° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


News In Short : કેરલામાં પ્રેમિકાએ પ્રેમી પર ઍસિડ ફેંક્યું

22 November, 2021 11:29 AM IST | Kerala | Agency

ખૂબ સમજાવ્યા પછી પણ અરુણ તૈયાર ન થતાં શીબાએ તેના પર ઍસિડ ફેંક્યું હતું. અરુણ અત્યારે હૉસ્પિટલમાં છે અને તેણે એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કેરલામાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. લગ્નનો પ્રસ્તાવ ન સ્વીકારનાર યુવક પર યુવતીએ ઍસિડ-અટૅક કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ‘ર૭ વર્ષનો અરુણકુમાર અને ૩ૈ૫ વર્ષની શીબા સોશ્યલ મીડિયાથી મિત્રો બન્યાં હતાં. બન્ને વચ્ચે સંબંધ ઘનિષ્ઠ થયો હતો અને તેમણે પરણવાનું નક્કી કર્યું હતું, પણ પછી અરુણને ખબર પડી કે શીબા પરણેલી છે અને તેને બે સંતાનો પણ છે એથી તેણે નિર્ણય બદલ્યો અને બીજી યુવતીને પરણવાનું નક્કી કર્યું. શીબાએ તેને ચર્ચા માટે મળવા બોલાવ્યો હતો. ખૂબ સમજાવ્યા પછી પણ અરુણ તૈયાર ન થતાં શીબાએ તેના પર ઍસિડ ફેંક્યું હતું. અરુણ અત્યારે હૉસ્પિટલમાં છે અને તેણે એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી છે. ૧૬ નવેમ્બરે આ ઘટના બની હતી. તેના ત્રણ દિવસ પછી યુવતીની ધરપકડ કરવામાં આવી છે. શીબા પણ થોડી દાઝી ગઈ હતી. જો કે તેણે કોઈ સારવાર લીધી નહોતી. 

પ્રદૂષણને પગલે દિલ્હીમાં તમામ સ્કૂલો બંધ 

શહેરની હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધવાને કારણે નૅશનલ કૅપિટલ રીજન (એનસીઆર) અને એની આસપાસના વિસ્તારોમાં તમામ સ્કૂલો આગામી આદેશ સુધી બંધ રહેશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર તમામ સરકારી, સરકારી સહાય મેળવનારી, સરકારી સહાય ન મેળવનારી પરંતુ માન્યતા પ્રાપ્ત, એનડીએમસી, એમસીડીએસ, દિલ્હી કૅન્ટોનમેન્ટ બોર્ડ સ્કૂલ બંધ રહેશે. 
જોકે ઑનલાઇન શિક્ષણ ચાલુ રહેશે તેમ જ બોર્ડના વર્ગોની પરીક્ષાઓ નિર્ધારિત સમયપત્રક મુજબ હાથ ધરવામાં આવશે. 

પબજી રમવામાં લીન બે કિશોર ટ્રેન નીચે કચડાયા

લક્ષ્મીનગર વિસ્તારમાં મથુરા-કાસગંજના સિંગલ ટ્રૅક પર આવતી ગુડ્ઝ ટ્રેન નીચે લોકપ્રિય ઑનલાઇન પબજી રમવામાં લીન થયેલા બે કિશોર ગઈ કાલે ચગદાઈને મૃત્યુ પામ્યા હતા. અકસ્માત થયો ત્યારે બન્ને કિશોર રેલવે ટ્રૅક પર વૉક લઈ રહ્યા હતા. 
એક કિશોરના મોબાઇલ ફોનને અકસ્માતને કારણે નુકસાન પહોંચ્યું હતું, જ્યારે કે બીજા કિશોરનો મોબાઇલ મળ્યો ત્યારે એમાં પબજી ગેમ ચાલુ હતી. મરનાર બન્ને કિશોર ગૌરવ કુમાર અને તેનો પાડોશી કપિલ કુમાર ૧૪ વર્ષના હતા તથા ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતા હતા. 

મુખ્તાર અંસારીની જમીન જપ્ત

ઉત્તર પ્રદેશ પોલીસે ગૅન્ગસ્ટરમાંથી ધારાસભ્ય બનેલા મુખ્તાર અંસારીની મિલકત જપ્ત કરી છે. યુપી ગૅન્ગસ્ટર ઍક્ટ અને ઍન્ટિ સોશ્યલ ઍક્ટિવિટી (પ્રિવેન્શન) ઍક્ટ અંતર્ગત પોલીસે અંસારીની પત્નીના નામે રહેલી લખનઉની ત્રણ કરોડ રૂપિયાની જમીન જપ્ત કરી લીધી છે. પોલીસ-રેકૉર્ડમાં અંસારીની ગૅન્ગ ઇન્ટરસ્ટેટ ગૅન્ગ-191 તરીકે નોંધાયેલી છે. 
આઝમગઢ જિલ્લાના તરવા પોલીસ-સ્ટેશનમાં અંસારી વિરુદ્ધ કેસ દાખલ થયા છે. અંસારી અત્યારે જેલમાં છે, તેની સામે બાવન કેસ ચાલી રહ્યા છે.

22 November, 2021 11:29 AM IST | Kerala | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ઓમિક્રોન વેરિયન્ટને પગલે સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને લખ્યો પત્ર, કહ્યું...

કોરોનાના નવા પ્રકારને લઈને ગભરાટના એક દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

28 November, 2021 06:57 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ લાદો

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે નોવેલ કોરોના વાયરસ નવા સાવરૂપે ફાટી નીકળતાં અસરગ્રસ્ત દેશોમાંથી ભારતની ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી પ્રતિબંધિત મૂકવામાં આવવો જોઈએ.

28 November, 2021 06:21 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બેંગલુરુમાં કોરોના સંક્રમિત દક્ષિણઆફ્રિકાના બંને યુવકોમાં ડેલ્ટા વેરિયન્ટ મળ્યું

અધિકારીએ જણાવ્યું કે 1 થી 26 નવેમ્બરની વચ્ચે દક્ષિણ આફ્રિકાથી કુલ 94 લોકો ભારત આવ્યા છે અને તેમાંથી માત્ર બેમાં જ કોરોના વાયરસનો અગાઉનો પ્રકાર જોવા મળ્યો છે.

28 November, 2021 04:40 IST | Bangalore | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK