રાઇવેટ વૉલેટમાંથી લગભગ ૪.૫ કરોડ રૂપિયાની બીટકૉઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીની ચોરીના કેસમાં પેલેસ્ટીનની એજન્સી હમાસની સંડોવણીનો દાવો કર્યો છે. 

હમાસ પેલેસ્ટીનની લશ્કરી પાંખ છે, જેને ઇઝરાયલે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. વૉલેટમાંથી ચોરી કરવામાં આવેલ બીટકૉઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સી હમાસની આ જ લશ્કરી વિંગ અલ કાસમ બ્રિગેટ્સના વૉલેટમાં ટ્રાન્સફર કરાઈ છે. પેલેસ્ટીનમાં પોતાનું અભિયાન ચાલુ રાખવા તેમ જ અન્ય કાર્યો માટે ચોરીની તેમ જ દાનમાં મળેલી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવા માટે હમાસ વિશ્વભરમાં બદનામ છે. દિલ્હી પોલીસની તપાસમાં જણાયું હતું કે પછીથી તેના વૉલેટમાંથી તમામ ક્રિપ્ટોકરન્સી ઇજિપ્તના અહમદ મરજૂક અને પેલેસ્ટીનના અહમદ ક્યુ એચ સાફરીના વૉલેટમાં ટ્રાન્સફર કરાઈ હતી. આ કેસ વર્ષ ૨૦૧૯નો છે, જ્યારે દિલ્હીના પશ્ચિમી વિહાર વિસ્તારમાં રહેતા એક વેપારીના ક્રિપ્ટો વૉલેટમાંથી ૬.૨ બીટકૉઇન, ૯.૭૨ એથેરિયમ અને ૨.૪૪ બીટકૉઇન કૅશ ચોરી થયાં હતાં.

ચીનના શીઆન શહેરમાંથી એક મહિના બાદ હટાવાયું લૉકડાઉન  

શિયાળુ ઑલિમ્પિક્સ પહેલાં માત્ર બે અઠવાડિયાં કરતાં પણ ઓછા સમયમાં વાઇરસનું સંક્રમણ ઓછું થયું હોવાથી ચીની અધિકારીઓએ ​શીઆન (Xi’an ) શહેર અને તેના ૧.૩ કરોડ રહેવાસીઓ પરનું એક મહિનાનું લૉકડાઉન ગઈ કાલે ઉઠાવી લીધું છે. દરમ્યાન ચીનની રાજધાની બીજિંગના એક જિલ્લામાં વાઇરસના સંક્રમણના કેસ વધતાં સંબંધિત વિસ્તારના ૨૦ લાખ રહેવાસીઓને ટેસ્ટિંગ કરવા જણાવાયું છે. 
સરકારે સંક્રમણનું ઉચ્ચ જોખમ ધરાવતા બીજિંગના વિસ્તારના લોકોને શહેરમાં ૨૫ કરતાં વધુ કેસ તેમ જ અન્યત્ર ૧૪ કેસ નોંધાયા બાદ શહેરની બહાર ન નીકળવા જણાવ્યું હતું. 
ફેંગતાઈના રહેવાસીઓ ઠંડીની મોસમમાં બરફ-આચ્છાદિત માર્ગો પર ટેસ્ટિંગ માટે લાઇન લગાવીને રહ્યા હતા. 
કડક નિયંત્રણો હેઠળ યોજવામાં આવી રહેલા ઑલિમ્પિક્સ એથ્લેટ્સ, સ્ટાફ, રિપોર્ટર્સ અને અધિકારીઓને પરિવારથી દૂર રાખવામાં આવ્યા છે. એથ્લેટ્સે વૅક્સિનેશન કરાવેલું હોવું જોઈએ કે પછી ચીનમાં આવ્યા બાદ ક્વૉરન્ટીન થવું ફરજિયાત છે. 
ઝીઆન સરકાર દ્વારા ગઈ કાલે કરવામાં આવેલી જાહેરાતના એક દિવસ પહેલાં જ કમર્શિયલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી હતી. મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર અને ભૂતપૂર્વ સામ્રાજ્યની રાજધાની, જે ટેરાકોટા વોરિયર સ્ટેચ્યુ આર્મીના રહેઠાણ તરીકે પ્રખ્યાત છે, તેણે રહેવાસીઓને ખવડાવવા અને સ્થાનિક અર્થતંત્રને જીવંત રાખવા માટે સંઘર્ષ કર્યો હતો, જ્યારે કે લોકો પોતાના ઘરમાં જ સીમિત રહ્યા હતા. 

ફ્રાન્સમાં રેસ્ટોરાં અને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં વૅક્સિન ન લેનારાઓના પ્રવેશ પર પ્રતિબંધ

ફ્રાન્સમાં કોવિડ-19ના સંક્રમણ સામે રસી ન લેનારાઓને રેસ્ટોરાં, બાર, પ્રવાસ-સ્થળો અને ખેલકૂદનાં સ્થળોએ પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. સરકારની વાઇરસ વિરોધી નીતિને પગલે જાહેર કરાયેલો આ નવો કાયદો ગઈ કાલથી અમલી બન્યો છે, જેને પગલે જનતાએ પ્રવેશ માટે વૅક્સિન પાસ મેળવવો આવશ્યક રહેશે. 
ફ્રાન્સમાં કોરોના વાઇરસના સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે તથા હૉસ્પિટલના બેડ પણ ભરાઈ રહ્યા છે. જોકે આઇઈસીયુમાં પેશન્ટ્સની સંખ્યા પ્રતિદિન ઘટી રહી છે. 
ઓમાઇક્રોન વાઇરસનો પ્રસાર વધતાં સરકારે કેટલાક નવા પ્રતિબંધ લાગુ કર્યા છે, જેમાં ફ્રાન્સની સંસદ અને બંધારણીય પરિષદ દ્વારા વૅક્સિન પાસને અનિવાર્ય બનાવાયો હતો. 
કોરોના વાઇરસના ડેલ્ટા વેરિઅન્ટની તુલનાએ ઓમાઇક્રોનના સંક્રમણથી ગંભીર બીમારીનું પ્રમાણ ઓછું રહ્યું છે. કોરોના વાઇરસના અન્ય સ્ટ્રેનની તુલનાએ ઓમાઇક્રોન વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે તથા અનેક દેશોમાં એ વધુ પ્રભાવશાળી બન્યો છે. આ વાઇરસનું સંક્રમણ વૅક્સિનેટેડ લોકોને તેમ જ અગાઉ જેમને સંક્રમણ લાગી ચૂક્યું છે તેમને વધુ જલદી લાગે છે. 
ક્રિટિક્સના મતે ફ્રાન્સના ૯૪ ટકા પુખ્ત નાગરિકોએ હજી સુધી વૅક્સિનનો માત્ર એક જ ડોઝ લીધો છે, એવામાં વૅક્સિન પાસ વિશેષ અસર દાખવી શકશે કે કેમ એ મૂળ પ્રશ્ન છે. 

સિધુને પ્રધાન બનાવવા ઇમરાન ખાને કરી હતી વિનંતી : અમરિન્દર સિંહ

પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે એક ચોંકાવનારું સ્ટેટમેન્ટ આપતાં ગઈ કાલે કહ્યું હતું કે નવજોત સિંહ સિધુને પ્રધાન બનાવવા માટે પાકિસ્તાનમાંથી વિનંતી કરવામાં આવી હતી. વળી આ વિનંતી બીજા કોઈએ નહીં, પણ ખુદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કરી હતી. કૉન્ગ્રેસ છોડનાર અમરિન્દરે કહ્યું હતું કે ‘મને એક વ્યક્તિનો મેસેજ મળ્યો હતો, જેને હું અને સિધુ ઓળખીએ છીએ. તેણે કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાને વિનંતી કરી છે કે જો તમે સિધુને તમારી સરકારમાં લઈ શકતા હો તો લઈ લો. જો તે કામ નહીં કરે તો એને કાઢી મૂકજો. તે મારો જૂનો મિત્ર છે. આ મેસેજ હતો.’ 

કાશ્મીરમાં પ્રજાસત્તાક દિન પહેલાં  કડક સલામતી બંદોબસ્ત 

શ્રીનગર અને કાશ્મીરના અન્ય જિલ્લા મુખ્ય મથકોમાં પ્રજાસત્તાક દિનની શાંતિપૂર્વક ઉજવણી સુનિશ્ચિત કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવતા કાશ્મીરના આઇજીપી વિજય કુમારે કહ્યું હતું કેશ્રીનગરમાં અને જિલ્લા મુખ્ય મથકોમાં ક્ષેત્ર પ્રભુત્વ અને ડ્રોન વડે દેખરેખ રાખવા માટે પોલીસ, સીઆરપીએફ અને લશ્કરના જવાનો છેલ્લા એક અઠવાડિયાથી સુરક્ષા ડ્રીલ યોજી રહ્યા છે. શ્રીનગરમાં મુખ્ય પરેડના સ્થળની આસપાસના તમામ હાઈરાઇઝ બાંધકામો પર સુરક્ષા દળોના શાર્પશૂટર્સ ગોઠવી દેવાયા છે. 

શરજિલ ઇમામ પર ચાલશે દેશદ્રોહનો કેસ

સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ) અને નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (એનઆરસી)ના વિરોધમાં વર્ષ ૨૦૧૯માં કરવામાં આવેલા વિરોધ-પ્રદર્શનમાં કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ દિલ્હી સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના સ્ટુડન્ટ શરજિલ ઇમામ સામે ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેની સજાની કલમ ૧૩ હેઠળ દેશદ્રોહનો આરોપ મૂક્યો છે. શરજિલ ઇમામે આસામ અને બાકીના નૉર્થ ઈસ્ટ પ્રદેશોને ભારતથી છૂટું પાડવાની ધમકી આપી હતી. 

કાઝીરંગા નૅશનલ પાર્કમાં કમાન્ડો તહેનાત કરાશે

શિકાર વિરોધી અભિયાન પર અંકુશ લગાવવા માટે કાઝીરંગા  નૅશનલ પાર્કમાં કમાન્ડો તહેનાત કરવામાં આવશે. વિશેષ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) તથા અસમ ગેંડા સંરક્ષણ ટાસ્ક ફોર્સના ચૅરમૅને આ વિશેની જાણકારી આપી હતી. આ સાથે જ તાજેતરમાં જ્યાં ગેંડાનો શિકાર થયો હતો એ સ્થળની પણ મુલાકાત લેવામાં આવશે. તાજેતરમાં જ નૅશનલ પાર્કમાં એક માદા ગેંડાની લાશ મળી હતી. એનો શિકાર કરવામાં આવ્યો હોવાની આશંકા છે, કારણ કે એનું શિંગડું ગાયબ હતું. 

Whatsapp-channel Whatsapp-channel

25 January, 2022 10:48 AM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK