° °

આજનું ઇ-પેપર
Friday, 12 August, 2022


જગદીપ ધનખડ બનશે ઉપરાષ્ટ્રપતિ, વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને 346 મતથી હરાવ્યા

06 August, 2022 07:50 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટીએમસીના 34 સાંસદો, એસપી અને શિવસેનાના બે વધુ અને બીએસપીના એક સાંસદે મત આપવાની ના પાડી. સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલ્યું અને એક કલાક પછીથી એટલે કે 6 વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થઈ ગયું છે.

જગદીપ ધનખડ (ફાઈલ તસવીર)

જગદીપ ધનખડ (ફાઈલ તસવીર)

પશ્ચિમ બંગાળ રાજ્યપાલ જગદીપ ધનખડ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે. તેમણે પોતાના પ્રતિદ્વંદ્વી અને વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને હરાવ્યા. ધનખડને 528 મત મળ્યા. આમાંથી 15 મત અમાન્ય રહ્યા છે. જ્યારે માર્ગરેટ અલ્વાને 182 મત મળ્યા. ધનખડે વિપક્ષના ઉમેદવારને 346 મતથી હરાવ્યા. ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફ્રેન્સ કરી તેમના નામની ઑફિશિયલ જાહેરાત કરી છે. જો કે, એનડીએ ઉમેદવાર ધનખડની જીતનો અંદાજ શરૂઆતથી જ લગાડવામાં આવી રહ્યો હતો. શનિવારે સંસદમાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે કુલ 780માંથી 725 સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ટીએમસીના 34 સાંસદો, એસપી અને શિવસેનાના બે વધુ અને બીએસપીના એક સાંસદે મત આપવાની ના પાડી. સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલ્યું અને એક કલાક પછીથી એટલે કે 6 વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થઈ ગયું છે.

ઉપરાષ્ટ્રપતિ પદની રેસ પૂરી થઈ ગઈ છે. એનડીએ ઉમેદવાર જગદીપ ધનખડ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ હશે. તેમણે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગરેટ અલ્વાને ઘણાં મતોના ફરકથી હરાવ્યા. તેમના રાષ્ટ્રપતિ બનવા પર પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત નેતાઓએ વધામણી આપી છે. તેમના ઉપરાષ્ટ્રપતિ બનવા પર દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં ઉત્સવ ઉજવવામાં આવ્યો. ઢોલ-નગાડા સાથે ભાજપ કાર્યકર્તા નાચતા દેખાયા.

કયા-કયા સાંસદેઓ ન કરી વૉટિંગ
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે કુલ 55 સાંસદોએ વૉટિંગના અધિકારનો ઉપયોગ નથી કર્યો. આમાંથી ટીએમસીના 34 સાંસદો સામેલ હતા. જો કે, ટીએમસીના બે સાંસદોએ પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીના આદેશ છતાં વૉટિંગમાં ભાગ લીધો. આ નામ શિશિર અને દિવ્યેંદુના અધિકારીના છે. આ સિવાય એસપી અને શિવસેનાના બે અને બીએસપીના એક સાંસદે પણ વૉટિંગ કરી નહોતી. ભાજપના બે સાંસદો - સની દેઓલ અને સંજય ધોત્રેએ પણ સ્વાસ્થ્ય સમસ્યાઓનો હવાલો આપતા વૉટિંગ કરી નહીં.

પીપીઇ કિટ પહેરીને મત આપવા પહોંચ્યા સિંઘવી
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સભ્ય અભિષેક મનુ સિંઘવી કોરોના વાયરસથી સંક્રમિત થવાને કારણે પીપીઇ કિટ પહેરીને સંસદ ભવન પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

પીએમ મોદીએ આપ્યો પહેલો વોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા સંસદ ભવન પહોંચીને મત આપ્યો. પીએમ મોદી સિવાય પૂર્વ પીએમ મનમોહન સિંગે વ્હીલ ચેરમાં પહોંચીને મત આપ્યો. સોનિયા ગાંધી સહિત કૉંગ્રેસ અને સત્તાધારી પક્ષના સાંસદોએ વૉટિંગ કરી.

કોણ છે જગદીપ ધનખડ
રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાં એક સુદૂર કિઠાના ગામના કૃષિ પરિવારમાં જન્મેલા જગદીપ ધનખડની ઉપરાષ્ટ્રપતિ બનવા સુધીની સફર રસપ્રદ રહી છે. જગદીપ ધનખડ વર્ષ 1989માં જનતા દળ પાર્ટીના સાંસદ તરીકે પેહલીવાર રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાંથી સંસદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંસદીય કાર્યમંત્રી તરીકે પોતાની સેવાઓ આપી. 1993માં તે અજમેર જિલ્લાના કિશનગઢથી રાજસ્થાન વિધાનસભા પહોંચ્યા. વર્ષ 2019માં તેમને કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

06 August, 2022 07:50 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

સંસદસભ્યો તેમ જ પ્રધાનોને પણ સતાવે છે વીજળી, મકાન અને ટ્રાન્સફરની સમસ્યા

સામાન્ય લોકોને જ આવી તકલીફ હોય એવું જો તમારું માનવું હોય તો એ ખોટું છે. ૪૨ વીઆઇપીઓ પોતાની સમસ્યા ઉકેલાય એની રાહ જોઈ રહ્યા છે

12 August, 2022 09:12 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

મોદીએ સફાઈ કર્મચારી-પટાવાળાઓની દીકરીઓ પાસે બંધાવી રાખડી

વડા પ્રધાને આ ઉજવણીના ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું કે ‘આ યંગસ્ટર્સની સાથે ખૂબ જ સ્પેશ્યલ રક્ષાબંધન’

12 August, 2022 09:08 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ધનખડે ઉપરાષ્ટ્રપતિના પદ માટે શપથ ગ્રહણ કર્યા

તેમને શનિવારે ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા

12 August, 2022 09:06 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK