° °

આજનું ઇ-પેપર
Saturday, 16 October, 2021


News In Short :અઠવાડિયામાં બે વાર જનતાને મળવાની પ્રધાનોને ભૂપેન્દ્ર પટેલની સૂચના

23 September, 2021 12:33 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

મંગળવારે અચૂક હાજર રહેજો જેથી દૂરથી આવતા સામાન્ય પ્રજાના લોકો તેમ જ તેમણે ચૂંટેલા પ્રતિનિધિઓ ચોક્કસ દિવસે આસાનીથી તમને મળીને પોતાની તેમ જ પ્રજાલક્ષી ફરિયાદોને તમારી સમક્ષ રજૂ કરી શકે.’‍  

અઠવાડિયામાં બે વાર જનતાને મળવાની પ્રધાનોને ભૂપેન્દ્ર પટેલની સૂચના

અઠવાડિયામાં બે વાર જનતાને મળવાની પ્રધાનોને ભૂપેન્દ્ર પટેલની સૂચના

ગુજરાતના નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે પહેલી વાર કૅબિનેટ મીટિંગ રાખી હતી જેમાં તેમણે પ્રધાનોને સૂચના આપી હતી કે ‘તમે ગાંધીનગરમાં તમારી ઑફિસમાં દર સોમવાર અને દર મંગળવારે અચૂક હાજર રહેજો જેથી દૂરથી આવતા સામાન્ય પ્રજાના લોકો તેમ જ તેમણે ચૂંટેલા પ્રતિનિધિઓ ચોક્કસ દિવસે આસાનીથી તમને મળીને પોતાની તેમ જ પ્રજાલક્ષી ફરિયાદોને તમારી સમક્ષ રજૂ કરી શકે.’‍

એનડીએની નવેમ્બરની પરીક્ષામાં બેસવાની મહિલાઓને છૂટ
નૅશનલ ડિફેન્સ ઍૅકૅડેમી (એનડીએ)માં મહિલાઓની ભરતીને એક વર્ષ સુધી મુલતવી ન રાખી શકાય એવું ઠરાવીને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે મહિલાઓને આગામી નવેમ્બરની જ એનડીએની પરીક્ષામાં બેસવાની છૂટ આપી હતી અને જણાવ્યું હતું કે હવે મહિલાઓએ આ માટે સરકાર દ્વારા અગાઉ જાહેર કરાયા મુજબ પરીક્ષા માટે મે,૨૦૨૨ સુધી રાહ જોવાની જરૂર નથી.

ચારધામ યાત્રા માટે દેશભરમાંથી ભક્તોનો ભારે ધસારો
ઉત્તરાખંડમાં હાલ ચારધામ યાત્રા ચાલી રહી છે. યાત્રા માટે ૪૨ હજારથી વધુ લોકોને ઈ-પાસ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી ચારધામમાં સાડાપાંચ હજારથી વધુ લોકો દર્શન કરી ચૂક્યા છે. વળી પહેલી ઑક્ટોબરથી પગપાળા ચાલી ન શકનારા પ્રવાસીઓ માટે કેદારનાથ સુધી હેલિકૉપ્ટરની સુવિધા પણ શરૂ કરવામાં આવશે જેમાં દરરોજ ૨૦૦ ઈ-પાસ આપવામાં આવશે. આ માટે નવ જેટલી એવિએશન કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે.આઇઆરસીટીસી દ્વારા રામાયણ યાત્રા સ્પેશ્યલ ટ્રેન બાદ ચારધામ યાત્રા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે જેના દ્વારા ઉત્તરાખંડ, ઓડિશા, ગુજરાત અને તામિલનાડુ વગેરે રાજ્યોમાં જશે જેમાં બદરીનાથ, જગન્નાથ, રામેશ્વરમ અને દ્વારાકાધીશનાં દર્શન કરાવાશે.

આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ : પોલીસ, શિક્ષકોની હકાલપટ્ટી

કર્મચારીઓના પાછલા જીવનને ચકાસવા નિયુક્ત કરેલી સમિતિએ કરેલી ભલામણને પગલે જમ્મુ-કાશ્મીર સરકારે ગઈ કાલે આતંકવાદીઓ સાથેના જોડાણને પગલે બે પોલીસ અને બે શિક્ષકો સહિત કુલ છ કર્મચારીઓને બરતરફ કર્યા છે.
બરતરફ કરાયેલા અન્ય બે કર્મચારીઓમાં એક વન વિભાગનો કર્મચારી છે, જ્યારે એક રોડ અને બિલ્ડિંગ વિભાગનો કર્મચારી છે. 

23 September, 2021 12:33 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ખેડૂતોના પ્રદર્શન સ્થળ પર શખ્સની ઢોર માર મારી હત્યા, કાંડુ કાપી કરી ક્રુરતા

દિલ્હી-હરિયાણા સરહદ પર સોનીપત જિલ્લાની સિંઘુ સરહદ પર એક યુવાનને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો.

15 October, 2021 06:18 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

વડાપ્રધાન મોદીએ 7 સંરક્ષણ કંપની કરી લોન્ચ, વિસ્ફોટક સાધનો અને હથિયારો બનશે

વિજયાદશમી(Vijayadashami)ના તહેવાર પર પીએમ મોદીએ( PM Modi) એક મોટી ભેટ આપી છે.

15 October, 2021 02:34 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Vijayadashmi 2021: ડ્રગ્સથી લઈ OTT પ્લેટફોર્મ સહિત મુદ્દા પર બોલ્યા મોહન ભાગવત

વિજયાદશમી( Vijyadashmi) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના 96 માં સ્થાપના દિવસ પર સંઘના વડા મોહન ભાગવતે અનેક મુદ્દાઓ પર કરી વાત

15 October, 2021 12:23 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK