° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


ન્યૂઝ શોર્ટમાં: વાંચો દેશ અને પરદેશ સુધીના તમામ સમાચાર

13 June, 2021 01:53 PM IST | New Delhi | Agency

બ્રિટનમાં રોગચાળાના અનુસંધાનમાં લાગુ કરવામાં આવેલું લૉકડાઉન આગામી ૨૧ જૂનથી તબક્કા વાર રીતે હટાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

બ્રિટનમાં લૉકડાઉન લંબાવાની શક્યતા
બ્રિટનમાં રોગચાળાના અનુસંધાનમાં લાગુ કરવામાં આવેલું લૉકડાઉન આગામી ૨૧ જૂનથી તબક્કા વાર રીતે હટાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ એ દેશમાં કોરોના વાઇરસના ડેલ્ટા વેરિઅન્ટના કેસ મળી આવતાં એ કાર્યક્રમ ચાર અઠવાડિયાં વિલંબમાં મુકાય એવી શક્યતા છે. બ્રિટનમાં કોરોના ઇન્ફેક્શનના ૨૪ કલાકમાં ૮૧૨૫ કેસ નોંધાયા પછી સરકારી તંત્ર વધુ સજાગ થયું છે. ફેબ્રુઆરી મહિના પછી પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ૨૪ કલાકમાં નવા કેસ મળ્યા છે. ભારતમાં મળેલા ડેલ્ટા વેરિઅન્ટ (B1.617.2) ના ૩૦,૦૦૦ કેસ એક અઠવાડિયામાં નોંધાતાં અત્યાર સુધીમાં બ્રિટનમાં ડેલ્ટા વેરિઅન્ટના કુલ કેસનો આંકડો ૪૩,૩૨૩ પર પહોંચ્યો છે. 
 
રસી લેવા સમજાવવા ડૉક્ટરે ડાન્સ કર્યો 
કેરલાના પલક્કડ જિલ્લામાં અટ્ટાપડી વિસ્તારમાં આદિવાસીઓની વસ્તી છે, જેઓ કોવિડ-19ની રસી લેવા ન માગતા હોવાથી અરૂણ નામના એક ડૉક્ટરે તેમને રસી લેવા પ્રોત્સાહિત કરવા માટે તેની જવાબદારીઓથી ઉપર ઊઠીને આદિવાસી પ્રજાને રસી લેવા પ્રોત્સાહિત કરવા માટે ડાન્સ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂમાં તેઓ રસીકરણ માટે તૈયાર નહોતા, પરંતુ ડૉક્ટર અને તેના સ્ટાફના ડાન્સને પગલે તેઓ તેમની સાથે ડાન્સમાં જોડાયા હતા તેમ જ રસી લેવા પણ તૈયાર થયા હતા 

આ વર્ષે માત્ર ૬૦,૦૦૦ લોકોને હજની પરવાનગી  
રાજ્ય સરકાર સંચાલિત સાઉદી પ્રેસ એજન્સીના માધ્યમથી ગઈ કાલે કરવામાં આવેલી જાહેરાત મુજબ કોરોનાવાઇરસ મહામારીને ધ્યાનમાં રાખતાં આ વર્ષે  હજયાત્રીઓની સંખ્યા ૬૦,૦૦૦ સુધી સિમિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તમામ હજયાત્રીઓ સાઉદી અરેબિયાના જ રહેશે. હજ અને ઉમરાહ મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવાયો હતો. ગયા વર્ષે સાઉદી અરેબિયામાં રહેતાં ૧૦૦૦ લોકોને જ હજમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવ્યા હતાં. આમાંથી બે તૃતિયાંશ જેટલા લોકો ૧૬૦ જેટલા વિવિધ દેશનું નાગરિકત્વ ધરાવનારાઓ હતાં, 

ડોમિનિકા અદાલતનો મેહુલ ચોક્સીને જામીન પર છોડવાનો ઇનકાર 
પંજાબ નૅશનલ બૅન્ક જોડે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં વૉન્ટેડ ભારતના ભાગેડુ હીરાવેપારી મેહુલ ચોક્સીને જામીન પર છોડવાનો ડોમિનિકા રિપબ્લિકની અદાલતે ઇનકાર કર્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે મેહુલ ચોક્સીની જામીન અરજી મંજૂર કરવામાં આવે તો એ આગામી સુનાવણી પૂર્વે નાસી જવાની શક્યતા નકારી શકાતી નથી. મેહુલ નાસી ન જાય એવી શરતો પણ લાગુ કરી શકાય એમ નહીં હોવાનું અદાલતે જણાવ્યું હતું. અદાલતે ડોમિનિકા દેશમાં ગેરકાયદે પ્રવેશના આરોપસર ચાલતા કેસની આગામી સુનાવણી આવતા સોમવાર, ૧૪ જૂને  નિર્ધારિત કરી હતી. ભારતમાં નાણાંકીય કૌભાંડના કેસ બાદ મેહુલ ચોક્સી રફૂચક્કર થઈ ગયો હતો.

13 June, 2021 01:53 PM IST | New Delhi | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશમાં શું ચાલી રહ્યું છે

બુલેટ ટ્રેન માટે વાપી નજીક પહેલા થાંભલાનું નિર્માણકાર્ય થયું પૂર્ણ; જસ્થાનની મહિલા ડૉનની દિલ્હીમાં ધરપકડ થઈ અને વધુ સમાચાર

01 August, 2021 09:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

પુલવામા હુમલાના કાવતરાખોર બે આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર

લંબુ જૈશ-એ-મોહમ્મદના અધ્યક્ષ મસૂદ અઝહરનો હતો રીલેટિવ, હુમલામાં એણે તૈયાર કરેલા આઇઇડીનો જ ઉપયોગ કરાયો હતો

01 August, 2021 09:51 IST | Srinagar | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બીજેપી સાંસદ બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી લીધી એક્ઝિટ

સુપ્રિયોએ પોસ્ટ લખીને કહ્યું છે કે તેઓ રાજનીતિમાં ફક્ત સમાજસેવા માટે આવ્યા હતા

01 August, 2021 09:48 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK